શુ તમને કંપનીના માન્ય સર્વીસ સ્ટેશનોની સર્વિસના ફાયદાઓની ખબર છે? સર્વિસ સ્ટેશનો કઇ કઇ પ્રકારની સવલતો આપે છે તેનાથી વાકેફ છો?
વરસાદની ઋતુ શરુ થઇ ગઇ છે ત્યારે લોકોને વરસાદ ખુબ જ વ્હાલો હોય છે. ત્યારે લોકો બહારે મોપેડ અથવા તો પોતાની કાર લઇને બહાર જતાં હોય છે ત્યારે વરસાદનું પાણી પોતાના વાહનમાં આવી જતાં વાહન માટે અવરોધરુપ બને છે. અને વાહન બંધ પડી જાય છે. એવા સમયે એવું માનવામાં આવે છે કે જો પુર આવે તે પહેલા પાળ બાંધી લઇએ તે કહેવતને સાચી પાડતા આપણે આપણા વાહનની સર્વીસ સમયસર કરાવવી જોઇએ. અને ખાસ કરીને વરસાદની મોસમ આવે તે પહેલા વાહનની એક વખત તપાસ કરાવવી જોઇએ જેથી કરીને રસ્તે જતાં વાહન બંધ ન પડે. જેથી કરીને લોકોને હરવા-ફરવા અથવા તો કોઇપણ સ્થળે જતી વખતે મુશ્કેલીનો સામનો ન કરવો પડે. આ માટે રાજકોટ અબતકની ટીમ દ્વારા રાજકોટમાં આવેલા મોપેડ તથા કારના શોરુમની વિઝીટ કરતાં સર્વીસ બાબતે લોકોમાં જાગૃતતા આવે તે માટે એક સફળ પ્રયાસ કરવામાં આવ્યો. જેમાં વધુમાં જણાતા જાણવા મળ્યું કે લોકો જયારે કોઇ વાહનની ખરીદી કરે છે ત્યારે તેઓને સર્વીસ પ્રત્યે ઓછી સભાનતા હોય છે અને હવે જગ્યાએ જગ્યાએ લોકલ સર્વિસ સેન્ટરો ખુલી ગયાં છે. ત્યારે લોકો કંપનીમાં સર્વીસ કરાવવાનું ટાળતા હોય છે અથવા તો લોકોમાં એવી ખોટી માન્યતા છે કે કંપનીમાં જો વાહન સર્વિસ કરાવીએ તો કોઇ પાર્ટસ સાથે છેડખાની કરે છે. અથવા તો પાર્ટસ નાખ્યા વગર તેના ખોટા પૈસા પડાવી લેવામાં આવે છે પરંતુ આ વિશે વાત કરતાં કંપનીના સર્વીસ મેનેજરે કહ્યું હતું કે હવે આધુનિક યુગમાં કોઇપણ વ્યકિત પોતાને વાહનની સર્વિસ કરાવવા આપે છે. ત્યારે તેમનું વાહન સર્વિસમાં આવે ત્યારથી લઇને ગ્રાહક સુધી વાહન પરત કરવામાં આવે ત્યાં સુધીનું રેકોડીંગ સીસી ટીવી કેમેરામાં કરવામાં આવે છે અને હવે તો ગ્રાહક આ કેમેરાનું લાઇવ સ્ટ્રીનીંગ પણ પોતાના ફોન પર પોતે જે પણ જગ્યાએ હોય ત્યાં જોઇ શકે છે. અને વધુમાં જણાવતાં કહ્યું હતું કે કંપનીમાં સર્વિસ કરાવવાથી ઘણાં બધાં ફાયદાઓ મળે છે જેમ કે વાહનની વોરંટી, કોઇપણ પાર્ટસ જો તેમાં નાખવામાં આવે તો તે કંપનીનો જ પાર્ટસ હોય છે અને કયાંક વીમામાં પણ લોકોને તેનો ફાયદો થતો હોય છે. જેના વિશે આપણે અલગ અલગ કંપનીના સર્વિસ મેનેજરો પાસેથી જાણીએ.
