International Day of Sign Language 2024 એ બહેરા સમુદાયને સમજવા અને તેમના અધિકારોનો આદર કરવાની તક પૂરી પાડે છે. આ દિવસ દર વર્ષે 23 સપ્ટેમ્બરે ઉજવવામાં આવે છે. તો ચાલો જાણીએ કે શા માટે સાંકેતિક ભાષાનો આંતરરાષ્ટ્રીય દિવસ ઉજવવામાં આવે છે. તેની શરૂઆત કેવી રીતે થઈ અને આ વર્ષની થીમ શું છે.
વિશ્વમાં સાત કરોડથી વધુ બહેરા લોકો, જે 300થી વધુ પ્રકારની સાંકેતિક ભાષાનો કરે છે ઉપયોગ
વિશ્વ સાંકેતિક ભાષા દિવસ : સાઈન લેંગ્વેજનો દિવસ 2018થી વૈશ્ર્વિક સ્તરે ઉજવાય છે: બહેરા લોકો પૈકી 80 ટકા વિકાસશીલ દેશેામાં રહે છે: ઈન્ડિયન સાઈન લેંગ્વેજ એ ભારતના બહેરા સમુદાયની નેચરલ વિઝયુઅલ મેન્યુઅલ લેંગ્વેજ છે
વર્લ્ડ ફેડરેશન ઓફ ડેફની સ્થાપના 1951માં કરવામાં આવી હતી : યુએન સાંકેતિક ભાષાઓને સંપૂર્ણ રીતે વિકસિત કુદરતી ભાષા તરીકે વ્યાખ્યાયિત કરે છે આ વર્ષની થીમ: ‘સાઈન અપ ફોર સાઈન લેંગ્વેજ રાઈટસ’
આપણને કોઈનો અવાજ ન સંભળાતો હોય તો આપણે તેને શું જવાબ આપી શપીએ. સંભળાય છે, એટલે મગજનાં દિશા સુચન વડે વિચારીને આપણે જવાબ આપતા હોય છીએ. તમને જાણીતે નવાઈ લાગશે કે દુનિયામાં સાડાસાત કરોડથી વધુ લોકો સાંભળતા જ નથી તે ફકત એક બીજા સાથે ઈશારા કે ચોકકસ સાઈન લેંગ્વેજથી વાતો કે કાર્યો કરતા હોય છે. આજે વિશ્ર્વ સાંકેતિક ભાષા દિવસ છે. દુનિયામાં સાંભળવાની ક્ષતી ધરાવતા તમામ લોકો 300થી વધુ વિવિધ સાંકેતિક ભાષાનો ઉપયોગ કરે છે. 2017માં યુએનએ આ દિવસની સતાવાર જાહેરાત કરાઈ હતી 2018થી ઉજવાતા આ દિવસની ઉજવણીથીમ ‘સાઈન અપફોર સાઈન લેંગ્વેજ રાઈટસ અર્થાંત આવા દિવ્યાંગોના માનવ અધિકારોનું રક્ષણ કરે, તેને મળતી તમામ સહાય અને લાભો મળવા જ જોઈએ.
સાત કરોડથી વધુ બહેરા લોકો પૈકી 80 ટકાથી વધુ વિકાસશીલ દેશોમાં રહે છે. સાંકેતિક ભાષાઓ સંપૂર્ણ રીતે વિકસિત કુદરતી ભાષા છે, જે બોલાતી ભાષાઓથી માળખાકીય અલગ પડે છે. વૈશ્ર્વિક સ્તરે પણ સાઈન લેંગ્વેજ છે પણ અલગ અલગ દેશોમાં તે થોડી અલગ પડતી જોવા મળે છે. સાંભળવાની ક્ષતિ ધરાવતા લોકો વૈશ્ર્વિક મીટીંગ કે અનૌપચારિક રીતે મુસાફરી કરતી વખતે હોય છે. વર્લ્ડ ફેડરેશન ઓફ ડેફની સ્થાપના 1951માં કરવામાં આવી હતી યુએનની સાંકેતિક ભાષાઓને સંપૂર્ણરીતે વિકસિત કુદરતી ભાષા તરીકે કરે છે. દુનિયામાં પ્રથમવાર 1958માં સપ્ટેમ્બરમાં આખુ વિક ઉજવાયું હતુ બહેરા લોકો તેમની રોજીંદા જીવનમા જે મુશ્કેલીનો સામનો કરે છે, તે અંગે જાગૃતી લાવવા માટે હિમાયત કરે છે.
