વેકેશન હોય કે તહેવારની રજાની એક મજા હોય છે: શની રવિની રજા બાદ સોમવારે કંટાળો વધુ આવે તો  વીક એન્ડના દિવસનો આનંદ તન-મનમાં છવાય જાય છે: રજા પુરી થયા બાદ કામ કરવું ગમતું નથી

રજાના દિવસોમાં કામના દિવસો કરતા  જીવનશૈલી સાથે દિનચર્યા બદલાતી હોવાથી, નકકી કરેલા કાર્યો પણ  અધુરા રહી જાય છે: છાત્રો   કે મોટાઓનો રજાનો દિવસ આરામમાં વધુ પસાર થાય છે:  કયારેક   તો રજાના દિવસે   આડા દિવસો કરતા વધુ કામ જોવા મળે છે

આજથી સાતમ-આઠમનાં તહેવારોની રજા પૂર્ણ થઈને આજથી રૂટીંગ કામ ફરી શરૂ થઈ ગયું. આપણી સંસ્કૃતિમાં  તહેવારોની ઉજવણીની રજાઓનું   વિશેષ મહત્વ હોય છે. એક સાથે  આવતી રજાઓ અને રૂટીંગ કામની મુકિતની  તક મળતા જ આપણે બહાર ફરવા જવાનો  પ્લાન  ઘડતા હોય છે. આપણી શિક્ષણ વ્યવસ્થામાં પણ બે વેકેશનની જોગવાઈ સાથે શની-રવિના મેળમાં આવતી રજાનું આપણી જીવન શૈલીમાં વિશેષ  મહત્વ છે. કામના દિવસો કરતા  ‘રજા’ના દિવસોનો  થાક આપણને વધુ લાગતો હોય છે, જોકે રજાના  દિવસોમાં મોટાભાગે રૂટીંગ  દિવસ કરતા  રીલેકસ મૂડમાં હોવાથી વધુ સમય રેસ્ટમાં જપ સાર થતો હોય છે.

આજકાલની આપણી જીવન શૈલીમાં મોડુ સુવુ ને મોડુ ઉઠવું  સિસ્ટમ પ્રચલીત છે, પણ છાત્રો કે   વ્હેલા કામે જતાનરાઓ પણ રાત્રે મોડ સુવાની   ટેવ વાળા હોય છે. રજાના દિવસોમાં કામ ન કરવાનો પણ થાકલાગતો હોય છે,તેની પાછળ ચાલુ દિવસ કરતા એ દિવસોનું   કાર્ય, દિન ચર્યા બદલાતી હોવાનું જણાયું છે. વેકેશન હોય કે તહેવારની રજા તેની પણ એક મજા હોય છે,    પણ રજા બાદ સોમવારે ફરી એજ રૂટીંગ કાર્યમાં જોડાવાનો લગભગ  બધાને કંટાળો  આવતોહોય છે. એક વાત એ પણ છે કે વીક એન્ડ ના દિવસે તન-મનમાં આનંદ છવાઈ જાય છે.   આજકાલતો વિદ્યાર્થીને પણ શાળા પ્રારંભનાં બેલના અવાજે ટ્રેસ અને શાળા છુટવાનાં    ડંકાના ધ્વનીએ આનંદ જોવા મળ છે.

સૌ વિચારે કે રજાના દિવસોમાં અધુરા કામ પૂરા   કરીશું પણ એજ દિવસ સૌથી    વધુ વ્યસ્ત   હોવાથી  કશુ જ થઈ શકતું નથી. નકકી કરેલા કાર્યો પણ પુરા થતા નથી.ને મોટાભાગનોસમય સુસ્તીમાં કે  આરામમાં   પસાર થતો જોવા મળે છે. ચાલુ દિવસની  દિનચર્યા બાળથી મોટેરામાં લગભગ  ફિકસ જોવા મળતી હોવાથી બધશ મેન્ટલીએ દિશા તરફની તૈયારીઓમાં હોય છે.

આપણા આરોગ્ય માટે અને  સરકારે પણ કામના કલાકો   નકકી કર્યા છે. ત્યારે અમુક લોકો પૈસા   પાછળની દોટમાં ગઘેડાની જેમ  24 કલાક   કામ કરીને સામેથી માંદગીને આમંત્રણ આપે છે. પરિવારની લાલન પાલનની જવાબદારી માટે પૈસો જરૂરી છે. પણ ઘરના મોભીની તબીયત  બગડે એવી રીતે  તો ન જ  હોવી જોઈએ દર અઠવાડીયે 40 કલાકથી વધુ કાર્ય કરવાથી શરીરને  નુકશાન થાય છે. આજે તો ઘેર બેઠા   ઓનલાઈન  સાથે સવારે  કોલેજ કરતા કરતા બપોરે પાર્ટટાઈમ જોબ કરીને યુવાનો ખર્ચ  ઉઠાવે છે.  1917થી અમેરિકામાં  8 કલાક  કામનો નિયમ છે,  બાદમાં એક રજા સપ્તાહમાં શરૂ થઈ હતી.

