‘માનવી અકારણ દુ:ખી થાય તેનું મુખ્ય કારણ છે ઇર્ષ્યા. ઇર્ષ્યા માનવીના સ્વભાવનો સર્વવ્યાપી યુનિવર્સલ રોગ છે. ‘ઇર્ષ્યા એવી પીડાદાયી ચીજ છે જે બીજાની પ્રગતિ જોઈને માનવીને દુ:ખી કરે છે. ઈર્ષ્યાનું વધુ પડતું પ્રમાણ સ્ત્રીઓમાં જોવા મળે છે, અને તે પણ સ્ત્રી-સ્ત્રી વચ્ચે.

મહિલાઓ, ઘણી વાર પોતાને પુરુષ પ્રભુત્વ ધરાવતા સમાજમાં પછાત લાગે છે. પરંતુ મહિલાઓની સમસ્યા ફક્ત પુરુષ આધિપત્ય ધરાવતો સમાજ જ નથી, પરંતુ તમારી આજુબાજુની મહિલાઓનો વર્ગ પણ છે જે તમને આગળ વધતા અટકાવે છે. જ્યારે તે હોવું જોઈએ કે દરેક સ્ત્રીએ બીજી સ્ત્રીને ટેકો આપવો જોઈએ જેથી મહિલાઓ તેમની સાચી સંભાવના દર્શાવીને આગળ વધી શકે. વાસ્તવમાં તેનાથી ઉલ્ટું જોવા મળે છે.

પરંતુ વિચારવાની વાત એ છે કે મહિલાઓ એકબીજાથી કેમ ઈર્ષ્યા કરે છે. આપણે તેની પાછળના છુપાયેલા કારણોને જાણીએ.

સૌથી મહત્વપૂર્ણ કારણ એ છે કે સ્રીની જિંદગીમાં રહેલો તેનો પોતાનો પુરુષ. તે પુરુષની પાસે કોઈ બીજી સ્ત્રી આવે ત્યારે ઈર્ષ્યાની શરૂઆત થાય છે. સ્ત્રેઓ તેના જીવનમાં રહેલા તે માણસને ગુમાવવા માંગતી નથી. અને તેથી તમારી જિંદગીમાં આવતી દરેક સ્ત્રીને તેમના માટે ખાતર રૂપ સાબિત થાય છે , તેવું માનવાનું શરૂ કરી દે છે. આ એક મહત્વનું કારણ છે કે, સ્ત્રી તેના પુરુષની જિંદગીમાં આવતી બીજી સ્ત્રી સાથે ઈર્ષ્યા કરવાનું શરૂ કરે છે.

કામ બાબતે પણ સ્ત્રીઓ સ્ત્રીઓ વચ્ચે સૌથી વધુ સ્પર્ધા હોય છે. તમારી સાથે કામ કરતી સ્ત્રી જયારે તમારી સાપેક્ષ કરતા આગળ નીકળી વખાણને પાત્ર બને છે, ત્યારે ઈર્ષ્યાનો જન્મ થાય છે. મોટાભાગની સ્ત્રી જયારે કામ કરે ત્યારે તેનો બોસ જો કોઈ પુરુષ કરતા સ્ત્રી હોય તો તેની પણ ઈર્ષ્યા કરવાનું શરૂ કરી દે છે. દરેક સ્ત્રી ઇચ્છે છે કે તેના ક્ષેત્રમાં તે શ્રેષ્ઠ મહિલા બને અને જ્યારે તે તેની સાથીદાર સ્ત્રીને આગળ વધતા જુએ છે, ત્યારે તેણી તેને ચીડવવા માટે તમામ પ્રયત્નો કરે છે.

હંમેશાં આપણે બધા બીજાઓની જેમ બનવા માંગીએ છીએ. આ ભાવના જ આપણને કોઈનું ફીટ બોડી જોઈને અથવા તો કોઈની સુંદરતા દ્વારા, કે પછી કોઈની વર્તણૂક દ્વારા ઈર્ષ્યા કરે છે. જયારે તમારા કરતા કોઈ વધુ ચડિયાતું છે, તે લોકોનું ધ્યાન તેની તરફ ખેંચે છે ત્યારે ઈર્ષ્યાના બીજ પાંગરે છે.

અસલામતીની લાગણી એ એક સૌથી મહત્વપૂર્ણ કારણ છે જે એક સ્ત્રીને બીજી સ્ત્રીથી દુર કરે છે. આ અસલામતી, પ્રેમ, સુંદરતા કોઈપણ આધારે હોઈ શકે છે. તેની સાથે ફેશન પણ એક મહત્વપૂર્ણ ભાગ ભજવે છે. એક સ્ત્રીના કપડાં બીજી સ્ત્રી કરતા સારા હોય તો ચોક્કસ ઈર્ષ્યા શરૂ થાય છે. આ વાત ફક્ત કપડાં પૂરતી સીમિત નથી, તે પર્સ, મોબાઈલ, ગાડી, પોતાનો પુરુષ કે સમાજમાં માન-સન્માન જેવી વગેરે બાબતો ઈર્ષ્યા કરવામાં મહત્વનો ભાગ ભજવે છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.