2006માં અપનાવેલ યુએન ક્ધવેન્શન ઓન ધ રાઈટસ ઓફ પર્સન્સ વિથ ડિસેબિલિટીઝની 20મી વર્ષગાંઠ નજીક આવી રહી છે. ત્યારે આવા દિવ્યાંગોનાં ભાષાકીય માનવ અધિકારોના અમલીકરણ તરફ પ્રયત્ન કરીએ. વિશ્ર્વ સાંકેતિકભાષા દ્વારા વૈશ્ર્વિક એકતાને ઉજાગર કરીએ વિકલાંગ વ્યકિતઓનાં અધિકારોના સંમેલનમા પણ સાંકેતિક ભાષાના ઉપયોગને માન્યતા આપે છે. આજે તો ટીવી સમાચારો કે જાહેર કાર્યક્રમોમાં પણ આ સુવિધા રખાય છે. તે લોકોની સ્પેશિયલ સ્કુલોમાં તેના નિષ્ણાંત શિક્ષકો દ્વારા તેને શિક્ષણ અપાય છે, શિક્ષણ સિવાય તેની વિવિધ કલા જેવી કે સંગીત, ચિત્ર, નૃત્ય અને રમત ગમતમાં પણ તાલીમ અપાય છે. વધતી જતી મેડીકલ સુવિધા અને શોધ સંશોધનથી ઓછી બહેરાશ વાળાને મશીન દ્વારા સાંભળતા કરાય છે. આવા દિવ્યાંગ લોકો માટે વાત ચિત બોલવાની સમજવાની કે ઈશારાની ભાષા જ સાંકેતિક હોવાથી તેને બંને ને વાત કરતા જોઈએ ત્યારે આપણને અચરજ થાય તો ધણીવાર આપણે પણ થોડુ સમજવા લાગીએ છીએ.
સાઈન લેંગ્વેજ એટલે કોઈપણ વાતનો સંકેત આપવો. એટલે જ તેને સાંકેતિક ભાષા કહેવાય છે. આપણે બોલતા લોકો પણ ધણીવાર જ નહી પણ નિયમિત ઈશારા કરીને બીજાને સમજાવવીએ છીએ. આપણી આ ભાષામા હાથનો અને આંખનો ઉપયોગ કરીએ છીએ. જેમકે કોઈને આપણે બોલ્યા વગર માત્ર હાથ ઉચો કરીને આવજો કહીએ છીએ. સાંભળી ન શકનાર દિવ્યાંગ ખૂબજ સરળ રીતે એક બીજાને પરિચય આપતા હોય છે. તેને વાત કરતા જોવામાં અનેરો આનંદ આવે છે. આજનો દિવસ આવા લોકો માટે સાંકેતિક ભાષાની પહોચ, શિક્ષણ સુવિધાથી તેનો વિકાસ થાય તેવી સવલતો ઉભી કરવાની છે. સાંસ્કૃતિક વિવિધતામાં પણ આ સાઈન લેંગ્વેંજ મહત્વનો ભાગ ભજવે છે.
આજે સમગ્ર વિશ્ર્વમાં સાંકેતિક ભાષાઓ દ્વારા એકતા પેદા થઈ છે. સાઈન લેંગ્વેંજનો અર્થ વ્યક્ત કરવા માટે હાથની હિલચાલ, ચહેરાના હાવભાવ અને શારીરીક ભાષાનો ઉપયોગ કરે છે, જે તેમને અનન્ય અને અભિવ્યકત બનાવે છે. આવી ભાષામાં પણ આપણી જેમ તેનું વ્યાકરણ અને શબ્દ ભંડોળ હોય છે, તે પણ જટીલ વિચારો અને લાગણી વ્યકત કરી શકે છે. આ ભાષા શીખવાથી જ્ઞાનાત્મક કૌશલ્યોમાં સુધારો થઈ શકે છે. તેના વૈશ્ર્વિકસ્તરે 300થી વધુ પ્રકારો છે. આ ભાષા એક દેશથી બીજા દેશમાં અલગ હોય છે. આ ભાષામાં પણ પ્રાદેશિક ઉચ્ચારો હોઈ શકે છે.
