આ પૃથ્વી પર કરોડો નાના જીવજતુંઓ રહે છે. પોતાના રક્ષણ માટે કે શિકાર કરવા શરીરે નાજુક આ જીવજંતુને ગજબની ટ્રીક કે શક્તિ આપેલ છે. વીંછી, સાપ, મધમાખી, માંકડ, ચાંચડ કે બીજા નાના જીવજંતુ પોતાના રક્ષણ માટે ડંખ મારતા હોય છે. ઘણીવાર ખોરાક મેળવવા પણ ડંખમારે છે. વીંછીની પૂંછડીમાં ડંખ હોય છે. ડંખ એટલે નાનકડો દાંત કે તીક્ષ્ણ સોપ નાનકડા જીવજંતુના ડંખ માણસ માટે ઘણીવાર મૃત્યુનું કારણ બને છે.વીંછીની પૂંછડીમાં તીક્ષ્ણ ડંખ સાથે એક નાનકડી કોથળી હોય જેમાં ઝેરી પ્રવાહી હોય છે એટલે તે માસણને ડંખ મારેને સાથે ઝેરી પ્રવાહી માણસના લોહીમાં છોડે તેથી ઝેર ચડે છે. શિકાર કરવા માટે પણ આજ પ્રયોગ કરે છે. મચ્છર, મધમાખી, માખી, માંકડ જેવા જીવજંતુ પણ ડંખ મારે છે પણ સાપકે વીંછી જેવી ઝેરી તાકાત એનામાં હોતી નથી.

નાનકડા જંતુઓમાં સૌથી ઝેરી વીંછી છે. વાંકી પૂછડીને છ પગ વાળા માણસને નજરે પડે તો ડર લાગે છે. વિશ્ર્વભરમાં ૧૯૦૦થી વધુ જાતના વીંછી વિવિધ પ્રજાતિના જોવા મળે છે. આ બધા જ ઝેરી હોય અને નવ મી.મી.થી ૨૩ સેન્ટીમીટર જેવડા હોય છે. તે ઠંડા પ્રદેશમાં વધુ જોવા મળે છે. ખાસ તો ૨૦થી ૩૫ ડિગ્રી તાપમાનમાં વધુ રહે છે. તેના પગને પૂંછડી તાકાતવાળા સેન્સર જેવું કામ કરે છે. આસપાસની ચહલ પહલથી તે સજાગ થઇ જાય છે. તેની પૂંછડી ચારે દિશામાં ગમે તેમ ફેરવી શકે છે. તેના ડંખથી  ઉંદર તાત્કાલીક મૃત્યું આપે છે.

rtrt 1

આગળના બે પગ શિકાર પકડવા અને ગરોળી, ઉંદર જેવા નાના જીવજંતુ ખોરાકમાં લે છે. જીવનભરમાં ૮ વખત શરીરનું કવચ બદલે છે. એકવાર ખાદ્યા પછી લાંબો સમય ખોરાક વગર ચલાવી લે છે. તેના વિશે ઘણી લોકવાયકા છે, આપણી રાશિ અને નક્ષત્રમાં પણ તેને સ્થાન મળે છે. વીંછી કરડવાથી આપણને અસહય વેદના થાય છે. ઘણીવાર ઝેર ચડે તો હૃદયના ધબકારા ઘટી જાયને બોલવા-ચાલવા કે શ્ર્વાસ લેવામાં તકલીફ થતી જોવા મળે છે.

વીંછી કરડે તો સિધા દવાખાને પહોંચવું કોઇ અંધશ્રદ્ધા માનીને ઝેર ઉતારવા ન જવું. આજકાલ તો સાપ, વીંછી કે ગરોળી કરડવાના ઘણા બનાવો જોવા મળે છે. ઘણીવાર બહાર ફરવા જઇએ ત્યારે આપણને જીવડું કરડી જાય છે, કયારેક તો કાનમાં જીવજંતુ પેશી જાય છે. આવા સમયે અંધશ્રદ્ધા કે ઘરેલું ઉપાય ન કરવા. કેટલાક તો વીંછી ઉતારવાનો મંત્ર બોલે પણ આવું કશું હોતું નથી, મેડીકલ સાયન્સ આગળ આવ્યું છે. આપણે સૌ એ ડોકટર પાસે જ ટ્રીટમેન્ટ કરાવી હિતાવહ છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.