myad
myad

તમે જોયું હશે કે, નવા ટાયરોમાં નાના-નાના સ્પાઈક જેવા કેટલાક સ્ટ્રક્ચર જોવા મળે છે. ત્યારે સવાલ એ છે કે, આ કેમ લગાવવામાં આવે છે અને તેનાથી આખરે કયો ફાયદો થાય છે? આપણામાંથી મોટાભાગના લોકોને તેના ઉપયોગ વિશે માલૂમ નહીં હોય. તો ચાલો જાણો કે, આખરે આ રબરના કાંટા કેમ લગાવવામાં આવે છે?

આપણે બધા જાણીએ છીએ કે, સુરક્ષાના કારણોસર આપણા વાહનના જૂના ઘસાઈ ગયેલા ટાયરોને બદલી દેવા જોઈએ. આ વાત તમારામાંથી ઘણા બધા લોકોએ જોયું હશે કે, નવા ટાયરમાં રબરના નાના-નાના સ્પાઈક્સ આવેલા હોય છે. તેમજ આ સ્પાઈક્સ કડક નથી હોતા, પરંતુ નરમ હોય છે. પરંતુ તે હંમેશા ઉભા દેખાય છે.

TAYR

ટાયર પરના આ સ્પાઇક્સને ઘણા નામોથી બોલાવવામાં આવે છે. કેટલાક લોકો તેને ‘નિબ’ કહે છે, જ્યારે કેટલાક લોકો તેને ‘નિપર્સ’ અથવા ‘સ્પાઇક્સ’ કહે છે. આ દરમિયાન તમે ભાગ્યે જ વિચાર્યું હશે કે ટાયરમાં આ કાંટા શા માટે છે? શું તેનું કોઈ કાર્ય છે અથવા આ સ્પાઇક્સ ટાયર પર તે જ રીતે હાજર છે?

વાત એમ છે કે, જ્યારે ટાયર બનાવવામાં આવે છે, ત્યારે આ સ્પાઇક્સ આપોઆપ બની જાય છે. આ અલગથી ઉત્પાદિત કે ફીટ કરવામાં આવતા નથી. પ્રથમ, પ્રવાહી રબર મોલ્ડમાં રેડવામાં આવે છે. ત્યારબાદ રબરને મોલ્ડમાં ફેલાવવા માટે હવાના દબાણનો ઉપયોગ થાય છે. સરળ શબ્દોમાં કહીએ તો, સંયુક્ત ગરમી અને દબાણને કારણે રબર અને મોલ્ડ વચ્ચે હવાના પરપોટા બનવા લાગે છે.

ટાયર બનાવતી વખતે હવાના પરપોટા તેની ગુણવત્તાને અસર કરી શકે છે. તેથી આ હવાના પરપોટાના દૂર કરવા માટે દબાણ પણ બનાવવામાં આવે છે. તેમજ જ્યારે હવાનું દબાણ નાના છિદ્રો દ્વારા રબરની અંદરની હવાને દબાણ કરે છે, ત્યારે હવા સાથે થોડી માત્રામાં રબર બહાર આવે છે. જ્યારે તે ઠંડુ થાય છે, ત્યારે આ રબર પણ સુકાઈ જાય છે.

TAYAR1

ટાયર બનાવ્યા પછી જ્યારે તેને ઘાટમાંથી બહાર કાઢવામાં આવે છે, ત્યારે આ સ્પાઇક્સ ટાયર પર અટકી જાય છે. તેમજ સ્પાઇક્સનો અર્થ છે કે ટાયર તદ્દન નવા છે અને હજુ સુધી ઉપયોગમાં લેવાયા નથી. આ ઉપરાંત ટાયરમાં લાગેલા આ કાંટાનો બિલકુલ ઉપયોગ થતો નથી. આ માત્ર ઉત્પાદન પ્રક્રિયાનો એક ભાગ છે. જો કોઈ વ્યક્તિ વાહનમાં નવા ટાયર લગાવતા પહેલા ટાયર કાપી નાખે તો પણ તેનાથી વધુ ફાયદો નહીં થાય પરંતુ નુકસાન થઈ શકે છે.

ત્યારે ઘણા લોકો વિચારે છે કે ટાયરમાં સ્પાઇક્સ હોવાને કારણે કારના પરફોર્મન્સ અથવા માઇલેજ પર અસર પડી શકે છે. જોકે આ એક ખોટી માન્યતા છે. તેની પરફોર્મન્સ અથવા માઈલેજ પર કોઈ અસર પડતી નથી, પરંતુ તે થોડા દિવસોના ઉપયોગ પછી આપમેળે દૂર થઈ જાય છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.