મુન્ની બદનામ હુઈ ડાર્લિંગ તેરે લિએ!!!
સ્વામી નિત્યાનંદ, મુંબઈના જૈન સાધુ, ખોડિયાર આશ્રમના મહંત અને ત્યારબાદ અખાડા પરિષદના અધ્યક્ષ મહંત નરેન્દ્રગિરિના પ્રકરણમાં પણ મેનકાઓ જ કારણભૂત નીકળી
અબતક, નવી દિલ્હી
વિશ્વામિત્ર જેવા પાવન ઋષિનું પણ તપ ભંગ કરવા મેનકાનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. અને તે સફળ રહ્યો હતો. તો આજના સાધુઓ પણ થોડા તેમાંથી બચી શકે. અત્યારના સમયમાં મેનકાઓને લઈને સાધુઓને જીવન લીલા સંકેલવી પડી રહી છે. આવા બનાવો છાસવારે બની રહ્યા છે.
વર્તમાન સમયમાં સાધુઓના આપઘાતના બનાવો તેમજ જેલવાસ થવાના બનાવોમાં વધારો થયો છે. જેમાં મોટાભાગના બનાવોમાં મેનકાઓ કારણભૂત નીકળે છે. તાજેતરમાં જ મુંબઈમાં પણ જૈન સાધુએ આપઘાત કર્યો હતો. જેની વિગતો જોઈએ તો ગોંડલ સ્થાનકવાસી જૈન સંપ્રદાયના સાધુ મનહર લાલ મુનિ મહારાજે ગુરવારે ઘાટકોપરના જૈન ઉપાશ્રયમાં ગળે ફાંસો ખાઈને આપઘાત કર્યો હતો. તેઓ 71 વર્ષના હતા. વાસ્તવમાં વર્ષ 2012 મનહર મુનિની છેડતીના કેસમાં મુલુંડ પોલીસે ધરપકડ કરી હતી. આ કેસમા મુલુન્ડની મેજિસ્ટ્રેટ કોર્ટે એપ્રીલ 2018માં તેમને બે વર્ષની સજા ફટકારી હતી અને 50 હજારનો દંડ કર્યો હતો. જે યુવતીની ઉપાશ્રયમાં છેડતી કરી હતી એ યુવતી કોઈ માનસિક બિમારીથી પિડિત હતી. મનહર મુનિ જાદુટોણા કરતાં હોવાથી યુવતીનો પરિવાર તેને સારવાર માટે મનહર મુનિ પાસે લઈ આવ્યો હતો. મુલુન્ડના ઉપાશ્રયમાં મનહાર મુનિ ટ્રિટમેન્ટના બહાને આ યુવતીને એક રૂમમા લઈ ગયા હતા અને દરવાજો બંધ કરી દીધો હતો. અંદર શું થયું એની ખબર નથી પણ યુવતી અચાનક રડ રડતી બહાર આવી હતી. યુવતીના પરિવારે મનહર મુનિને લાફો પણ માર્યો હતો અને મુલુન્ડ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. આમ આ બનાવમાં મેનકા જ કારણભૂત નીકળી હતી.
આ ઉપરાંત સ્વામી નિત્યાનંદના કિસ્સામાં તમિલનાડુના રહેવાસી જનાર્દનભાઇ શર્માએ 1 નવેમ્બરના રોજ પોલીસ ફરિયાદ કરી હતી. જેમાં તેમણે જણાવ્યું હતું કે, ’મારા ત્રણ બાળકો છે જેમને ડીપીએસ સ્કૂલ, નિત્યાનંદ આશ્રમમાં ગોંધી રાખવામાં આવ્યાં છે. અને અમને સંપર્ક સાધવા દેવામાં આવતો નથી.જેથી પોલીસે સ્કૂલનો સંપર્ક કર્યો અને 12 તથા 14 વર્ષનાં બાળકોની કસ્ટડી મેળવી હતી. જે બાદ તેઓ માતાપિતા સાથે જતા રહ્યાં હતાં. તેમની 19 વર્ષની દીકરી નિત્યાનંદિતાએ પોલીસને લેખિતમાં આપ્યું હતું કે, હું અહીં જ રહેવા માંગુ છું મારે માતા-પિતા સાથે જવું નથી. સમગ્ર મામલે પોલીસ તપાસ ચાલુ જ છે. જેને લઇને ઈટીવી ભારત સાથેની ખાસ વાતચીતમાં યુવતીના પિતા જનારધન શર્માએ આશ્રમના સંચાલક અને સ્વામી નિત્યાનંદ પર આક્ષેપ કર્યો હતો કે, છોકરીને ખોટી રીતે ફસાવી દેવામાં આવી છે. ઉપરાંત યુવતી મળવા માંગતી નથી તેવું બળ-બજરીપૂર્વક લખાવી લેવામાં આવ્યું છે.રાજકોટના કાગદડી ગામે આવેલ ખોડિયાર આશ્રમના મહંતના આપઘાત કેસમાં પણ મેનકા કારણભૂત હતી. આ બનાવમાં મહંતનો એક વીડિયો બન્યો હતો. જે જાહેર થવાની બીકે મહંતે આપઘાત કરી લીધો હતો. આ બનાવમાં બે વર્ષ પહેલા મહંત પાસે બે યુવતીને છ-છ વખત મોકલી વીડિયો ઉતારી લીધા હતા. આ વીડિયો બતાવી મહંતને બ્લેકમેઇલ કરી રૂ.20 લાખ પડાવવામાં આવ્યા હતા.
અખિલ ભારતીય અખાડા પરિષદના અધ્યક્ષ મહંત નરેન્દ્ર ગિરિનું સોમવારે શંકાસ્પદ સ્થિતિમાં મોત થવા પાછળ પણ મેનકા કારણભૂત હોવાની શક્યતા સેવાઇ રહી છે. તેમની લાશ પાસેથી મળેલી સુસાઈડ નોટમાં તેમના શિષ્ય આનંદ ગિરિ સહિત અન્ય લોકોના નામ હતા. પોલીસે દરવાજો તોડીને લાશને બહાર કાઢી હતી. પોલીસે હાલ આ મામલાને આત્મહત્યાનો કેસ માની તપાસ હાથ ધરી છે.પોલીસને તપાસ દરમિયાન રૂમમાંથી 8 પાનાની સુસાઈડ નોટ મળી છે. પોલીસ મુજબ, સુસાઈડ નોટમાં તેમના શિષ્ય આનંદ ગિરિનો ઉલ્લેખ છે. મહંત નરેન્દ્ર ગિરિએ સુસાઈડ નોટમાં તેમના શિષ્ય આનંદ ગિરિ પર ગંભીર આક્ષેપ કરતા લખ્યું છે કે, ’હું મહંત નરેન્દ્ર ગિરિ આમ તો હું 13 સપ્ટેમ્બર 201એ આત્મત્યા કરવા જઈ રહ્યો હતો, પરંતુ હિંમત ન કરી શક્યો. આજે જ્યારે હરિદ્વારથી માહિતી મળી હતી કે એક-બે દિવસમાં આનંદ ગિરિ કોમ્પ્યુટરના માધ્યમથી મોબાઈલથી મારો ફોટો લગાવી કોઈ છોકરી કે મહિલા સાથે ખોટું કામ કરતો ફોટો વાયરલ કરી દેશે. તો મેં વિચાર્યું કે, ક્યાં સુધી સ્પષ્ટતા કરીશ. એક વખત તો બદનામ થઈ જઈશ. હું જે પદ પર છું તેની ગરિમા છે, એટલે આત્મહત્યા કરવા જઈ રહ્યો છું.’