લગ્ન પછી પુરૂષો મોટાભાગે સ્થૂળતાનો શિકાર બને છે.
- લગ્ન પછી પુરૂષોની જીવનશૈલીમાં ઘણા બદલાવ આવે છે.
- પુરૂષોની બદલાયેલી ખાનપાન અને રહેવાની આદતો વજનમાં વધારો કરે છે.
લગ્ન પછી સ્ત્રી અને પુરૂષ બંનેના જીવનમાં ઘણા બદલાવ આવે છે. જેની અસર તેમના શરીર પર પણ જોવા મળે છે. તેમજ ઘણીવાર એવું જોવા મળે છે કે લગ્ન પછી પુરુષોનું વજન વધવા લાગે છે અને તેમનું પેટ ફુલાય જાય છે. આ એક સામાન્ય સમસ્યા છે,જેના ઘણા કારણો હોઈ શકે છે. આથી સંશોધન માહિતી આપે છે કે લગ્ન પછી પુરુષોની જીવનશૈલીમાં કેટલાક ફેરફારો થાય છે, જે વજન વધવાનુ કારણ બની શકે છે. જેમ કે શારીરિક પ્રવૃત્તિમાં ઘટાડો, આહારમાં ફેરફાર અને તણાવમાં વધારો જોવા મળે છે. તેમજ આ સમસ્યાથી બચવાના ઉપાયો જાણો.
આ કારણે લગ્ન પછી પુરુષોનું વજન વધવા લાગે છે
જીવનશૈલીમાં ફેરફાર:
લગ્ન પછી જીવનશૈલીમાં આવેલા ફેરફારોને કારણે ઘણા પુરુષો કસરત કરવાનું બંધ કરી દે છે. તેમજ જે પુરૂષો લગ્ન પહેલા નિયમિતપણે જીમમાં જતા હોય અથવા યોગ કરતા હોય,તેઓ લગ્ન પછી કામના તણાવ, પારિવારિક જવાબદારીઓ અને કૌટુંબિક કાર્યોમાં વ્યસ્ત હોવાને કારણે કસરત માટે સમય કાઢી શકતા નથી.
આહારમાં ફેરફાર:
લગ્ન પછી પુરૂષોની ખાવા-પીવાની આદતોમાં ઘણો બદલાવ આવે છે. તેમજ ઘણા લોકો લગ્ન પછી વધુ ખાવાનું શરૂ કરે છે, જ્યારે કેટલાક લોકો વધુ પડતી તળેલી મીઠાઈઓ અથવા જંક ફૂડ જેવી બિનઆરોગ્યપ્રદ ખાધચીજવસ્તુ ખાવાની આદતો અપનાવે છે. આ ખાવાની આદતોમાં ફેરફારને કારણે કેલરીની માત્રા વધે છે, જેનાથી પેટની ચરબી પણ વધે છે.
ચિંતા અને તણાવ:
લગ્ન પછી જીવનમાં ઘણા ફેરફારો થવાને કારણે તણાવ અને ચિંતા અનુભવવી સામાન્ય છે. આ લાગણીઓ ખાવાની ટેવ પર પણ મોટી અસર કરે છે. તેમજ કેટલાક પુરુષો તણાવનો સામનો કરવા માટે ભાવનાત્મક રીતે ખાવાનું શરૂ કરે છે અને વધુ પડતું ખાય છે. તેમજ “સ્ટ્રેસ કોર્ટિસોલ” નામના હોર્મોનને વધારે છે. તેથી આ હોર્મોન શરીરમાં સુગર લેવલ વધારે છે અને પેટની આસપાસ ચરબી જમા કરે છે.
હોર્મોન્સમાં ફેરફારો:
લગ્ન પછી પુરુષોના હોર્મોન્સમાં બદલાવ આવવાથી વજન વધી શકે છે. આની પાછળ ઘણા કારણો છે, જેમ કે ટેસ્ટોસ્ટેરોન, કોર્ટિસોલ અને ઇન્સ્યુલિન વગેરે. લો ટેસ્ટોસ્ટેરોન સ્નાયુઓની વૃદ્ધિને અસર કરે છે અને પેટની આસપાસ ચરબી પણ વધારે છે. તે જ સમયે, ઇન્સ્યુલિનનું ઉચ્ચ સ્તર કોષોને વધુ ચરબી સંગ્રહિત કરવા માટે પ્રોત્સાહિત કરે છે.
ધીમી ચયાપચય:
મેટાબોલિઝમ એટલે શરીરમાં થતી પ્રક્રિયા કે જેના દ્વારા ખોરાકનું ઊર્જામાં રૂપાંતર થાય છે. તેમજ લગ્ન પછી બદલાયેલી જીવનશૈલીને કારણે, પુરુષોની ચયાપચય ધીમી પડી જાય છે ત્યારે શરીર ઓછી કેલરી બર્ન કરે છે અને વધારાની કેલરી ચરબીના રૂપમાં સંગ્રહિત થવા લાગે છે. જેના કારણે વજન વધે છે.
લગ્ન પછી સ્થૂળતાથી કેવી રીતે બચવું?
જો પુરૂષો લગ્ન પછી સ્થૂળતાથી બચવા માંગતા હોય તો તેમણે કેટલીક ખાસ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ. જેમ કે નિયમિત કસરત કરવી, વધુ ફળો ખાવા, શાકભાજી અને આખા અનાજ ખાવા,સંતુલિત આહાર લેવો અને ઓછું જંક ફૂડ ખાવું જોઈએ. આ સાથે તણાવ દૂર કરવા માટે તમે યોગ અને ધ્યાન જેવી આદતો અપનાવી શકો છો.