આજનો દિવસ એકતા પર ભાર મૂકે છે, જે સાંકેતીક ભાષાઓ લાવે છે, અને તેના પર ધ્યાન કેન્દ્રીત કરે છે. સંકેત ભાષા એ પુલ છે, જે બહેરા સમુદાયને સાંભળવાની દુનિયા સાથે જોડે છે આ ભાષા સાચી સુંદરતા, લાગણીઓ અને વિચારોને અભિવ્યકત કરવાની ક્ષમતા ધરાવે છે. સંકેત ભાષાએ માત્ર સંદેશા વ્યવહારનું સ્વરૂપ નથી, તે હૃદયની ભાષા પણ છે.
સાંકેતિક ભાષાએ તમામ ભાષાઓમાં સૌથી વધુ માનવીય છે
સાંકેતિક ભાષા આપણને ચેક કરે છે, કારણ કે તે હૃદયની ભાષા છે. આ ભાષા સાંભળતા કે ન સાંભળતાને એક સાથે લાવે છે, તે વિવિધ સમુદાયો વચ્ચે જોડાણો અને સમજણ બનાવવામા મદદરૂપ થાય છે. સમાવેશની શરૂઆત સમજણથી થાય છે, અને સમજણ સાંકેતિક ભાષા શીખવાથી શરૂ થાય છે. આવી ક્ષમતી વાળા દિવ્યાંગો માટે સમસ્યામાં શ્રેષ્ઠ નિવારણ માટે સંદેશા વ્યવહારનું પ્રબળ માધ્યમ છે. હિન્દી ફિલ્મ ‘પુષ્પક’ એક પણ સંવાદ વગરની ફિલ્મ જોવા છતા આપણને સમજાઈ ગઈ હતી. બહેરા માટે ખાસ શાળાની સ્થાપના 1760માં પેરીસમાં શરૂ કરવામાં આવી હતી.
સાંકેતિક ભાષાનો આંતરરાષ્ટ્રીય દિવસ 2024 : દરેક ભાષાની પોતાની એક અલગ સુંદરતા હોય છે. ભારતની વાત કરીએ તો દરેક નાના-મોટા અંતર જતાં ભાષામાં થોડો બદલાવ આવે છે. જે તેની સુંદરતામાં વધારો કરે છે. આ એક બોલચાલની ભાષા બની ગઈ છે. પણ જેઓ બહેરા કે મૂંગા છે તેમની પાસે પણ એક ખાસ ભાષા છે. જેને આપણે સાંકેતિક ભાષા કહીએ છીએ.
આંતરરાષ્ટ્રીય સાંકેતિક ભાષાનો દિવસ દર વર્ષે 23 સપ્ટેમ્બરે ઉજવવામાં આવે છે. આ એક ખાસ દિવસ છે જ્યારે વિશ્વભરમાં સાંકેતિક ભાષાના મહત્વ અને બહેરા લોકોના અધિકારો વિશે જાગૃતિ લાવવામાં આવે છે. 2017 માં, વર્લ્ડ ફેડરેશન ફોર ધ ડેફ દ્વારા આ દિવસની ઉજવણી કરવાનું શરૂ કર્યું. આ દિવસ દર વર્ષે નવી થીમ સાથે ઉજવવામાં આવે છે. આ લેખમાં આપણે જાણીશું કે આ દિવસની ઉજવણી શા માટે જરૂરી છે અને આ વર્ષની થીમ શું છે.
સાંકેતિક ભાષા શું છે
જ્યારે આપણે શરીરના અંગો દ્વારા આપણી જાતને વ્યક્ત કરીએ છીએ, ત્યારે તેને સાંકેતિક ભાષા કહેવામાં આવે છે. ઉદાહરણ તરીકે, જો કોઈ વ્યક્તિ સાંભળવામાં અસમર્થ હોય, તો અમે તેને આંગળીઓ અથવા હાથના ઈશારા દ્વારા સમજાવીએ છીએ. વિકલાંગ લોકો માટે સાંકેતિક ભાષાનું ઘણું મહત્વ છે.
