આપણા હિન્દુ ધર્મમાં શિવલિંગ પર જળ ચઢાવવાનું વિશેષ મહત્વ છે. શ્રાવણ મહિનામાં તો શિવભક્તો ભગવાન ભોલેનાથની કૃપા પ્રાપ્ત કરવા માટે પાણી ચઢાવે છે. દરેક મંદિરોમાં શિવલિંગ પર જળથી ભરેલો કળશ લાગેલો હોય છેે. જેમાંથી ૨૪ કલાક પાણી ટપકતુ રહે છે. ઘણા ઓછા લોકો તેની પાછળના તર્ક વિશે જાણતા હશે. તો ચાલો જાણીએ તેની પાછળ રહેલુ રહસ્ય વિશે…
પૌરાણિક કથાઓ અનુસાર સમુદ્ર મંથનના સમયે જે હળાહળ વિષ નિકળ્યુ તેને ભગવાન શિવે પોતાના કંઠમાં સમાવી આ સૃષ્ટિની રક્ષા કરી આથી ભગવાન શિવને નિલકંઠ કહેવામાં આવે છે. એવુ માનવામાં આવે છે કે વિષનો પ્રભાવ ઓછો કરવા માટે જ શિવલિંગ પર જળ ચઢાવવામાં આવે છે. શિવપુરાણમાં કહેવાયું છે કે ભોલેનાથ પોતે જ જળ છે. આથી જળથી તેમનો અભિષેક કરવાથી ઉત્તમ ફળની પ્રાપ્તિ થાય છે.
શિવલિંગ પર સતત જળના ટીપા ટપકાવવા પાછળનું કારણ એ છે કે તેનાથી વાતાવરણમાં રહેલ નકારાત્મક ઉર્જા નષ્ટ થાય છે. જેમ કે સમુદ્ર મંથન દરમિયાન શિવે વિષપાન કર્યુ હતું. તેનાથી તેમનુ મષ્તક ગરમ થઇ ગયુ હતું. આથી દેવતાઓએ તેમને શાંત કરવા માટે પાણી નાખ્યુ હતું. ઉલ્લેખનીય છે કે અહીં મસ્તક ગરમ થવાનો અર્થ નકારાત્મક પ્રભાવ અને ભાવને જળ ચઢાવીને શાંત કરવાનો છે.
વૈજ્ઞાનિક તારણો મુજબ એવુ કહેવાય છે કે બધા જ્યોતિર્લિગ પર સૌથી વધુ રેડિએશન જોવા મળે છે. એક શિવલિંગ ન્યુક્લિયર રિએક્ટર્સની જેમ રેડિયો એક્ટિવ એનર્જીથી ભરેલુ હોય છે. આજ કારણે પ્રલયકારી ઉર્જા શાંત રાખવા માટે શિવલિંગ પર સતત જળ ટપકાવવામાં આવે છે. એવુ પણ કહેવામાં આવે છે કે તાંબાના કળશથી નીકળેલ જળ શિવલિંગ સાથે મળીને ઔષધિના રુપમાં ફેરવાય જાય છે. આથી શિવલિંગ પર ૨૪ કલાક પાણી ટપકતુ રાખવામાં આવે છે.