ચોમાસાની ઋતુમાં સ્પાર્ક પ્લગ એ સિવાય કેબલ બ્રેકની પણ રેગ્યુલર સર્વિસ કરાવવી જોઇએ: તનુભાઇ ધરેજીયા
આ તકે પરફેકટ હીરો સર્વિસ સેન્ટરના તનુભાઇ ધરેજીયાએ જણાવ્યું હતું કે સર્વિસની વાત કરીએ તો નવી ગાડીની ખરીદી કરનાર લોકોને પ્રથમ ફ્રી સર્વિસ માટે અમે કોલ કરીએ છીએ. આ ઉપરાંત અમારી કંપની તરફથી કેમ્પનું અલગ અલગ આયોજન કરવમાં આવે છે. જેમાં પ્રી-મોન્સુન કેમ્પનો પણ અત્યારની સીઝન પ્રમાણે આયોજન કરાય છે. ચોમાસાની ઋતુમાં સ્પાર્ક પ્લગ, સાફ કરાવી લેવો જરુરી છે. એ સિવાય કેબલ, બ્રેક વગેરેની સર્વિસ રેગ્યુલર કરાવવી જોઇએ. જેથી કરીને વરસાદને ગાડી રસ્તા વચ્ચે બંધ ન પડે દર ત્રણ હજાર કીમીએ ગાડીની સર્વિસ કરાવવી જરુરી છે. જેથી કરીને ગાડીમાં કયારેય વાંધો ન આવે આ તકે વધુમાં તેઓએ જણાવ્યું હતુ કે જે માણસ પોતાના શરીર અને સ્વાસ્થ્યની સંભાળ કરે છે તે રીતે પોતાના વાહનની પણ સંભાળ કરવી જોઇએ. લોકો અત્યારના બહાર સર્વીસ કરવાનું વધુ પસંદ કરે છે પરંતુ જો તેઓ કંપનીમાં સર્વીસ કરાવશે તો કંપનીમાં ટેકનીશીયનો ખુબ જ સારા હોય છે જેથી કરીને ગાડીમાં કયારેય ખામી ન સર્જાય અમારી કંપનીમાંથી જો કોઇએ ગાડી લીધી હોય તો અમે તેઓને એક નંબર આપીએ છીએ જેમાં કસ્ટમર એક ફોન કરે ત્યાં અમારો ટેકનીશીયન સ્થળ ઉપર પહોંચી ગાડીને ફરી દોડતી કરી આપે છે.
ગાડીની રેગ્યુલર સર્વિસ ખુબ જ જરુરી જેથી સમયસર તેના પાર્ટસ ઉપલબ્ધ થઇ શકે: હિરેન સાકરિયા
આ તકે પરફેકટ ઓટો સર્વિસીઝ નેકસાના સર્વિસ મેનેજર હીરેનભાઇ સાકરીયાએ જણાવ્યું હતું કે ગાડીમાં આમ તો બે વર્ષની વોરંટી આપવામાં આવે છે. અથવા તો ૪૦ હજાર કી.મી. ની વોરંટી આપવામાં આવે છે. ત્યારે ગાડીની હંમેશા રેગ્યુલર સર્વીસ કરવી ખુબ જ જરુરી છે જેથી કરીને સમયસર તેના પાર્ટસ ઉપલબ્ધ થઇ શકે પછી ચાહે તે ફોર વ્હીલર હોય કે ટુ વ્હીલર કંપની તરફથી ગ્રાહકને ત્રણ સર્વિસીઝ ફ્રી આપવામાં આવે છે. જનરલી ચોમાસા દરમિયાન ગાડીમાં પાણી ભરાતા ગાડી