વૃઘ્ધાશ્રમો, અનાથાશ્રમો, બાલાશ્રમો, અંધાશ્રમો, નિંદનીય કે વંદનીય ?
લગ્નની મોસમ આમ તો ખુશી આનંદ અને હર્ષોલ્લાસની મોસમ છે. સગા સંબંધીઓ અને શુભેચ્છકો સામુહિક રીતે પ્રેમ અને સ્નેહભીનો આનંદ માણી શકે એવો રળિયભણો આ અવરસ છે.. એમાં કન્યા વિદાયની વેળા કરૂણા અને રૂદનની પળો સજર્યો વગર રહેતી, તો પણ આ પ્રસંગ શુભ પ્રસંગ તરીકે જગજાહેર છે…
ચોમાસાની મોસમનો પહેલો વરસાદ આવવાનો થાય, આકાશ વાદળાઓથી ધેરાવા લાગે અને મોરલા ગહેકવા લાગે ત્યારે આખો સમાજ ભલે ખુશાલી મનાવે તે વેળા રોજગારી માટે દરિયો ખેડવા ગયેલ જુવાન ખારવાની મા તથા તેની નવોઢા (પત્ની)ને તો આ વેળ જેમ વેરણ જ લાગે એવું દીકરા-દીકરીનાં લગ્ન વખતે ક્ધયાના માવતરને ખુશી આનંદ વચ્ચેય રોવરાવ્યા વિના નથી જ રહેતા !
જે જે કુટુંબોના દાદ-દાદીઓ વૃઘ્ધાશ્રમમાં રહેતા હોય તેમની હાલક દયાજનક અને અતિ કરૂણ બન્યા વિના રહેતી નથી. આવા કિસ્સામાં મા-બાપને એવો વિચાર આવી શકે છે કે, ઘણા સગા સ્વજનોને લગ્નની કંકોતરી રૂબરૂ જવાય ખરૂ?
આવો એક દીકરો તેની પત્ની અને દીકરીને લઇને વૃઘ્ધાશ્રમે કંકોતરી દેવા ગયા ત્યારે પોતાના કુટુંબમાં લગ્નોત્સવનો અવરસ આવ્યો હોવાનું જાણીને દાદાજી હર્ષના આંસુ સાથે રાજી રાજી થઇ ગયા અને ઉમળકાભેર ભેટયા, તે પછી તૂર્ત જ પેલા ક્ધયા વિદાયની અતિ કરૂણ વેળાની જેમ દીકરાને અને પુત્રવધુને પૂછયું કે, આવા રૂડા અવસરે મારે એક દિવસ માટે આવવાનું છે કે હંમેશને માટે આવવાનું છે?
એક દિવસનાં લુગડાં લઉ કે બધા જ લુગડાં લઇ લઉ?.. દીકરો જવાબ આપી શકયો નહિ, એ દાદાની એક દિ’નાં લુગડાં લઇને ચાલતાં થયા.વૃઘ્ધાશ્રમો આપણા સમાજને શોભા નથી આપતા એ નિ:સંદેહ છે. વૃઘ્ધાશ્રમો, અનાથાશ્રમો, બાલાશ્રમો અને મહિલા આશ્રમોને કોઇપણ સમાજ આવકાર્ય નહિ ગણાવે !
અખ્તર સાહેબે આબાદ રીતે હામ હારેલા તનથી ધાકેલા મનથી તૂટેલા અને દિલથી દુધાયેલો વ્યકિતઓની, વૃઘ્ધોની કેફીયત રજુ કરી છે. છેલ્લા કેટલાંક સમયથી જોવા મળતી સમાજ વ્યવસ્થા, તૂટતા કુટુંબો અને વધતા વૃઘ્ધાશ્રમો આ પંકિતઓને યથાર્થ ઠેરવે છે. ગુજરાતી શબ્દ કુટુંબ અને અંગ્રેજી શબ્દ ફેમીલીમાં ઘણો ફર્ક છે. વૃઘ્ધાશ્રમોની વૃઘ્ધિમાં આ તફાવતનો સિંહફાળો છે.
