બેઇજીંગ ચીનમાં વોટ્સએપ પર પ્રતિબંધ લગાવી દેવાયો છે. ઓપન ઓબ્ઝવેટરી ઓફ નેટવર્ક ઇન્ટરફોરેન્સ (ઓઓએનઆઇ) એ સોમવારે રાત્રે જણાવ્યુ હતું કે ચીનના ઇન્ટરનેટ સર્વિસ પ્રોવાઇડરે ૨૩ સપ્ટેમ્બરથી વોટ્સએપ સેવા બંધ કરવાનું શરુ કર્યુ છે. છેલ્લા ઘણા સમયથી વોટ્સએપમાં અવરોધો આવી રહ્યા હતા. જો કે વોટ્સએપ દ્વારા સત્તાવાર જાહેરાત કરાઇ નથી.

આગામી મહીને કોમ્યુનીસ્ટ પાર્ટીની કોંગ્રેસની મહત્વની બેઠકની તૈયારી કરી રહેલા ચીનના અધિકારીઓએ જણાવ્યુ હતુ કે આ બેન સેન્સરશિપ કડક કરવાના ભાગરુપે છે ચીન દ્વારા નવા કાયદા હેઠળ ઓનલાઇન મોનીટરીંગ સઘન બનાવી દેવાયુ છે. જેમાં ટેકનોલોજી કં૫નીઓ દ્વારા દેશમાં યુઝર્સના ડેટા સ્ટોર કરવા ઉપરાંત માન્ય સામગ્રી પર પ્રતિબંધની જોગવાઇ કરી છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.