ચોકઅપ થઇ જતી હોય છે તેને લઇને અમે દર વર્ષે પ્રી-મોન્સુન સર્વિસ લઇને આવતા હોઇએ છીએ. જેમાં અમે ગાડીના કોઇપણ પાર્ટસમાં ખરાબી હોય તો તેની બદલી કરી અથવા તો શકય હોય તો રીપેર કરી આપીએ છીએ. જેથી વરસાદ દરમિયાન કોઇપણ જાતની ખામી ન સર્જાય, ઘણી વખત ઘણાં બધાં ગ્રાહકો આળસને કારણે ગાડીની સર્વીસ કરાવવા આવતા નથી જેને કારણે અમે આવા ગ્રાહકો માટે પીકઅપ અને ડ્રોપ સર્વીસ આપીએ છીએ. જેથી કરીને સમયબઘ્ધ ગાડીની સર્વીસ થઇ રહે. અમે જેટલા પણ ગ્રાહકો કારખાના ધરાવતાં હોય અથવા તો બીઝનેસ પર્સન હોય તો તેઓ માટે રવિવારે પણ વર્કશોપ ખુલ્લો રાખતા હોઇએ છીએ. જેથી કરીને તેઓ રવિવારે પણ સર્વીસ કરાવી શકે. અત્યારના લોકોની માન્યતા એવી છે કે કંપનીમાં સર્વિસ કરાવશું તો તે ખુબ જ મોંધી પ્રક્રિયા થશે જેથી તેઓ બહાર સર્વિસ કરાવવાનું પસંદ કરે છે પરંતુ હકીકતમાં એવું છે જ નહી જો ગ્રાહક કંપનીમાં સર્વિસ કરાવશે તો તેને ખુબ જ સરળ થશે અને કંપનીમાં આપવામાં આવતા પાર્ટસ કયારેય પણ ડુપ્લીકેટ હોતા નથી જેથી ગ્રાહક ચોકકસ પણે નિફિકર બની રહેશે.
કંપનીના શો રુમમાં સર્વિસ કરનાર લોકોની ગાડી કોઇપણ સીઝનમાં બંધ નહિ પડે: નિરવ કુબાવત
આ તકે રાજર્ષિ બજાજમાં વર્કશોપ મેનેજર નિરવભાઇ કુબાવતે જણાવ્યું હતું કે જયારે ગ્રાહક કોઇપણ ટુ વ્હીલરની ખરીદી કરે છે. ત્યારે તેઓને સર્વિસ સેન્ટરમાંથી બુક આપવામા આવે છે જેમાં ગાડીની સર્વીસ કેવી રીતે અને કેટલાક કીમી એ કરાવવી જેથી સંપૂર્ણ માહીતી આપવામાં આવે છે. જયારે પહેલી સર્વીસ પ૦૦ થી ૭૦૦ કીમીએ કરવાની હોય છે. ત્યારબાદ સર્વીસ ચાર મહીના અથવા તો પાંચ હજાર કિલોમીટરે કરાવવાની હોય છે. અત્યારે જે પાંચ વર્ષની વોરંટી આપે છે. પરંતુ ગ્રાહકોએ માત્ર એટલું જ ઘ્યાન આપવાનું છે કે સમયસર તેઓ ગાડીની સર્વીસ કરાવતાં રહે, અત્યારના લોકોમાં જરા પણ સર્વીસ બાબતે અવેરનેસ નથી. તેઓ લોકલ સર્વીસ તરફ વળ્યાં છે. તેઓને માત્ર સર્વીસ એટલે વોશીંગ તેવું માને છે.
