નાના બાળકોને ઈશ્વરનું રૂપ માનવામાં આવે છે. પરંતુ કલિયુગમાં આ નવજાત બાળકોને પોતાના માતા-પિતાના કર્મોનો ભોગ બનવું પડે છે. જન્મેલા બાળકોને તરછોડી દેવાની ઘટના આપણે સાંભળી જ હશે તેવી જ વધુ એક ચકચારી ઘટના સુરેન્દ્રનગરમાં બની છે જ્યાં કચરાના ઢગલામાં ત્યજેલી બાળકી મળી આવી છે.

સુરેન્દ્રનગરના ભરાડા ગામે કચરાના ઢગમાંથી ત્યજેલી બાળકી મળી આવી છે. બાળકીને કોઈ અજાણ્યું વ્યક્તિ કચરાના ઠગમાં મૂકીને ગયું હોય એવી ચર્ચા લોકોમાં થઈ રહી છે. બાળકી મળી આવી છે તેની જાણ થતાં ભરાડા સરપંચના પતિ સ્થળે જઈને બાળકીને કચરામાંથી બહાર કાઢી સરકારી હોસ્પિટલમાં ખાતે સારવાર ખસેડી હતી.

ગામના આગેવાનો દ્રારા બાળકી મળી આવાની જાણ ધ્રાંગધ્રા તાલુકા પોલીસને કરતાં પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. હાલ બાળકીને સારવાર માટે ધ્રાંગધ્રા સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે. ધ્રાંગધ્રા તાલુકા પોલીસ દ્રારા તપાસના ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે. આ ફૂલ જેવી માસુમ બાળકીને કોના દ્વારા તરછોડવામાં આવી છે તેની વધુ તપાસ પોલીસ દ્વારા હાથ ધરવામાં આવી છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.