નવજાત શિશુને ઘણી વાર રડતાં આપણે જોયા જ હશે થોડી વાર પણ જો બાળક રડે તો આપણે પરેશાન થઈ જતાં હોય છીએ અને આપણે દરેક વખતે તેને રડતું જોઈને તેને ભૂખ લાગી છે તેવું સમજી છીએ. અને ક્યારેક ક્યારેક તો બાળકો અટેન્શન મેળવવા માટે પણ રોતા હોય છે.
આપણે નવજાત શિશુને રડતાં તો ઘણી વાર જોયા છે પરંતુ તમે ક્યારે પણ નોટિસ કર્યું છે શા માટે નવજાત શિશુ રડતાં સમય પર આંસુ નથી વહેતા ? આ વાત પર ખરેખર ધ્યાન દોરવા જેવુ છે કે શા માટે આવું થતું હોઈ છે તેની સાથે આપણે તેનું ઊલટું વિચારીએ કોઈ મોટા વ્યક્તિ રોવે ત્યારે તેની આંખમાથી ટપ-ટપ આંસુ વહે છે . ત્યાં નવજાત શિશુના ચહેરા પર આંસુનું નામોનિશાન નથી જોવા મળતા.
એક રિપોર્ટ અનુસાર 3 મહિના થી વધુ ઉમર માટે આંસુ વહેવા માટે એક ટિયર ડ્ક્ટ હોય છે ટિયર ડ્ક્ટ એવો તરલ પદાર્થ છોડે છે જે આંસુ સ્વરૂપમાં બહાર આવે છે.
ખરેખર આંસુ વહેવાની પ્રક્રિયા ડ્રેનેજ સિસ્ટમ સિસ્ટમ પર કામ કરે. ટીઅર-ડક્ટ આ રીતે આપની આંખ ના ખૂણે નાક આંતરિક રીતે વ્યવસ્થિત ગોઠવાયેલ હોય છે કોઈ જંતુઓ પડે અથવા સહેજ ઈજા આવે છે,અથવા ધૂળ પડે તો તરત જ આંસુ વહેવા લાગે છે અશ્રુ ડક્ટમાં લૈક્રીમલ ગ્લેંડ હોય છે જે આંસુ બનાવાનું કામ કરે છે લૈક્રીમલ ગ્લેંડ બદામ આકારની થેલી જેવી હોય છે.
નવજાત શિશુ ના 3 મહિના સુધી ટિયર ડક્ટમાં લૈક્રીમલ ગ્લેંડ વિકસિત નથી થયું હતું. તેથી તેની આંખમાંથી આંસુ વહેતા નથી……