આજની  ભાગદોડવાળી  જિંદગીમાં રેસ્ટ કરવો જરૂરી છે, આખો દિવસ કામ કર્યા બાદ રાત્રે ઉંઘ લેવાથી શરીરના અંગોને પણ રેસ્ટ મળે છે, આપણો થાક પણ ઉતરી જાય છે.  અને સવારે ફ્રેશ થઈ જઈ એ છીએ. આજે મોટાભાગનાં લોકોને કામ કહોતો   એમ કહે કે સમય જ નથી મળતો, પણ દિન ચર્યાની ગોઠવણ, કામની પ્રાયોરીટી કે આયોજન   વગર કયારેય આપણે જીવનમાં  સફળતા મેળવી શકતા નથી.  ઘણા કામો  જરૂરી હોવાથી તેને  સમય મર્યાદામાં પુરા કરવા જ પડે છે,તો  અમુક માં તમને તે પૂર્ણ કરવાનો સમય  મળતો હોય છે. ચાલૂ દિવસે   આપણી દિનચર્યા નકકી હોવાથી  વચ્ચે આવેલા કામો સમય  એડજસ્ટ કરીને   આપણે પુરા કરતાં હોઈએ છીએ.

આજના યુગમાં  ઈન્ફરમેશન ટેકનોલોજી અને સોશિયલ  મીડિયાના  જમાનામાં આપણો ઘણો સમય તેમાં વેડફાઈ   જતો હોવાથી ઘણીવાર  સમયની ખેંચતાણ થાય કે કામનું ભારણ વધતાં ટ્રેસ જોવા મળે છે. આજે તો બાળથી મોટેરામાં  મોબાઈલનું  ચલણ એટલી હદે વધી ગયું છે. કે આપણને પ્રશ્ર્ન થાય છે કે, દેશની ભાવી પેઢીનું  હવે આવનારા દિવસોમાં શું થશે પહેલાની   માણસોની જીવન શૈલી અત્યાર કરતાં  ઘણી સારી હતી.   તે વહેલા સુઈ જતા  ને વહેલા ઉઠી જતા હતા.  જે આજેતો સાવ ઉલટું થઈ ગયું છે. આજે તો નાનકડું   બાળક પણ 12 વાગ્યા સુધી   જાગતુ જોવા મળે છે.

આપણે ભારતથી બીજા દેશમાં જઈએ ત્યારે તેના સમયમાં અને આપણા સમયમાં   ફેરફાર જોવા મળતાં,  પ્રારંભના ત્રણ ચાર દિવસ આપણને   કે શરીરને   એડજસ્ટ  થતા વાર લાગે છે. બધુ ગોઠવાયા બાદ  ફરી પરત   આવતા અહીં સેટ  થતા બે ત્રણ દિવસ લાગે છે.   શરીર પર હવામાન, કાર્યની જીવન શૈલીની અસર પડતી હોવાથી એ બાબતે આપણે કાળજી  લેવી જરૂરી છે. શની-રવિની રજા હોવા છતાં   આપણે બધા કામો પુરા કરી શકતા  નથી. એજ બતાવે છે કે આપણે સમય પાબંદી સાથે   રૂટીંગ કાર્યોની જીવન શૈલીમાં જીવવા ટેવાય ગયા છીએ.સૃષ્ટિમાં પશુ-પંખી જાનવરો તમામ તેની આદિકાળથી  ચાલી આવતી  જીવન શૈલીમાં  જીવે છે,  એકમાત્ર માનવી એ આંધળા અનુકરણે જીવન શૈલી બદલતાં હવે તે મુશ્કેલીમાં  મુકાયો  છે, રજાનો પણ આનંદ   માણી શકતો નથી.    પ્રવર્તમાન  યુગમાં હવે તો   તહેવારોની મજા-રોનક-ઉત્સાહ તેના આગલા દિવસે જ જોવા મળ છે.  એકવાત નકકી  છે કે બધું જ ભલે બદલાય પણ આપણે આપણી   જીવન શૈલી એવી રાખીએ કે બે ટાણા રોટલા ખાયને નિરાંતે   મીઠી   નિંદર માણી  શકીએ, માનસિક સ્વાસ્થ્ય  આજના યુગમાં સૌથી  અગત્યની બાબત છે.

રજાનો આનંદ  કે ‘આનંદ’ની  રજા !

એક સપ્તાહ સુધી કાર્ય કર્યા બાદ શરીરને   આરામ મળી શકે તેમાટે વીક એન્ડ હોલીડેની  વ્યવસ્થા છે, રજા આપણને ઉત્સાહ ઉમંગ અને આનંદોત્સવ કરાવે છે,  ઘણીવાર આપણને વિચાર આવે કે  રજાનો આનંદ  છે, કે આનંદની જા છે. જીવનમાં   શારીરિક   સ્વસ્થતા સાથે માનસિક સ્વસ્થતા જરૂરી છે,  અને એટલા માટે  જ રજા આવે છે. આપણાં દેશમાં વરસે દહાડે 50 થી વધુ રજાઓઆવે છે. જે આપણને આનંદ  આપે છે. તહેવારો માં સાતમ-આઠમ, ગણેશોત્સવ, દિવાળી, નવરાત્રી, હોળી-ધૂળેટી, સંક્રાંત જેવા વિવિધ  તહેવારો આપણી ભારતીય સંસ્કૃતિની  પરંપરા છે,  જેમાં આપણે તન-મન-ધનથી જોડાઈએ છીએ.‘શની-રવિની રજાને પહેલી તારીખનો  પગાર, મધ્યમ  વર્ગ માટે સૌથી   મહામુલા આનંદ ઉત્સવ છે’

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.