લુણાવાડાના ધૈયરાજસિંહ રાઠોડ જેવી બિમારી અંગે નિષ્ણાતોએ આપી માહિતી
તાજેતરમાં લુણાવાડા તાલુકાના ધૈયરાજસિંહ રાઠોડના બાળકની એસએમએ બીમારીની સારવાર માટે સમાજના વિવિધ વર્ગોએ ફંડ એકત્ર કર્યુ હતું. આ એસએમએ બિમારી શું છે? તેની શું અસર છે? તેની સારવાર કેવી રીતે કરી શકાય, એ અંગે આ ક્ષેત્રના તબીબો, ફીઝીયોથેરાપીસ્ટ વિસ્તૃત માહીતી આપી હતી. જે અહીં પ્રસ્તુત છે.
મહીસાગરના લુણાવાડા તાલુકાના ધૈર્યરાજસિંહ રાઠોડને એમએમએ-1 એટલે સ્પાઇનલ મસ્કયુલર અટ્રોફી ફેકટસ નામની બીમારી હોવાની જાણ તેના પિતાને થોડા દિવસ પહેલા જ થઇ ગયા હતી. આ રોગની સારવાર માટેનું ઇન્જેકશન રૂ. 16 કરોડમાં અમેરિકાથી મંગાવવુ પડે તેમ છે પણ આ બિમારી છે શું? તેનો સારવાર માટે શું કરવું? એ વિશે વધુ માહીતી માટે તબીબોસાથેની વાતચીત દરમિયાન જાણવા મળ્યું હતું.
આ બિમારીનો કોઇ ઉપાય નથી: શૈલેષ ઠકકર (ફીઝીયોથેરાપીસ્ટ પ્રયાસ કિલનીક)
મસલ્સના ઘણી પ્રકારના રોગો થાય છે. જે સ્નાયુ અને નસુને લગતા હોય છે. આ એસ.એમ.એ. બીમારી પણ એક જીનેટીક બીમારી તરીકે ખોળખવામાં આવે છે. તેનો હજી સુધી કોઇ ઉપાય નથી. પણ બાળકોના આયુષ્ય વધારવા માટે આ ઇન્જેકશન એકજ ઉપાય છે. પ્રેગનન્સી દરમિયાન જ આ બિમારીની ઓળખી શકાય છે બાળકો ને મસલ્સ ન હોવાના કારણે શરીરના અંગો બંધ થઇ જાય છે. ત્યારે શ્ર્વાસ લેવામાં પણ તકલીફ પડે છે. આ રોગો માટે ખાસ બધી પ્રકારની ફીઝીયોથેરાપીસ્ટ અહી આપવામાં આવે છે. ઘણા બાળકો અહી એકસરસાઇઝ માટે આવતા હોય છે.
જીનેટીક ખામીના લીધે હાથ-પગ ઓછા ચાલવા લાગે છે: ડો. તરૂન ગોંડલીયા (ઓકઝોન ન્યુરોલોજી સેન્ટર)
આ એસ.એમ.એ. બીમારીમાં આપણ મોટા ન્યુરોનસ ધીરે ધીરે જીનેટીક ખામીના લીધે ડિવજનેટ થાય, હાથ-પગ ઓછા ચાલવા લાગે છે. શ્ર્વાસ લેવામાં પણ તકલીફ થાય છે. બાળકોમાં પહેલા 6 માસમાં લક્ષણ જોવા મળે બાળક પોચું દેખાય. આ બીમારી થવાનું કારણ શું? જયારે માતા અને પિતા બન્નેમા એક એબનોરમલ જીન કોપી હોય છે. ત્યારે જો માતા અને પિતા બેયમાંથી ખરાબ કોપી આવે તો જ બાળકને આ બિમારી થાય. રપ ટકા જેટલી શકયા છે કે બાળકોને આ બીમારી થઇ શકે. ઓટોસોમલ રીસેસીવ બીમારી આને કહી શકાય, ત્યારે જો અંદરો અંદર સગામામા કે બહેન સાથે લગન થાય તો એમાં આ બીમારી થવાની શકયતા વધી જાય, ત્યારે સારવાર ન થાય તો બાળકનું આયુષ્ય માત્ર બે કે ત્રણ વર્ષનું જ હોય છે. આ જે 16 કરોડનું ઇન્જેકશન છે એ જીન થેરેપી છે. બાળકમાં જે નર્વ સેલ્સ કામ નથી કરતા તેના માટે આ બાળકોને ઇન્જેકશન અપાય છે આ ઇન્જેકશનમાં એસ.એમ.એ. જીન બનાવવાની ક્ષમતા હોય એ ડીએનએ દ્વારા મોકલવામાં આવે છે. આના દ્રારા બાળકનું આયુષ્ય વધી જાય છે. અને એસ.એન.એ. પોટીન બની જાય તો બાળકોમાં ઉભા થવાની પણ શકયતા વધી જાય છે. માતા-પિતાના કેરીયર ટેસ્ટીંગ દ્વારા બીજા બાળકની પ્રેગ્નીસી વખતે આપણે આ બાળકને બચાવી શકીએ એટલે પહેલાથી ટેસ્ટીંગ કરાવી રોગને થવાથી રોકી શકીએ છીએ.
આ બિમારીના ચાર પ્રકાર છે: ચંદ્રેશ ખેરડીયા (જીતુ ફીઝીયોથેરેપી સેન્ટર)
એસ.એમ.એ. બીમારીના ચાર ટાઇપ છે. આ બીમારીમાં પ્રોટીન બનવું નથી. જીતેટીક ખામીના કારણે મગજ, સ્પાઇનલ કોર્ડસ અને મસલ્સ વચ્ચેનું ટ્રાન્સમીશન બંધ થઇ જાય છે. આ બીમારીનો પહેલો પ્રકાશ છે. ટાઇપ 0 આ બહુ ઓછા લોકોને થાય છે. આમાં ગર્ભ થી જ બાળક મુવમેન્ટ નથી કરતું ટાઇપ-1 માં 0 થી 6 મહીના સુધીના બાળકોને થાય છે બાળકોને શ્ર્વાસ લેવામાં તકલીફ થાય છે સાથે જ ખોરાક ગળવામાં પણ તકલીફ થાય છે. ટાઇપ ર બે વર્ષ સુધીના બાળકોને થાય છ અને ટાઇમ-3 1 થી 7 વર્ષના બાળકોને થાય છે. આ એક જીનેટીવ બીમારી છે.