સૂર્યમાળામાં પૃથ્વી એક જ એવો ગ્રહ છે કે જે સૌથી વધુ પાણી ધરાવે છે. વળી, આ પાણી પૃથ્વીની સપાટી પર પ્રવાહી રુપમાં છે પૃથ્વી પરનું તાપમાન પાણીને પ્રવાણી રુપમાં રાખે છે.
આ ઉપરાંત, પૃથ્વીની આજુબાજુ વાતાવરણ છે, જે સૂર્યનાં નુકશાન કરે તેવાં કિરણોને પૃથ્વી પર આવવા દેતું ની. વાતાવરણ પૃથ્વીના તાપમાનને જાળવવામાં ઉપયોગી છે.
જો વાતાવરણ ન હોય તો દિવસ અતિશય ગરમ અને રાત સખત ઠંડી બની જાય. આમ, પાણી અને વાતાવરણ પૃથ્વી પર જીવનને શક્ય બનાવે છે. આ ઉપરાંત, વાતાવરણમાં રહેલો ઓક્સિજન પ્રાણશક્તિ પૂરી પાડે છે.
માત્ર પૃથ્વી એકજ એવો ગ્રહ છે જેના પર પાણી અને અનુકુળ વાતાવરણ છે બાકીના બધા ગ્રહો પર પાણી અને વાતાવરણ અનુકૂળ નથી અને સૂર્યથી સરખા અંતરે નથી માટે પૃથ્વી ઉપર જીવન છે.
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com