Table of Contents

પ્રાથમિક શાળાનાં પાઠ્યપુસ્તકોમાં ઘણી બધી બોધકથાઓ બાળકને ભણાવવામાં આવી રહી છે. જેમાંની સૌથી લોકપ્રિય કહી શકાય એવી વાર્તા છે, કીડી અને તીડની! ચોમાસામાં ઘર બનાવવા તેમજ ખોરાક એકઠો કરવા માટેની એકની મહેનત અને બીજાની આળસની વાત હવે જગજાહેર છે.

આપણામાંથી મોટાભાગનાં લોકોએ નાનપણમાં ક્યાંકને ક્યાંક તીડ (તિત્તીઘોડો,કંસારી) અને કીડી વચ્ચેનાં સંઘર્ષની વાર્તા સાંભળી જ છે! આમ છતાં આજે એ કહાનીમાં પરિવર્તન લાવવા માટે ફરી એકવાર તેનું અહીં પુનરાવર્તન કરીએ. ઉનાળુ મૌસમ ચાલી રહી છે. કીડીનું એક ટોળું છેલ્લા ઘણા દિવસોથી પોતાનાં ખોરાકનો સંગ્રહ કરવામાં મચી પડ્યું છે. તેમને ભય છે કે અગર વહેલામાં વહેલી તકે ખોરાકનો સંગ્રહ ન થઈ શક્યો તો આખું ચોમાસું ભૂખેથી ટળવળવું પડશે. આથી બધી જ કીડી પોતાની નૈતિક જવાબદારી નિભાવીને આખો દિવસ એક કતાર બનાવી, સાકર-ખાંડનાં દાણા અને લોટ એકઠો કરી રહી છે. તેનાથી થોડે જ દૂર બેસેલું તીડ એમની આ હરકત પર હસી રહ્યું છે.

કિડીઓ પાસેથી પ્રોજેકટ મેનેજમેન્ટ શીખવા જેવુ છે…

રિપોર્ટ્સમાં એ હકીકત સામે આવી કે, જમીનમાં ઉંડે સુધી ટનલ બનાવવા પાછળની મહેનતમાં મોટાભાગનું (70 ટકા) કામ ફક્ત 30 ટકા કીડીએ જ કર્યુ છે. બાકીની તમામે ટનલની બહાર બેસીને આરામ જ ફરમાવ્યો છે!

કીડીનાં આ બિહેવિયર પરથી વૈજ્ઞાનિકો એ તારણ પર પહોંચ્યા કે કામનું વિભાજન કરવા જેટલી બુદ્ધિક્ષમતા કીડી પાસે છે. કોણે બહાર બેસીને રાહ જોવી જોઇએ અને કોણે કામ પર લાગી જવું જોઇએ એની પૂરતી સમજ એમની પાસે છે એ અહીં સિદ્ધ થયું

