બાળકનો જન્મ થાય એટલે સૌનું ધ્યાન બસ એ જ વાતમાં રહે કે બાળક રડ્યું કે નહીં. તેમજ જો કોઈ કારણોસર બાળક જન્મતાં જાતે જ ન રડ્યું તો ડૉક્ટર તેને ટપલી મારી રોવડાવાની કોશિષ કરે છે. ત્યારે ઘણાંને એવો સવાલ થતો હશે કે આખરે કેમ તાજા જન્મેલા બાળકને ડૉક્ટર જાણીજોઈને રોવડાવે છે.  તમારામાંથી ઘણાંને એ સવાલ થતો હશે.

બાળકનો જન્મ થાય એટલે સૌનું ધ્યાન બસ એ જ વાતમાં રહે કે બાળક રડ્યું કે નહીં. તેમજ જો કોઈ કારણોસર બાળક જન્મતાં જ ન રડ્યું હોય તો ડૉક્ટર તેને ટપલી મારી રોવડાવાની કોશિષ કરે છે. ત્યારે ઘણાંને એવો સવાલ થતો હશે કે આખરે કેમ તાજા જન્મેલા બાળકને ડૉક્ટર જાણી જોઈને રોવડાવે છે.

KID1

તમારામાંથી ઘણાંને એ સવાલ થતો હશે ને કે બાળક જન્મતા જ કેમ રડે છે. અને જો ના રડે તો જાણી જોઈને રોવડાવાનું., બાળકે તો ખુશ થવું જોઈએ અને હસવું જોઈએ ને. પણ બાળકો માટે જન્મ લેતાની સાથે જ રડવું ખૂબ જરૂરી હોય છે. કારણ કે, તે રડ્યા પછી જ તેનું પ્રથમ રૂદન એટલે પ્રથમ શ્વાસ લે છે.

રડવાના માધ્યમથી જ તાજું જન્મેલું બાળક તેના જીવનનો પ્રથમ શ્વાસ લે છે. તેમજ બાળક જ્યારે માના ગર્ભમાં હોય ત્યારે તેઓ શ્વાસ નથી લેતા હોતા. આ દરમિયાન બાળકો એમ્નિયોટિક સૈક નામની એક થેલીમાં હોય છે, જેમાં એમ્નિયોટિક પ્રવાહી ભરેલું હોય છે. તે સમયે બાળકના ફેફસાઓમાં હવા નથી હોતી. તેમજ તેમના ફેફસાઓમાં આ પ્રવાહી ભરેલું હોય છે.

આ ઉપરાંત આ સ્થિતિમાં બાળકને તમામ જરૂરી પોષણ પોતાની માતા સાથે જોડાયેલી ગર્ભનાળના માધ્યમથી મળતું હોય છે. તેમજ માના શરીરની બહાર આવતા જ તે ગર્ભનાળ કાપી દેવામાં આવે છે. આ ઉપરાંત ગર્ભની બહાર આવીને બાળકે જાતે શ્વાસ લેવાનો પ્રયાસ કરવાનો હોય છે અને તેના માટે ફેફસાઓ સક્રિય બને તે ખૂબ જરૂરી હોય છે. પરંતુ  બાળક જ્યારે ગર્ભમાં હોય ત્યારે ફેફસાઓમાં તો એમ્નિયોટિક પ્રવાહી હોય છે, જે જન્મવાની સાથે જ ફેફસાઓમાંથી કાઢવું ખૂબ જરૂરી હોય છે. જેથી ફેફસાઓ સુધી હવાની અવર-જવરનો માર્ગ ખૂલે અને ફેફસા શ્વાસ લેવા તૈયાર થઈ જાય. અને એટલે જ બાળકોને જન્મતાની સાથે જ રડાવવા ખૂબ જરૂરી હોય છે. આ ઉપરાંત ફેફસામાંથી પ્રવાહી નીકળતાં જ હવાની અવર જવર શરૂ થઈ જાય છે.

KID

બાળકના રડવાની પ્રક્રિયા આ મહત્વપૂર્ણ કામ કરે છે. તેમજ રડતી વખતે બાળક એક ઉંડો શ્વાસ લે છે. આ પ્રક્રિયા 2 ભાગમાં થાય છે.

  • બાળક રોવાની તૈયારી માટે એક ઉંડો શ્વાસ લે છે.
  • તે રડવાનું શરૂ કરે છે અને શ્વાસ ચાલવા લાગે છે.

બાળક જન્મતા જ જો સારી રીતે રડે તો તેનો અર્થ થાય છે કે ફેફસાઓમાંથી પ્રવાહી પૂરી રીતે નીકળી ગયું છે. આ સાથે ક્યારેક ક્યારેક જો બાળક જાતે રડી ન શકે તો મેડિકલ સ્ટાફ કોઈ સક્શન ટ્યૂબ કે પંપનો ઉપયોગ કરીને ફેફસાઓમાં રહેલું પ્રવાહી ખેંચી લે છે. આ ક્રિયા હસવાથી આ બધુ સારી રીતે નથી થઈ શક્તું. તેથી હસતી વખતે ઉંડો શ્વાસ લેવાની જરૂર નથી હોતી. તેથી બાળક જન્મતાની સાથે જ રડવા લાગે છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.