પંખીઓના પંજામાં કુલ ચાર આંગળા હોય છે. જેમાંથી ત્રણ આંગળાં આગળ તરફ હોય છે. અને એક આંગળું પાછળ તરફ હોય છે.
પંખીઓનાં આંગળાં સરસ રીતે વળી શકે છે. આથી તેનો ડાળ પર સરસ પકડ જમાવે છે.
કઇં હલચલ કે ચહલપહલ થાય ત્યારે, ઉંઘમાંય, પંખીનાં પગનાં આંગળાં ડાળ સાથેની પકડ વધુ મજબૂત બનાવી દે છે.
આથી તેઓ ઉંઘતાં હોય ત્યારે ડાળ પરી પડી જતાં નથી.