કોર્ટમાં આરોપી કરતાં ફરીયાદીને હાજરીને લઇ સમન્સ માથાનો દુ:ખાવો
રોજબરોજ બનતી સામાન્ય ઘટનાથીઓથી લોકો ફરીયાદ કરવાનું ટાળતા હોય છે. જેમાં કોર્ટે દ્વારા પ્રથમ આરોપીને બદલે ફરીયાદીને સમન્સ કે ધરપકડ વોરંટ પાઠવવામાં આવતું હોય છે તેમજ કોર્ટના ધકકા અને પોલીસના વર્તનથી કંટાળી લોકો ફરીયાદથી દુર રહેતા હોય છે. આથી અદાલત દ્વારા આરોપીઓને પ્રથમ સમન્સ કેમ પાઠવવામાં આવતું નથી ? જો આરોપીઓને પ્રથમ સમન્સ કે વોરંટ બજાવવામાં આવે તો લોકો ફરિયાદ કરવા આગળ આવશે અને ગુનાખોરી કાબુમાં આવશે.
પ્રાપ્ત વિગત મુજબ પોલીસમાં નોંધાયેલી ફરીયાદની ૯૦ દિવસમાં કોર્ટમાં ચાર્જશીટ રજુ કરવામાં આવતી હોય છે. કોર્ટમાં કેસ કમીટ થાય ત્યારે અદાલત દ્વારા પ્રથમ ફરીયાદને સમન્સ પાઠવવામાં આવતું હોય છે.
કોર્ટ દ્વારા પ્રથમ આરોપીને બદલે ફરીયાદીને કેમ સમન્સ પાઠવવામાં આવે છે. આથી ફરીયાદી ગુન્હેગાર હોય તેવું લાગે છે. તેમજ ફરીયાદીને સમન્સને વોરંટની બજવણી વખતે પોલીસ દ્વારા ફરીયાદ સાથે વર્તન પણ આરોપી જેવું કરવામાં આવતું હોય છે.
પોલીસ દ્વારા સમન્સ કે વોરંટની બજવણી વખતે ફરિયાદીને સમજ આપવાને બદલે વર્તનથી લોકો ફરિયાદ કરવાનું ટાળતા હોય છે.
આરોપીને પ્રથમ કોર્ટમાં બોલાવવાના ન આવતા હોવાથી તેમજ ફરિયાદી કોર્ટના ધકકાથી બચવા અને આરોપી હાજર ન રહેતા કેસનો નિકાલ ન થાય આથી ફરિયાદી ફરિયાદ કરવાથી દૂર રહેતા હોય છે.
અમદાવાદના નરનપુરામાં રહેતા ગીતાબેન સુથાર ગત તા.૨૨-૬-૧૪ના રોજ સેટેલાઈટમાં ભીની રજાર ખાતે પ્રાર્થના સભામાં જતી વેળાએ સોનાના ચેનની ચીલઝહપ થયેલી ત્યારે લોકોના ટોળા દ્વારા રંજનબેન ઠકકરને ઝડપી લઈ પોલીસને સોપવામાં આવેલા પોલીસે તેની સામે ગુનો નોંધ્યો હતો. પોલીસે મીરજાપૂર ગ્રામીણ કોર્ટમાં ચાર્જશીટ રજૂ કરતા કેસ કમિટ થયેલો અને નવેમ્બર ૨૦૧૬માં સેટેલાઈટ પોલીસ મથકના કોન્સ્ટેબલે ફરિયાદી ગીતાબેનના ઘરે બિન જામીનપાત્ર વોરંટ બજાવેલુ બાદ ફરિયાદી ગીતાબેન કોર્ટમાં હાજર રહી ન્યાયધીશને જણાવ્યું હતુ કે હું ફરિયાદી છું આરોપી નથી તે વાત સાંભળી જજે માફી માગવા બદલ માફી માગી
બાદ ફરિયાદીએ અદાલત અધિકારીને કહ્યું હતુ કે તે કેસ પાછો ખેંચી લેવા માગે છે. કારણ કે આરોપીને ધરપકડ વોરંટ પર અદાલતમાં આવવાથી હેરાનગતિનો સામનો કરવા નથી માંગતી ન્યાયધીશે મને ખાતરી આપી હતી કે ભૂલ ફરી નહી આવે અને કોર્ટમાં એક જ વાર જવું પડશે અને તે માટે સમન્સ જારી કરવામા આવશે.
એક વર્ષ પસાર થયું નથી ત્યા એક પોલીસમેન ફરી ફરિયાદીના ઘરે આવી અને તેણે આરોપી વિ‚ધ્ધ કોર્ટ સમક્ષ બીન જામીન પાત્ર વોરંટ શોધી કાઢી અને ધરપકડ કરવા અને કોર્ટ સમક્ષ લાવવા માંગણી કરી છે. તેણે આઈપીસી કલમ ૩૭૯ હેઠળ ગુનો કરેલ છે. આ વખતે તા. ૨ ઓગષ્ટે વોરંટ જારી કરવામાં આવ્યું હતુ તે વોરંટનો સ્વીકારવાનો ઈન્કાર કયો હતો આ વખતે હું ખાત્રી કરીશ કે કોર્ટ ફોજદારી કાર્યવાહીનો અંત લાવે અને હું આ કનડગત સહન શકુ નહી તેમ ફરિયાદીએ જણાવ્યું હતુ અને તા. ૨૧ ઓગષ્ટના રોજ તે કોર્ટમાં હાજર રહેવાની ધારણા હતી.