તારા દિવસ-રાત સતત પ્રકાશે છે. તારા પણ સૂર્યના જેટલા જ તેજસ્વી છે. કેટલાક તારા તો સૂર્ય કરતાંય મોટા છે ! પણ તે આપણાી ખૂબ દૂર દૂર આવેલા છે. આી આપણને આ તારા નાના-મોટાં ટપકાં જેવા દેખાય છે. સૂર્ય પૃથ્વીની સૌથી નજીકનો તારો છે
આથી તે સૌથી મોટો અને સૌથી તેજસ્વી દેખાય છે. દિવસના અજવાળામાં બધા તારાનું તેજ સૂર્યના તેજ પાછળ ઢંકાઇ જાય છે : પણ સૂર્યનો અસ્ત તાં ધીરે ધીરે બધા તારા પ્રગટવા માંડે છે અને ટમટમવા લાગે છે.
વધારે તેજસ્વી તારા વહેલા પ્રગટ થાય છે અને બીજા તારા ધીમે ધીમે પ્રગટવા લાગે છે. મધરાત તાંમાં તો આખું આકાશ ચમકતા તારાથી છલકાઇ જાય છે. એટલા બધા તારા છે કે ગણ્યા ગણાય નહીં….. વીણ્યા વીણાય નહીં, તોયે એ સૌ આકાશમાં માય !
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com