જેથી કરીને ગાડીમાં અનેક જાતન ખામીઓ સર્જાય છે. રાજર્ષિ બજાજમાં છે. જે મોપેડની સર્વીસ કરવામાં આવે છે તે કંપનીના નોમ્સ પ્રમાણે કરવામાં આવે છે. અને સંપૂર્ણ પણે કંપનીના સારામાં સારા ટેકનીશીયનો દ્વારા સર્વીસ કરવામાં આવે છે. જેટલા લોકો ગાડીની સર્વીસ કંપનીના શો રુમમમાં કરાવે છે. તેઓ કોઇપણ સીઝનમાં ગાડી ચલાવતાં હશે તો તેઓની ગાડી બંધ નહી જ થાય. છેલ્લે હું માત્ર તમામ ગ્રાહક મિત્રોને એટલું જ કહેવા માંગીશ કે કોઇપણ સારામાં સારા ટેકનીશીયનો હોય છે કે જેઓ કંપની સાથે જોડાયેલા હોય તેમની પાસે જ સર્વીસ કરાવવી જોઇએ. જેથી કરીને ભવિષ્યમાં કોઇ ખામી ન સર્જાય . જો તેઓ લોકલ ટેકનીશયનો પાસે જતાં હોય તો તેઓને માત્ર એટલું જ કહેવું છે કે તેઓ કોઇકની પાસેથી શીખેલા ટેકનીશીયનો હોય છે અને મોપેડ વિશેનું જ્ઞાન અધુરુ હોય છે. જેથી ભવિષ્યમાં મોપેડમાં ખામી સર્જાવાના અનેક પ્રશ્નો ઉભા થશે. લોકો સર્વીસ સસ્તી હોય છે આ માન્યતા પણ ખોટી છે કંપનીમાં કરાવેલી સર્વીસએ યોગ્ય કિંમત ચોકકસ સર્વીસ હોય છે.
ગાડીના પાર્ટસ બદલ્યા વિના તેમજ ખોટા પૈસા પડાવી લેવાની લોકોમાં ગેરમાન્યતા છે: આકાશ ગોસ્વામી
આ તકે શિવ હ્યુન્ડાઇના સર્વિસ મેનેજર આકાશભાઇ ગોસ્વામીએ જણાવ્યું હતું કે રાજકોટમાં અત્યારે જગ્યાએ જગ્યાએ નાના મોટા વર્કશોપ અથવા તો સર્વીસ સેન્ટરો ખુલી ગયા છે. ત્યારે અત્યારના જે ટેકનોલોજી આવી ગઇ છે તે પ્રમાણે તેઓ પાસે સાધનોની ખામી હોવાથી તેઓ કંપની જેવી સારી સર્વીસ આપી શકવા સક્ષમ નથી જેના કારણે ગ્રાહકો ખુબ જ હેરાન પરેશાન થાય છે. ગ્રાહકોએ પણ થોડું સમજવાની જરુર છે. કસ્ટમર જયારે ગાડી પરચેસ કરે છે ત્યારે ત્રણ સર્વીસ ફ્રી આપીએ છીએ. તેમાં તેમને કોઇ લેબર ચાર્જ દેવો નથી પડતો. ઓઇલ, પાર્ટસ તેના પૈસા દેવા પડે છે તો બને ત્યાં સુધી ગ્રાહકોએ સર્વીસ સેન્ટરમાં જ સર્વીસ કરાવવી જોઇએ. રાજકોટની વાત કરીએ તો વરસાદને કારણે ઘણી બધી જગ્યાએ પાણીભરાઇ જતાં હોય છે તો તેના માટે આપણે તકેદારી રાખવી જોઇએ. વધારે પાણી હોય ત્યાં ગાડી ચલાવવી ન જોઇએ. અને જો કદાચ પાણીમાં ગાડી ચલાવીએ તો એક પરફેકટ સ્પીડ અથવા તો એકસીલેટર રાખવું જેથી કરીને પાણી ગાડીની અંદર ન જાય અને ગાડી બંધ ન પડે. અત્યારના લોકોમાં એવી