સાંકેતિક ભાષાના આંતરરાષ્ટ્રીય દિવસનું મહત્વ
જેમ દરેક ભાષાનું પોતાનું વ્યાકરણ અને શબ્દભંડોળ હોય છે તેમ સાઇન લેંગ્વેજનું પણ પોતાનું વ્યાકરણ અને નિયમો હોય છે. જેમ દરેક દેશમાં બોલાતી ભાષા અલગ-અલગ હોય છે. તેવી જ રીતે દરેક દેશમાં એક જ વસ્તુને સમજાવવા માટે અલગ-અલગ ચિહ્નોનો ઉપયોગ કરવામાં આવે છે.
વિશ્વભરમાં લગભગ 7 કરોડ લોકો બહેરા છે. તેથી, સાંકેતિક ભાષા તેમના માટે ખૂબ જ જરૂરી છે. જેથી તેઓ પોતાને અન્ય લોકોને સમજાવી શકે અને અન્ય લોકો શું કહે છે તે સમજી શકે. આ ભાષા બહેરા લોકોના સામાજિક સમાવેશ અને જીવનની ગુણવત્તા વધારવામાં મહત્વની ભૂમિકા ભજવે છે. તેથી લોકોને આ ભાષાઓના મહત્વ વિશે જાગૃત કરવા માટે આંતરરાષ્ટ્રીય સાંકેતિક ભાષા દિવસની ઉજવણી કરવી ખૂબ જ મહત્વપૂર્ણ છે.
સાંકેતિક ભાષાઓની વિવિધતા
અમેરિકન સાઇન લેંગ્વેજ (ASL), બ્રિટિશ સાઇન લેંગ્વેજ (BSL), ભારતીય સાઇન લેંગ્વેજ (ISL) અને અન્ય ઘણી સહિત વિશ્વભરમાં સેંકડો વિવિધ સાંકેતિક ભાષાઓ અસ્તિત્વમાં છે. દરેક સાંકેતિક ભાષાનો પોતાનો ઇતિહાસ, સંસ્કૃતિ અને લાક્ષણિકતાઓ હોય છે.
આ વર્ષની થીમ શું છે?
આ વર્ષે ‘સાઇન અપ ફોર સાઇન લેંગ્વેજ રાઇટ્સ’ થીમ સાથે આંતરરાષ્ટ્રીય સાંકેતિક ભાષા દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે.
આંતરરાષ્ટ્રીય સાંકેતિક ભાષા દિવસનો હેતુ
સાંકેતિક ભાષાના મહત્વ વિશે જાગૃતિ કેળવવી.
બહેરા સમુદાયના અધિકારોને પ્રોત્સાહન આપવા.
સાંકેતિક ભાષાના શિક્ષણ અને ઉપયોગને પ્રોત્સાહિત કરવા.
બહેરા લોકોના સામાજિક સમાવેશને પ્રોત્સાહન આપવું.
કેવી રીતે ઉજવણી કરવી
આંતરરાષ્ટ્રીય સાંકેતિક ભાષા દિવસને વૈશ્વિક અવલોકન તરીકે ચિહ્નિત કરવામાં આવે છે અને વિશ્વભરના દરેક દેશમાં ઉજવવામાં આવે છે. સાંકેતિક ભાષાઓ વિશે જાગૃતિ લાવવા માટે ઘણા કાર્યક્રમો યોજવામાં આવે છે. તમે તમારી આસપાસના લોકોને સાંકેતિક ભાષા શીખવા માટે પ્રોત્સાહિત કરીને આ આંતરરાષ્ટ્રીય સાંકેતિક ભાષા દિવસની ઉજવણી કરી શકો છો અને તમારે પણ તે શીખવું જોઈએ. સરકારી અને બિન-સરકારી કંપનીઓ આજે પણ સંબંધિત સામગ્રી દર્શાવતી વિવિધ વર્કશોપ અને ઝુંબેશનું આયોજન કરે છે. તમે આ ઇવેન્ટ્સમાં ભાગ લઈ શકો છો.