સતત પ્રગતિની ધગસ અને લાઈફ અપગ્રેડેશનના અભિગમ સાથે યુવાવર્ગમાં બે વર્ષમાં કોરોનાકાળ દરમિયાન ઘરમાં બેઠા
બેઠા વૈકલ્પિક વ્યવસ્થા અને શું કરવું? તે વિચારવાનું પૂરો સમય મળી રહેતા એકમાંથી બીજા ક્ષેત્રમાં આવાગમનનું પ્રમાણ વધ્યું
ભારતીય અને ખાસ કરીને યુવા વર્ગમાં એક માંથી બીજા કામ અને કામ ધંધા બદલવાનું પ્રમાણ સૌથી વધુ જોવા મળી રહ્યું છે, તેમાં પણ કોરોના કાળ દરમ્યાન નવરાશ ના સમય નો ભારતીય યુવા વર્ગે ખૂબ જસદ ઉપયોગ કર્યો હોય તેમ સારું ભવિષ્ય અને ઉન્નતિ માટે શું કરી શકાય? તેનું વિચાર-વિમર્શ કરીને યુવાવર્ગ અને ખાસ કરીને અમેરિકામાં વસતા યુવા ભારતીયો મૂળભૂત કામ માંથી રાજીનામું આપીને અન્ય સ્થળે જવાનું વધારે પ્રમાણ જોવા મળે છે,
તાજેતરમાં અમેરિકાની એક કંપની દ્વારા હાથ ધરવામાં આવેલા સર્વેમાં જુલાઈ 2021 માં જ લગભગ 40 લાખ જેટલા લોકોએ પોતાનો મૂળભૂત ધંધો છોડી દીધો હતો, અમેરિકાના કુલ માનવ શક્તિ ના 2.9 ટકા જેટલા લોકોએ પોતાની મૂળ નોકરીમાંથી રાજીનામું આપીને અન્ય સ્થળે જવાનું પસંદ કર્યું છે, અમેરિકાની જેમ ભારતમાં પણ કાર્ય બદલી નું પ્રમાણ વધ્યું છે અગાઉ કોરોના પૂર્વે માર્ચ 2019 પૂર્વેની સ્થિતિ માં ખુબજ બદલાવ આવ્યો છે જુલાઈ 2021માં 65 ટકાથી વધુ લોકોએ પોતાનું બદલાવી નાખ્યું છે.
એક કંપનીના મેનેજીંગ ડિરેક્ટર રમેશ પુરી નું કહેવાનું છે કે સામાન્ય સંજોગો થી કોરોના પછીની પરિસ્થિતિ ખૂબ જ અલગ થઈ જવા પામી છે.આ અગાઉ લોકોને રાજીનામું આપવું કે નહીં તેની અસર થતી હવે યુવાવર્ગ પાસે મોટો વિકલ્પ ઊભો થયો છે, બીજી તરફ લોકોએ પણ પોતાની જિંદગીના પરિમાણો બદલી નાખ્યા છે તનાવને કામના બોજ વચ્ચે પણ યુવા લોકો પોતાના જીવન તરફ વધારે સજા થયા છે અને વધુ સારું કામ કરવા માટે પ્રેરાયા છે.કોરોના લોકડાઉન દરમિયાન ખાસ કરીને ભારતીય યુવાનોએ નવરાશ ના સમય નું ખુબ જ સરસ ઉપયોગ કર્યો હોય તેમ સારા ભવિષ્ય અને વધુ સારી આવક ની સાથે સાથે પોતાના જીવનની પ્રગતિ કેવી રીતે કરી શકાય તેના આયોજનમાં સમય વિતાવ્યો છે અને હવે જ્યારે નવી રીતે રોજગારી શરૂ થઈ છે.
