આપણે હંમેશા સાંભળ્યુ છે કે એક સામાન્ય માણસ માટે ૮ કલાકની ઉંઘ પુરતી છે. પણ આ વાતતો અમુક જ લોકો માટે સાચી હોઇ શકે છે. મોટાભાગના લોકોને સવારે ઉઠવામાં ઘણી તકલીફ થાય છે. એ વાતથી કોઇ ફરક નથી પડતો કે રાતે આપણે ક્યા સમયે સુતા હતા. અને એમા કોઇ શંકા નથી દરેક માણસ અલગ હોય છે. અમુક માણસો સવારે જલદી ઉઠવા માટે એક્ટિવ હોય છે. તો અમુક માણસો મોડી રાત્રે સુધી જાગવાના ટેવાયેલા હોય છે. બાકીના લોકો બંને પ્રકારના કોમ્બોમાં હોય છે.
– ઓક્સફર્ડ યુનિવર્સિટીના શોધકર્તાઓએ જાણ્યુ છે કે મોટા ભાગના લોકોનું વર્ક શિડ્યુલ તેમની નેચરલ બાયોલોજિકલ ક્લાર્ક પર ખરાબ અસર કરે છે. આની અસર માનસિક અને શારીરીક સ્વાસ્થ્ય પર પડે છે અને ગભરામણ, મેદસ્વિતા તેમ જ હાઇ બીપી જેવી સમસ્યાઓનો સામનો કરવો પડે છે.
– એક અભ્યાસ પ્રમાણે સવારે વહેલા ઉઠીને કામ શરૂ કરવુ લોકો માટે નુકશાનકારક હોઇ શકે છે. તેમજ ૧૪-૨૪ વર્ષની વચ્ચેના લોકોને ઉંઘ ન આવવાની સમસ્યા સૌથી વધારે હોય છે. અને આ ચક્કરમાં તેમણે રોજ રાત્રે લગભગ ૨ કલાકની ઉંઘ ગુમાવવી પડે છે.
– રિસર્ચ અનુસાર જેટલી કલાક આપણે કમ્પ્યુટર ફોન અને બીજી ડિવાઇસ પર સમય પસાર કરીએ છીએ તે પણ આપણી ઉંઘની ગુણવત્તાનો અસર કરી શકે છે.
તેની ગંભીરતા :
– ઉંઘને ગંભીરતાથી લેવી જોઇએ અને જો શક્ય હોય તો પોતાના કામના કલાકોમાં ફેરફાર કરવો જોઇએ. કારણકે પ્રકૃતિને બેવકૂફ નથી બનાવી શકાતી. જો ઉંઘ સાથે સમાધાન કરીશું તો પરિણામો ભોગવવા પડશે.