‘આત્મનિર્ભર ભારત’ અભિયાનને સાર્થક બનાવવા માટે સતત પ્રયત્ન થાય છે ત્યારે નિકાસને વેગવાન બનાવવાના પ્રયાસોમાં ખાટલે મોટી ખોટ કન્ટેનરની મોટેપાયે અછત સર્જાય એવી છે કોરોનાની મંદી બાદ વૈશ્વિક વેપાર-ધંધા ધમધમવા લાગ્યા છે ત્યારે આયાત સામે નિકાસમાં ઓટ આવતા વિદેશ મોકલવામાં આવતા પરત આવવાના પ્રમાણમાં ઘટાડો થતાં કન્ટેનરની અછત ઊભી થઈ છે એપ્રિલ 2020માં નિકાસ 60.28% વધી હતી આત્મનિર્ભર ભારત વેગવાન બનાવતા ઘરેલુ ઉત્પાદનમાં વધારો થતાં વિકાસ 24 ટકા વધી હતી તેની સામે 2025 સુધીમાં નિકાસ એક ટ્રીલિયન અમેરિકન ડોલર સુધી લઈ જવાનું લક્ષ્ય રાખવામાં આવ્યું છે.
કન્ટેનરમાં પરાવલંબનપણાએ ભારતની નિકાસને લૂણો લગાવ્યો
આત્મનિર્ભર બનવામાં “ખાટલે મોટી ખોટ”
કન્ટેનરની અછત નિવારવા ઘર આંગણે કન્ટેનર નિર્માણ ઉદ્યોગ સ્થાપવા માટે અલંગ શીપ બ્રેકિંગ યાર્ડ આસપાસ કન્ટેનર ઇન્ડસ્ટ્રીઝ ઉભી કરવા સરકારની કવાયત
કન્ટેનરની અછત પાછળ આયાતમાં ઘટાડો પણ કારણભૂત હવે ઘરઆંગણે કન્ટેનર બનાવવા માટે આગળ આવવું પડશે: વિશ્વને કન્ટેનરની જરૂરિયાતો માટે પણ ચીન પર નિર્ભર રહેવું પડે છે
લઘુ અને મધ્યમ ઉદ્યોગ દ્વારા વધારવામાં આવેલા ઉત્પાદનથી વિકાસ વધી છે. જો કે નીકાસના વધારાની સાથે કન્ટેરની અછત ઊભી થઈ છે પોગો પોર્ટના શ્રુતિ શરાનું કહેવું છે કે વિકાસ ક્ષેત્રે અત્યારે વૈશ્ર્વિક રીતે કન્ટેનરની અછત પ્રવર્તી રહી છે સામાન્ય રીતે આયાત ઓછી થાય તો કન્ટેનરની ઘર ભેગી થાય નિકાસ માટે મોકલવામાં આવતા કન્ટેનરો આયાતમાં પાછા આવી જતા હોય છે કોરોના મહાત આપવામાં ચીન સૌથી અગ્રેસર રહ્યું છે. કન્ટેનરમાં ચીન ઉત્પાદક દેશ છે શીપીંગ લાઈન એસો.ના સુનિલ વાસવાણી કહેવાનું છે કે, નિકાસમાં અગ્રેસર ચીન, સિંગાપુર જેવા દેશોમાં મોકલવામાં આવતા કન્ટેનરે પરત આપતા વાર લાગી જાય છે અને 55 ટકા જેટલા કન્ટેનરો મોડા આવતા હોવાથી તેની અસર થાય છે કન્ટેનરની અછતથી નિકાસને મોટી અસર થઈ રહી છે તેમ અજય સહાયએ જણાવ્યું હતું.
અત્યારે ભારતની નિકાસ વેગવાન બની છે ત્યારે કન્ટેનરની અછતની પરિસ્થિતિ એ ભારે મૂકી દીધો ભારે મુશ્કેલી સર્જી છે. થોડા સમય પહેલા 400 મીટર લંબાઈ વાળુ જહાજ સુએઝ કેનાલમાં ફસાઈ ગયું હતું અને તેનાથી વિશ્વનો વહેવાર અટકી પડયો હતો આ ઘટના નિકાસને મોટો ફટકો પડયો હતો અને ઘણા કન્ટેનરો પાછા આવ્યા નથી સુએજ કેનાલની ઘટના બાદ ઉભી થયેલી કન્ટેનરની અછતથી પહેલીવાર કન્ટેનરના ઉત્પાદન અંગે ગુજરાતની વિચારણા શરૂ કરવામાં આવી છે.
ભારતનું વૈશ્વિક વેપાર હવે દિવસે દિવસે વધતું જાય છે ત્યારે ભારતમાં પણ કન્ટેનરનું ઉત્પાદન કરવું જોઈએ અત્યારે સમગ્ર વિશ્વમાં ચીનના ઉપયોગમાં આવે છે ત્યારે કન્ટેનર અંગેની પરાવલંબી દૂર કરવા માટે ગુજરાતના ભાવનગર નજીક કન્ટેનર ઉદ્યોગ માટે સરકારે વિચારણા હાથ ધરી છે અલંગ શિપ બ્રેકિંગ યાર્ડની આજુબાજુ કન્ટેનર બનાવવાનું ઉદ્યોગ સ્થાપવામાં આવશે અને તે માટે અદાણી જૂથ સ્ટીલ અને કાચો માલ પૂરો પાડશે 1000 કરોડ રૂપિયાના રોકાણથી ભાવનગર નજીક ઉભા થનારા કન્ટેનર નિર્માણ ઉદ્યોગમાં એક લાખ જેટલી નોકરીઓનું નિર્માણ થશે.
મેઈક ઈન ઇન્ડિયા અને આત્મનિર્ભર ભારતના અભિગમને સાર્થક કરવા માટે કન્ટેનર બનાવવાના વિચારને સમગ્ર ઉદ્યોગ જગતે આવકાર્ય છે એક વખત કન્ટેનર ઉધયોગમાં ભારતનું આગમન થઈ જશે એટલે વિશ્વના ઘણા દેશોમાં ચીનની પરાવલંબનતાથી મુક્ત થઈ જશે કોરોનાની કટોકટીની મંદીમાંથી બહાર આવી રહ્યું છે ત્યારે કન્ટેનરની અછત ભારે મુશ્કેલી સર્જી રહી છે આ પરિસ્થિતિને હવે કાયમી જાકારો આપવા માટે ગુજરાતમાં જ કન્ટેનરનું ઉત્પાદન શરૂ કરવામાં આવશે.