ભગવાન રામ અને માતા સીતા લંકા પર તેમની જીત પછી તેમના સૌથી પ્રિય ભક્ત હનુમાન સાથે અયોધ્યા પાછા ફર્યા. ત્યારબાદ હનુમાનજી પણ અયોધ્યામાં ભગવાન સાથે હતા, હનુમાનજી જનક નંદિનીના મહેલમાં પહોંચ્યા. ત્યાં તેમણે જોયું કે માતા સીતા પોતાના સેંથામાં સિંદૂર લગાવી રહ્યા છે.

જ્યોતિષી રાજદીપ જોશીના જણાવ્યા પ્રમાણે આ પછી હનુમાનજીએ સીતા મા ને પૂછ્યું કે હે માતા તમે તમારા સેંથામાં આ કેસરી રંગ કેમ ભરી રહ્યા છો ? ત્યારે માતા સીતાએ કહ્યું કે આ કેસરી રંગને સિંદૂર કહેવાય છે. તેને સેંથામાં ભરવાથી મારા ભગવાન દશરથ નંદન રામનું આયુષ્ય વધે છે, તેથી હું દરરોજ સિંદૂરથી મારો સેંથો ભરું છું.

આ પછી અંજની પુત્રએ વિચાર્યું કે એક ચપટી સિંદૂર મારા ભગવાન રામનું આયુષ્ય વધારે છે, તો હું મારા આખા શરીર પર સિંદૂર કેમ ન લાગવું. ત્યારબાદ હનુમાનજી પણ પોતાના આખા શરીરે સિંદૂર લગાડે છે અને રામ ભગવાનની સભામાં પહોંચે છે આવી રીતના રામ ભગવાન હનુમાનજીની ભક્તિ જોઈ અને ખુશ થાય છે અને ત્યારથી જ હનુમાનજીને સિંદૂર ચઢાવવાની પરંપરા ચાલે છે અને હનુમાનજીને સિંદૂર ચઢાવવાથી હનુમાનજીના તો આશીર્વાદ મળે છે સાથે રામચંદ્ર ભગવાન ના પણ આશીર્વાદ મળે છે

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.