માન્યતા છે કે જો હું કારને કંપનીમાં સવીસ માટે આપીશ તો કોઇપણ જાતના પાર્ટસ બદલ્યા વિના તેના ખોટા પૈસા પડાવી લેવામાં આવતાં હશે તેવી ગેરમાન્યતા છે. તે બાબતે હવે અમારી કંપનીએ અહી સીસી ટીવી કેમેરા રાખેલ છે. અને તેનું લાઇવ સ્ટ્રીનીંગ પણ અમે કરીએ છીએ જેથી ગ્રાહક પોતાના ઘરે અથવા તો પોતાના શ્રમના સમયે પણ ત્યાં બેસીને પોતાના ફોનમાં અથવા તો પીસીમાં પોતાની કાર સર્વીસ થતી જોઇ શકશે. જયારે રસ્તામાં જતી વખતે જો ગાડીમાં કોઇ ટેકનીકલ ખામી સર્જાય અથવા તો કોઇપણ ખામી સર્જાઇને બંધ પડે તો અમારી કંપની દ્વારા એક ટોલ ફ્રી નંબર આપવામાં આવ્યો છે. જેમાં ગ્રાહક ભારતભરના કોઇપણ ખુણે હોય ત્યાં અમારા ટેકનીકલ મિત્રો પહોંચી જશે અને કારને વ્યવસ્થિત રીતે ચાલુ કરી આપશે અથવા તો જો ગાડી સરખી ન થઇ શકે તેમ હોય તો અમારા વ્યકિતઓ એ ગાડીને નજીકના સર્વીસ સેન્ટર ઉપર પહોંચાડી દે છે જેથી ગ્રાહકને કોઇપણ જાતની મુશ્કેલીનો સમાનો ન કરવો પડે. ઘણાં ગ્રાહક મિત્રો સમયાંતરે સર્વીસ કરાવતા નથી. જેના કારણે ગ્રાહકોને ઘણી બધી ખામીઓ સર્જાતી હોવા છતાં પણ ખબર પડતી નથી અને ઘણી બધી ખામીઓને કારણે ગાડી બંધ થઇ જતી હોય છે. જેના કારણે ગ્રાહકોને એટલી જ વિનંતી છે કે તેઓ સમયાંતરે ગાડીની સર્વીસ કરાવતાં રહે.
ફોકસ વેગન કારમાં પંદર હજાર કીમીએ સર્વિસ કરાવવી અનિવાર્ય: પ્રકાશ ગોહેલ
ફોકસવેગનના જનરલ સર્વીસ મેનેજર પ્રકાશભાઇ ગોહેલે જણાવ્યું હતું કે ફોકસ વેગન કારની જો હું વાત કરું તો જેટલા પણ ગ્રાહકોએ કારની ખરીદી કરી છે તેવા ગ્રાહકોએ સમયસર કારની સર્વીસ કરાવતાં રહેવું જોઇએ. અથવા તો દર પંદર હજાર કિલોમીટર કારની સર્વીસ કરવી અનિવાર્ય છે. ઘણીવાર લોકો પહેલી વખત કાર લેતા હોય છે ત્યારે ખુબ જ ઉત્સાહમાં હોય છે જેને લઇને કારની કેવી રીતે તકેદારી રાખવી તેની તેઓને સમજણ હોતી નથી. પરંતુ હવે એ બાબત ન બને તે માટે જેટલા પણ ગ્રાહકો કાર ખરીદે છે તેવા ગ્રાહકોના ઘરે અમારા સેલ્સ એકઝીકયુટીવ જાય છે. અને તેઓને કારની સર્વીસ કેવી રીતે કરાવવી અને કારને કેવી રીતે મેન્ટેઇન કરવી તેની સંપૂર્ણ માહીતી આપે છે. અને ગાડીમાં કયાં કયાં પ્રકારના ફીચર્સ આપવામાં આવે છે. તેની માહીતી પૂરી પાડવામાં આવે છે જેથી ગ્રાહકને સાચી સમજણ આવે.
