તમે સાપ-નોળિયાની લડાઈ જોઈ હશે કે ટીવીમાં કે અન્ય કોઈ પાસેથી વાત સાંભળી હશે. પરંતુ નોળિયાને સર્પનું ઝેર કેમ નથી ચડતું?
એવી માન્યતા છે કે સાપ-નોળિયાની લડાઈમાં નોળિયો કોઈ જડી બુટ્ટી (નોળવેલ) સુંઘે છે, તેથી સાપનું ઝેર તેને ચડતુ નથી અનેતે સાપને મારી નાંખે છે. આ માન્યતા સાવ ખોટી છે. વિશ્ર્વભરમાં સાપની વિવિધ પ્રજાતિઓમાં ઝેરી -બીન ઝેરી બને પ્રકારનાં સાપ હોય છે. તેથી જો નોળિયો બિન ઝેરી સાપ સાથે લડાઈ કરે તો તેને ઝેર ચડવાનો સવાલ જ નથી રહેતો.
સાપ સરિસૃપ અને લાંબા કદવાળા હોવાથી તે ખૂબજ ઝડપથી ભાગી શકતો નથી અને પોતાના લાંબા શરીર ઉપર થતા પ્રહારને પણ બચાવી શકતો નથી. જયારે નોળિયો ચાર પગે સ્ફૂર્તિથી કૂદીને સાપના મોઢા સિવાયના ભાગો ઉપર સહેલાયથી બચકા ભરી શકે છે. તે પોતાના તીક્ષણ નહોરથી સાપની પૂંછડી કે મધ્ય ભાગમાં ઉંઝરડા પાડી શકે છે. આ ઉપરાંત તેના આખા શરીરે વાળ હોવાથી જો સાપ બચકું પણ ભરી લેતો તેના મોઢામાં માત્ર નોળિયાના વાળ આવે છે. આમ નોળિયો સ્ફૂર્તિવાળુ, મજબુત અને લડાયક પ્રાણી હોવાથી વધુ જીત મેળવે છે.