હિન્દુ સંસ્કૃતિ માટે કલંક સમા વૃઘ્ધાશ્રમોની સંખ્યા સંતાનો ઘડપણમાં સેવા કરશે. ટેકણ લાકડી બનશે ના જૂના ખ્યાલો તૂટી જાય, એ હદે વધી રહી છે. સંયુકત કુટુંબની આપણી પરંપરા, ફળીયા, વાસ કે એક જ ચોપાડની રહેઠાણ વ્યવસ્થા, સમાજ કે ગામ લોકોની મર્યાદા-શરમ આ બધું તૂટતું રહ્યું છે. પરિણામે ઘરમાં, પરિવારમાં, વૃઘ્ધો-વડીલોનો માન-મરતબો, સાર-સંભાર ઘટી છે. સમૃઘ્ધિ અને સંવેદનાની હોડમાં સમૃઘ્ધિ આગળ નીકળી ગઇ છે. કુટુંબ ઘર, પરિવાર જેવા શબ્દોની મહત્તા ઘટી છે. અમે બે, અમારા બે જુદા જ સ્વરુપે સ્વીકારાયું છુે. અને સંયુકત પરિવાર પ્રથા તૂટી રહી છે.
ઇન્ટરનેટ પર પ્રાપ્ત ડિરેકટરી ઓફઓલ્ડ એજ હોમ ઇન ઇન્ડિયાના આંકડાઓ મુજબ ભારતમાં ૭૨૮ કે તેથી વધુ વૃઘ્ધશ્રમો છે. આ પૈકી ૫૪૭ ની માહીતી પ્રાપ્ત છે. જેમાં ૩૨૫ મફત, ૯૫ સ્ટે એન્ડ પે વાળા જયારે ૧૧૬ માં મફત વતાસ્ટે એન્ડ પેની સુવિધા પ્રાપ્ત છે. જયારે ૧૧ની માહીતી ઉ૫લબ્ધ નથી. ૨૭૮ વૃઘ્ધાશ્રમો માત્ર બિમાર માટે અને ૧૦૧ માત્ર સ્ત્રીઓ માટે છે.
અમદાવાદ અને આસપાસમાં ૩પ વૃઘ્ધાશ્રમ છે. છેલ્લી માહીતી મુજબ કેડોલા, ટોરેન્ટ, અદાણી, નિરમા જેવા કોર્પોરેટ જૂથો દ્વારા ફાઇવસ્ટાર વૃઘ્ધાશ્રમ બનાવવાની કામગીરી ચાલુ છે. સૌથી વધુ ૧ર૪ વૃઘ્ધાશ્રમો માત્ર કેરાલામાં છે. જયાં સાક્ષરતાનું પ્રમાણ દેશમાં સૌથી વધુ ૧૦૦ ટકા છે.
સાક્ષરતા અને સંસ્કારિકતાનો વ્યસ્ત પ્રમાણનો સંબંધ, અકસ્માત હશે કે હકીકત? ખબર નહીં પણ આ સંદર્ભે એક મિત્રનો એસએમએસ સૂચક છે. વૃઘ્ધાશ્રમોમાં રહેતા મા-બાપને પૂછજો કે તમેના દિકરાઓ શું કરે છે? તેઓ સમાજના પ્રતિષ્ઠિત વ્યસાયીઓ, અગ્રગણ્ય નાગરીકો કે ભણેલા ગણેલા માણસો હશે. કોઇ ખેડુત, કારીગર કે સામાન્ય વર્ગના મા-બાપ વૃઘ્ધાશ્રમમાં નહીં હોય.
રોજીરોટી માટે સંતાનોના અભ્યાસ માટે સુખ સગવડ યુકત જીવન માટે કયારેક સ્ટેટસ માટે કે ઉજજવળ ભવિષ્ય માટે સ્થળાંતર થાય ત્યારે સંયુકત કુટુંબનું વિભકતીકરણ થાય છે. તેથી ઉલટું પરિવારના કલેશ, જગ્યા કરતા પણ મનની સંકળાશ, કજિયાળી વહુ મારા-તારાની હુંસાતૂસી અહમના ટકરાવ ફરજ કરતાં હકકની વધુ જાગૃતિ પણ સંયુકત કુટુંબ તૂટવા માટે જવાબદાર બને છે. કારણ ગમે તે હોય પણ.. ઘરમાં વડીલો, વૃઘ્ધોને મળવી જોઇતી હુંફ જોખમાય પ્રેમ પોચો પડે સમય ઓછો પડે અને મમતાને તંતુ તૂટી પડે ત્યારે મા-બાપની વેદના તૂટેલા વડીલો જ વૃઘ્ધાશ્રમમાં આવતા હોય છે.