ચોમાસાની સીઝન શરુ થાય તે પહેલાં જ ગ્રાહકોએ કારના ટાયર, બ્રેક, વાઇપર પ્લેટ અને બેટરી ચેક કરી લેવી જોઇએ. જેથી કરીને વરસાદની સીઝનમાં કોઇપણ ખામી ન સર્જાય અને ગાડી બંધ ન પડે. ચોમાસા પહેલા ગાડી ચોકકસથી એકવાર સર્વીસ કરાવી લેવી જોઇએ. જેથી ગ્રાહકમિત્રોને કોઇપણ મુશ્કેલીનો સામનો કરવો ન પડે. અમારી કંપનીની એ ખાસીયત છે કે અમારી કંપનીમાં ગાડીની સર્વીસ પંદર હજાર કિલોમીટરે કરવાની હોય છે રસ્તામાં જયારે જતી વખતે કોઇ ખામી સર્જાય તો અમારી કંપની રોડ સાઇડ આસીસ્ટન્ટ પ્રોગ્રામ છે કે જે ઇન્ડીયા લેવલે કામ કરી રહ્યું છે. જે અમારી કંપની દ્વારા સંચાલીત થઇ રહ્યું છે. જયારે તેને કોઇપણ નવી કાર પરચેસ કરો છો ત્યારે ચાર વર્ષની તેમાં વોરંટી અને રોડસાઇડ આસીસ્ટન્ટ ફ્રી આપવામાં આવે છે જેની માટે ગ્રાહકોએ માત્ર ટ્રોલ ફી નંબર ઉપર કોલ કરવાનો રહે છે અને ગાડીની સંપૂર્ણ માહીતી લખાવી આપો એટલે અમારા સર્વીસ સેન્ટરેથી ટેકનીશીયન આવીને ગાડીનો લઇ જશે અથવા તો ગાડીમાં પેટ્રોલ-ડીઝલ ઓછું થઇ ગયુ હોય તો તે પણ પહોચાડવાની કામગીરી કરે છે. અમારી કંપનીની ખાસિયત એ છે કે જો તમે કોઇ લાંબા રુટમાં જતા હશો તો અમારી કંપની તમને તે સ્થળે પહોચવા માટે ટેકસી અથવા તો એક દિવસ માટે રહેવાની પણ વ્યવસ્થા કે વરસાદની સીઝનમાં કારની સમયાંતરે ચેકઅપ કરાવવું જેથી મુશ્કેલીમાંથી બચી શકાય.
પાણીમાં ગાડી બંધ ન પડે તે માટે વરસાદ પહેલા એક સર્વિસ કરાવવી જરૂરી: સર્વીસ મેનેજર વિકાસ યામાહા
આ તકે વિકાસ કોર્પોરેશનના યામાહા શોરુમની સર્વીસ મેનેજરે જણાવ્યું હતું કે કોઇપણ મોપેડ જયારે લોકો ખરીદે છે ત્યારે તેમાં અમુક સર્વીસ ફ્રી આપવામાં આવતી હોય છે જે ગ્રાહકોએ કરાવવી જ જોઇએ. અને ત્યારબાદ પેઇડ સર્વીસ પણ ગ્રાહકોએ કંપનીના શોરુમમાં કરાવવાનો આગ્રહ રાખવો જોઇએ. જેથી કરીને ગાડી જો વોરંટીમાં હોય તો કોઇપણ જાતના ઇસ્યુ ન આવે અને સમયસર ચોકકસ પણે આવનારા ઇસ્યુનુ સમાધાન થઇ જાય જયારે ચોમાસાની વાત કરીએ તો રસ્તામાં વરસાદનું પાણી ભરાયેલું હોય છે જેનાં કારણે ગાડીમાં પાણી ધુસી જતાં ગાડી બંધ થઇ જાય છે જે માટે ગ્રાહકોએ વરસાદ પહેલા એક સર્વીસ કરાવી લેવી જોઇએ જેથી આવું ન બને.