બીજી બાજુ, કીડીનું ઝૂંડ તીડની ગુસ્તાખી પર આંખ આડા કાન ધરી રહ્યું છે. તેમને હાલ જરાક પણ સમય ગુમાવવો પાલવે એમ નથી! તીડથી રહેવાયું નહીં ને એણે કીડીને પૂછી લીધું કે આટલી બધી ફાલતુ મહેનત શા માટે કરી રહી છે? હજુ તો ચોમાસુ આવવાને ખાસ્સો સમય છે. આટલા મહિનાઓ દરમિયાન કામ કરવાને બદલે આરામ ફરમાવવામાં વધુ સુખ છે! મને જો! કોઇ પ્રકારની બળતરા છે? ઉનાળો પૂરો થવા આવશે એ વખતે હું આરામથી મારો ખોરાક એકઠો કરીશ. કીડી એકીચિત્તે તીડની વાતો સાંભળી રહી હતી. મનોમન તેને હસવું જ આવતું હતું! કેટલું નાદાન છે. ચોમાસુ આવવાને ત્રણ મહિના જ બાકી રહી ગયા છે અને આને હજુ પોતાની જાત વિશે કશી જ નથી પડી. તીડને સમજાવવાનો કીડીએ પૂરો પ્રયત્ન કર્યો. પરંતુ પેલો મૂર્ખબુદ્ધિ ન સમજ્યો તે ન જ સમજ્યો. તીડની આળસુ વૃતિ તેને આગળ જતાં ભારે પડી અને તેણે ચોમાસુ આવતાં પહેલા સુધી પોતાનાં દાણાપાણીની કોઇ વ્યવસ્થા ન કરી. ધોધમાર વરસાદ વરસવાનો ચાલુ થયો! કીડી તો ઝટપટ પોતાનાં દરમાં ભરાઈ ગઈ. પણ તીડ પાસે નહોતું એવું કોઇ ઘર કે નહોતું દિવસો સુધી ચાલી શકે એટલું ભોજન! તેને પોતાની ખોટી કારણ વગરની ઠેકડી ઉડાડવાની આદત પર શરમ આવી. કીડીનાં ઝૂંડ પાસે આવી તેમની પાસેથી એકતાનાં પાઠ તેણે શીખ્યા!

ઉપરોક્ત વાર્તા પરથી આપણને શીખવવામાં આવેલા બોધપાઠ, (1) કીડીનાં જૂથમાં રહેલી એકતા અને હળીમળીને કામ કરવાની આદત અને (2) આળસ કર્યા વગર વેળાસર પોતાનું કામ પૂરી કરી લેવાની વૃત્તિ. વાતનું તાત્પર્ય એ છે કે તાજેતરમાં ‘જ્યોર્જિયા ઇન્સ્ટિટ્યુટ ઓફ ટેક્નોલોજી’નાં વૈજ્ઞાનિકે કરેલા કેટલાક પ્રયોગોનાં તારણો પરથી ઉપરની બંને શિખામણોને જરાક બદલવી પડે એવી પરિસ્થિતિ ઉભી થઈ છે ! તેમણે ખોરાકનાં પરિવહન માટે જમીનમાં ટનલ-સુરંગ બનાવતી કીડીઓનાં શરીર પર કેટલાક રંગો વડે કોડ નક્કી કર્યા, જેથી તેની પ્રવૃત્તિ પર નજર રાખી શકાય. વીડિયો દ્વારા કીડીનાં સમગ્ર જૂથ પર ચાંપતી નજર રાખવામાં આવી. રિપોર્ટ્સમાં એ હકીકત સામે આવી કે, જમીનમાં ઉંડે સુધી ટનલ બનાવવા પાછળની મહેનતમાં મોટાભાગનું (70 ટકા) કામ ફક્ત 30 ટકા કીડીએ જ કર્યુ છે. બાકીની તમામે ટનલની બહાર બેસીને આરામ જ ફરમાવ્યો છે! એની પાછળનું સૌથી મહત્વનું કારણ એ કે, કીડી પાસે પોતાની આગવી બુદ્ધિક્ષમતા હોવાને લીધે તેઓ સમજી જાય છે કે જમીનનાં ખોદકામમાં અગર આખું જૂથ એકીસાથે કામ પર લાગી ગયું તો નાનકડી જગ્યામાં ભીડનું પ્રમાણ વધી જશે ! આથી ટનલનું કાર્ય સરળતાથી પૂરું થઈ શકે એ માટે કેટલીક કીડી પોતાની મેળે જ તેનાં દરની બહાર રોકાઈને અન્યોનું કામ પૂરું થવાની રાહ જુએ છે ! વૈજ્ઞાનિકોએ નિશાન કરેલી 30 ટકાઓ કીડીમાંની કેટલીક એવી હતી જેમણે પાંચ-પાંચ કલાક એકધારું કામ કરીને ટનલનાં ખોદકામનું કાર્ય પૂરું કર્યુ હતું..!

