અયોઘ્યા મંદીર નિમાર્ણ માટે જંગને ટાંકણે અજબ જેવો સવાલ !
બાબરી મસ્જીદના સનસનીખેજ ઘ્વંશ અને અયોઘ્યામાં રામજન્મ ભૂમિ મંદિરનાં ભવ્યાતિભવ્ય નિર્માણની આક્રોશભરી માગણીને વીસ વર્ષે વિતી ગયા છે અને વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીને લોકસભાની ચૂંટણીમાં આ દેશની પ્રજાએ ૩૦૦ બેઠકો સાથે પ્રચંડ વિજય અપાવ્યો છે તેના પ્રકાશમાં વિશ્ર્વ હિન્દુ પરિષદે અને સાધુસંતોની ધર્મસભાએ અયોઘ્યા મંદીરનાં નિર્માણ માટે પુન:અવાજ ઊઠાવ્યો છે.
બરાબર આ ટાંકણે જ દેશનાં મંદિરોની બહાર ચોવીસ કલાકના ચોકી પહેરો શા માટે મૂકવો પડે છે, એવી બૂમરાણનો અહેવાલ બહાર આવ્યો છે.
વિખ્યાત ગુજરાતી કવિશ્રી કરસનદાસ માણેકે લખેલું એક કાવ્ય અહીં ટાંકવા જેવું છે.
ર્ર્“એક દિન આંસું ભીના રે, હરિનાં લોચિનિયાં મેં દીઠાં
તેમણે કરેલા વર્ણન મુજબ મંદિરમાં તહેવારના અવસરે ‘અન્નકુટ’નો ઉત્સવ… બત્રીસ જાતના ભોજન… સાજન- માજનની ભીડ..
ચાંદીની ચાખડીઓ અને અતલસના વસ્ત્રો…..
મંદિરની અંદર પૂજા-આરતીની રંગત…. જબરો ધકધમાટ…..
કવિતાની છેલ્લી પંકિતમાં કવિએ લખ્યું છે, દેવ દ્વારની બહાર ભટકતા, ટુકડા કાજ ટટળતા, તે દિન આંસુભીનાં રે હરિનાં લોચનિયાં મેં દીઠાં….
આ દેશના મંદિરોમાં અત્યારે પણ ચોવીસ કલાકનો ચોકી પહેરો જોઇ શકાય છે તે શા માટે?
મૂળ સવાલ એવો છે કે, આજકાલ મંિેદરોની બહાર પણ બંદુકધારી ચોકી પહેરા ગોઠવવામાં આવે છે, શું ઇશ્ર્વરના રક્ષણ માટે આવા પહેરા વાજબી છે? ઇશ્ર્વર પોતાનું રક્ષણ પોતે ના કરી શકે તેટલો કાયર છે?
આનો જવાબ એવો છે કે, મંદિરની બહાર જે ચોકીપહેરા હોય છે તે ઇશ્ર્વરનો એટલે કે મૂર્તિના રક્ષણ માટે નથી હોતા, પરંતુ એ મૂર્તિ મોહને કારણે લોકોએ એકઠાં કરેલા પરિગ્રહના રક્ષણ માટે હોય છે. મૂર્તિ ઉપર સોનાચાંદીના આભૂષણોના ઢગલા હોય છે તેના રક્ષણ માટે ચોકી પહેરો જરુરી બને છે. ભકિત જયારે વૈવલી અને આડંબભરી બને છે. ત્યારે સાત્વિકતા ગુમાવી બેસે છે. જે ખાતી નથી એવુ મૂર્તિ કે છબીને
વેવલા ભકતો દોડી દોડીને ખવડાવવા જાય છે અને જે ભૂખ્યો છે તેવા ભિખારીને હડધૂત કરે છે. ભગવાનના જન્મ દિવસો, વિવાહ મહોત્સવો ઉજવાય છે અને તેની પાછળ કશાય કારણ વગર કરોડો ‚પિયા વેડફાય છે. ગરીબ સ્ત્રીને પ્રસૂતિ વખતે મદદ કરનારા લોકો કેટલા છે? ગરીબના ઘેર લગ્ન પ્રસંગે મદદ કરનારા કેટલા છે? આપણને સાચો સાત્વિક ધર્મ નથી ખપતો, આપણને ઢોગ-ધતિંગ અને આડંબર જ ગમે છે ચોકી પહેરા દ્વારા ખરેખર તો આપણે આપણાં એ ઢોગ-ધતિંગ અને આડંબરનું જ રક્ષણ કરીએ છીએ !
આ બાબતમાં મતમતાંતર હોઇ શકે છે. પરંતુ આપણા દેશમાં અત્યારે મંદિરોમાં પૂરેપૂરી સલામતી હોવાનું કહી શકાય તેમ નથી.
આપણે ત્યાં મંદિરોમાં પ્રવેશતાં જ એવું લખાણ નજરે પડે છે કે ખિસ્સા-પાકીટ અંગે સાવધ રહેવું.
બુટ-ચપ્પલ – પગરખાં સચવાઇ નહિ એ માટે એના સ્થાને મૂકવાં અને એને લગતો બીલો મેળવી લેવો.
મંદિરમાં બુટ, ચપ્પલ ગુમ થવાની ઘટનાઓ બની જ છે.
મંદિરોમાં ભગવાનની પ્રતિમાઓ પર આભૂષણો હોય છે, જ ‘સુરક્ષા’ને આધીન રહે છે.
આપણો ઇતિહાસ દર્શાવે છે કે, આપણા દેશના વિશ્ર્વ વિખ્યાત સોમનાથ મંદીરમાં શંકર ભગવાનની મૂર્તિને ખંડીત કરીને એ કિંમતી ઘરેણાં લુંટાયાં હતાં.
આવી ધટનાઓ ભકતોમાં એવી મુંઝવણ સર્જી શકે કે, વિદેશી લૂંટારાઓ આપણા ભગવાનની પ્રતિમાઓને ક્રૂર રીતે ખંડીત કરે અને એમના શણગાર સમા ધરેણાઓ લુંટીને જતા રહે તો પણ આપણા શ્રીરામ, શ્રી કૃષ્ણ, શંકર ભગવાન એવા લુંટારાઓ સામે શું અવાજ ન ઉઠાવી શકે અને એમનું રક્ષણ ન કરી શકે?
બીજો એક સવાલ એ અવો પણ ઉઠે છે કે, જે પ્રજા પોતાના દેશદેવીઓ અને ભગવાનની પ્રતિમાઓની રક્ષા ન કરી શકે એણે મંદિરો ન બાંધવા જોઇએ…
આપણો દેશ સોમનાથ, રામજન્મ ભૂમિ અને વારાણસીના મંદીરોની રક્ષા નથી કશી શકયો એમ ઇતિહાસ કહે છે.
આ બાબત અતિ ગંભીર છે એ અંગે ગંભીરપણે વિચારીને જરુરી પગલાં લેવાં જ પડે!
આપણાં દેશનાં મંદિરોમાં અઢળક સંપત્તિ અને સોના-ચાંદીના ધરેણાઓ છે એ ભૂલવા જેવું નથી.
આ સંપતિ આખરે કોની એ સવાલ પણ ઓછો મહત્વનો નથી !