ત્યારે વ્યાપક પ્રમાણમાં લોકો એ લોક ડાઉન દરમિયાન કરેલા મંથનનું અમલ શરૂ કરી દીધું છે 29 વર્ષના ધવલ રાવલ નું કહેવું છે કે એ વાત સાચી છે કે દરેક માટે કામ ધંધો જરૂરી હોય છે પરંતુ સાથે સાથે વર્તમાન સમય અને ભવિષ્યનું આયોજન પણ જરૂરી છે યુવાવર્ગમાં સારા ભવિષ્ય માટે નું મનોમંથન પરિણામદાયી બન્યું અને આથી જ આ વર્ષે જૂની નોકરીઓ છોડી ને જવા માટે તૈયારી માટે ખૂબ જ મોટા પ્રમાણમાં રાજીનામા પડી રહ્યા છે 27 વર્ષ ના કરીના ફારુકી કે જે ડેવલપમેન્ટ સેક્ટરમાં લાંબા સમયથી કામ કરતા હતા તેણે પોતાની જૂની નોકરી મૂકી દીધી ગયા વર્ષે સપ્ટેમ્બર ઓક્ટોબર દરમિયાન વધુ સારી નોકરી ની તલાશ માટે રાજીનામું આપી દીધું હતું.
ધવલ રાવલે જણાવ્યું હતું કે લોકોને હવે એવી અનુભૂતિ થઈ ગઈ છે કે જો તમે કામ નહીં કરો તો તમે ક્યાંય પ્રગતિ નહીં કરો કરી શકો તો મારી પાસે પણ લોન ભરવા માટે વધારાની આવક ની જરૂર છે ત્યારે હું પણ વધી વધારે આવક થાય એવું કામ શોધી રહ્યો છું આજ રીતે ઉપાસના કોસિકએ જણાવ્યું હતું કે હવે મને સમજાયું છે કે મારે મારા કમ્ફર્ટ ઝોનમાંથી બહાર નીકળવું પડશે હું ઇન્સ્ટાગ્રામ ગામ માધ્યમથી મારા શોખ અને કૌશલ્યને વધુ મેળવવા પ્રયાસ કરી રહ્યો છું.ઇન્ટરવ્યૂ ક્ધસલ્ટિંગ ના સીઈઓ નિર્મલા મેનન નું કહેવું છે કે લોકો હવે પોતાના ભવિષ્યની ચિંતા કરતા થયા છે હું પણ આવા લોકોની ચિંતા દૂર કરવામાં મદદરૂપ થવા માંગું છું સાથે સાથે જે લોકોને ભવિષ્યમાં વધુ આગળ જવા માટે અલગ હોય તેવા લોકો માટે મદદરૂપ થાવ છું.
આવા લોકો પોતાની નોકરી છોડીને હવામાન જવા માટે પ્રેરિત બન્યા છે બેંગ્લોરની નિવાસી સ્નેહા 34 વર્ષ ની વયે પોતાના નવા કારોબાર અને રોકાણ માટે ની અનુકૂળતા છે દરેક વર્ગના કામદારો પણ કોઈપણ જાતની જાણ કર્યા વગર અન્યત્ર ચાલ્યા જવાની સંખ્યા વધતી જાય છે કોરોના દરમિયાન કેટલીક કંપનીઓએ કોરોના દરમિયાન પોતાના કામદારોને સાચવવામાં ખૂબ જ ચોકસાઇ દાખવી હતી અને આવા ઉદ્યોગપતિઓને કામદારોની અછતની સમસ્યા ઓછી સતાવી રહી છે જે કંપનીઓએ પોતાના કામદારોને કપરા સમયમાં સાચવ્યા હતા તેમને નવા શ્રમિકોની શોધ કરવાની જરૂર પડી નથી.
જ્યારે બીજી તરફ જે કંપનીઓએ લોક ડાઉન દરમિયાન મજૂરોની દરકાર નથીરાખી તેવી કંપનીના મજૂરો કામદારો અને ખાસ કરીને યુવા વર્ગ અન્ય કંપનીઓ માં જવા માટે રાજીનામા આપી ચૂક્યા છે, આમ અમેરિકા સહિત સમગ્ર વિશ્વના ભારતીય યુવા લોકો ફશ જિંદગીમાં વધુ સારી સ્થિતિ અને પ્રગતિ માટે એક કામ મૂકીને બીજા તરફ ઉછળકૂદ કરવામાં સૌથી મોખરે રહેલા છે.