જ્યોર્જિયા યુનિવર્સિટીનાં ભૌતિકશાસ્ત્રી ડેનિયલ ગોલ્ડમેનનાં નેતૃત્વ હેઠળ સમગ્ર પ્રયોગ હાથ ધરવામાં આવ્યો હતો. અમુક કીડીઓને નિશાન બનાવીને એમણે ખાસ પ્રકારનાં કલર-કોડ વડે એમને અલગ તારવી. 30 ટકા કીડીઓએ પોતાનું 70 ટકા કામ પૂરું કર્યું. જ્યારે બાકીની 70 ટકા કીડીઓએ એમની નાનકડી સુરંગની બહાર બેસીને ફક્ત રાહ જોઈ. એમાંની કેટલીકે તો એટલી હદ્દે રાજાશાહી ભોગવી કે સુરંગમાં અંદર જઈને અન્ય કીડી સાથે કામ કરવાની વાત તો દૂર, પરંતુ પાંચ-પાંચ કલાક સુધી પોતાની જગ્યા પરથી હલી સુદ્ધાં નહીં..!

કીડીનાં આ બિહેવિયર પરથી વૈજ્ઞાનિકો એ તારણ પર પહોંચ્યા કે કામનું વિભાજન કરવા જેટલી બુદ્ધિક્ષમતા કીડી પાસે છે. કોણે બહાર બેસીને રાહ જોવી જોઇએ અને કોણે કામ પર લાગી જવું જોઇએ એની પૂરતી સમજ એમની પાસે છે એ અહીં સિદ્ધ થયું. નોંધનીય બાબત તો એ પણ છે કે, કીડીનું ક્રાઉડ મેનેજમેન્ટ માનવજાતને વાસ્તવિક જિંદગીમાં પણ ઘણું કામ આવી શકે એમ છે. રક્તકણો સુધી દવાની અસર પહોંચાડવા માટે નેનો-બોટ્સને શરીરનાં કોષમાં પ્રવેશ કરાવવાની પ્રક્રિયામાં તેનો ઉપયોગ થઈ શકે.

આથી હવે બાળકોને ભણાવાતી વાર્તામાં પણ થોડોક સુધાર તો લાવવો જ પડશે ને ? 70 ટકા કીડી પોતાનાં કામકાજથી દૂર રહીને મોટાભાગનો દિવસ આરામ કરે છે અને બાકીની 30 ટકા પોતાનાં ભાગનું કામ ખંતપૂર્વક પૂરું કરીને બાકીની કીડી માટે રહેઠાણ બનાવી આપે છે..! કીડીનું ઝૂંડ કામે વળગ્યું અને એક પછી એક એમ બધી જ કીડીઓએ ફટાફટ પોતાના ભાગનું કાર્ય પૂરું કરી તીડને સબક શીખવાડ્યું જેવા બોધપાઠને હવે ટા-ટા બાય-બાય કહેવાનો વખત પાકી ગયો છે. સમય સાથે તો માણસ પણ બદલાયો છે, તો પછી કીડી-પ્રજાતિમાં કોઇ જાતનું પરિવર્તન નહીં આવે એવું તો વિચારી પણ કઈ રીતે શકાય..!? બાય ધ વે, આળસ છોડીને મહેનત કરતાં રહેવાની શીખ પણ મળતી રહે એ માટે વાર્તામાં ફિક્શનલ એલિમેન્ટ્સ ઉમેરવાની છૂટ છે!!

તથ્ય કોર્નર

કીડીઓને બે પેટ હોય છે!

વિશ્ર્વભરમાં કીડીઓની લગભગ 12000 પ્રજાતિ અસ્તિત્વ ધરાવે છે.

વાઇરલ કરી દો ને

આપણે કોલેજમાં પણ 70 ટકા ભણતર તો પેલ્લી પાટલી પર બેસનારા જ કરી લેતા બાકીનું વધ્યું ઘટ્યું 30 ટકા બાકીનામાં વહેચાતું થોડું થોડું

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.