વૃઘ્ધાશ્રમમાં જવું પડે એ ઘટના નીંદનીય છે. પણ વૃઘ્ધાશ્રમો પૂજનીય છે. પોતાનાથી તરછોડાયેલાઓને પારકા તો સાચવે છે ને? એ વડીલો વૃઘ્ધો કયાંક તો સચવાય છે. ને? સંકલ્પનાત્મક દ્રષ્ટિએ આ ખુબ ઉત્તમ વાત છે. અનાથાશ્રમો, મહિલાઓ માટેના આશ્રમો, નારી સંરક્ષણ ગૃહો, દાદા-દાદીની વાડીઓ, વિસામાઓ, વૃઘ્ધાશ્રમો જેવી વ્યવસ્થા, લેવડ દેવડ કરતા લાગણી પરવધુ નિર્ભર છે.
શિક્ષિત સંતાનોમાં સંસ્કારોની ઉપણ દેખાય ત્યારે શિક્ષણનું નીચાજોણું થાય છે. મા-બાપના યોગ્ય ઉછેર જે તે સમયની કાળજી અને ખર્ચેલ નાણા થકી આપણે ઉચ્ચ શિક્ષણ મેળવીએ આ લાયકાત અને યોગ્યતાના આધારે પૈસો- પ્રતિષ્ઠા – માન સન્માન મેળવીએ. અને પછી એમની લાગણીને ઠેસ પહોંચાડીએ તે કેટલું વ્યાજબી ?
ખરેખર તો વૃઘ્ધાશ્રમમાં જતા વૃઘ્ધોની સંખ્યા ઘટાડવા, આવા શિક્ષિત દંપતિઓએ લોકશિક્ષણની ભુમિકા ભજવવી જોઇએ.શું નવી પેઢીસ મા-બાપને સાથે રાખી જૂજ જરુરીયાત સ્નેહપૂર્વક પૂરી ન કરી શકે? જો આમ થઇ શકે તો વૃઘ્ધાશ્રમો વધતાની ઝડપ ઘટે, વેઇટીંગલીસ્ટ ટૂંકા થાય અને આવનારા સમયમાં નવા વૃઘ્ધાશ્રમો બનાવવાની જરુર જ ન રહે.
આપણો મોટાભાગનો સમાજ ‘ભૂલે ભલે બીજું બધું મા-બાપને ભૂલશો નહિ’ એવું ભજન ગાઇને મા-બાપના મહિમાને વધાવે છે અને કટુંબના વૃઘ્ધજનોની નાનામાં જ‚રત પૂરી કરી આપીને એમ આંતરડી ઠારવાની ફરજ બજાવવાનો સંદેશ આપે છે.ભારતીય સંસ્કૃતિ તો એટલે સુધી કહે છે કે, વૃઘ્ધાજનોને તરછોડવા અને વગોવવા એના જેવું અન્ય કોઇ પાપ નથી, વૃઘ્ધાજનોને પ્રેમ અને માર્ગદર્શન ભારતીય સંસ્કૃતિ અને સંસ્કારને જીવંત રાખવાનું મહત્વનું કામ કરે છે.
ઉપર દર્શાવેલા આરમો સંસ્થાઓની સંખ્યા ધટતી જાય અને ક્રમે ક્રમે અગાઉ હતી તેવી કુટુંબ પ્રથા અને દાદા-દાદીની ઉપકારકતા પુન: પ્રસ્થાપિત થાય એ જરુરી લેખાવું જોઇએ, એમ થવાથી સાક્ષરતા વધશે અને સલામતિમાં વૃઘ્ધિ થશે! દેશનાં રાજકીય ક્ષેત્રે જબરાં પરિવર્તન માટે પણ વૃઘ્ધાશ્રમો અને હાલમાં ઉભરાતાં અન્ય આશ્રમો વહેલી તો વિદ્યાધામો તેમજ સાબરમતિ આશ્રમ અને ટોલ્સ્ટોય આશ્રમ જવા આશ્રમો ફેરવાતા રહે એ આપણા સમાજમાં હિતમાં લેખાશે!