યુવતીઓ પોતાનાથી મોટી ઉંમરના હોટ પુરુષો પ્રત્યે જલદી આકર્ષાઈ જાય છે. લોકો હમેશા આ મામલે કારણની તપાસ કરતાં હોય છે. પોતાની રીતે તર્ક વિતર્ક કરતાં રહે છે. અનેક સેલેબ્રિટીએ નાની ઉમરની યુવતી સાથે લગ્ન કર્યાનું નોંધાયું છે. આવા સબંધો પાછળ અનેક કારણો જવાબદાર હોય છે. અધ્યયન પ્રમાણે, સારા લુક્સ સાથે આર્થિક સ્થિરતા, એક આર્થિકરુપે આત્મનિર્ભર મહિલાને વધુ આકર્ષિત કરે છે.

મોટાભાગની મહિલાઓ માટે સારો લુક મહત્વ ધરાવતું નથી. વિશેષજ્ઞો માને છે કે પોતાનાથી મોટી ઉંમરના પુરુષ સાથે લાંબા સમય સુધી રિલેશનમાં બન્યા રહેવાની આશા રાખવી ન જોઈએ. જે મહિલાઓ નાની ઉંમરના બોય્ઝને ડેટ કરે છે તેઓ સારી રીતે જાણતી હશે કે સેટલ થવાની વાત આવે ત્યારે આ બોય્ઝ કેવી રીતે સાવધાન મુદ્રામાં આવી જતા હોય છે. ત્યાં જ મહિલાઓ પોતાનાથી મોટી ઉંમરના પુરષને લઈને જલ્દી નિર્ણય પર આવી જાય છે. મોટાભાગના મોટી ઉંમરના પુરષો પાસે ન તો રમત રમવા માટે સમય હોય છે ન તેમને તેની જરુરિયાત હોય છે. તેઓ કમિટમેંટને લઈને યુવાનોની સરખામણીએ ગભરાતા હોતા નથી.’ આર્થિક સ્થિરતા અત્યંત મહત્વપૂર્ણ છે, કેમકે તે જણાવે છે કે તે એક જવાબદાર પુરષ છે અને પોતાની પ્રાથમિકતાઓ નક્કી કરી ચૂક્યા છે.

આ સિવાય ફાયનાન્સિયલી સુરક્ષિત પુરુષોને ડેટ કરવાથી સંબંધમાં ખટાશ લાવનાર નાણાકીય કારણોને લીધે થતા ઝઘડાઓ થવાની શક્યતા રહેતી નથી. ઉંમરમાં મોટા પુરુષો જીવનની સમસ્યાઓ અને પડકારો પ્રત્યે પરિપક્વ દ્રષ્ટિકોણ ધરાવતા હોય છે, તેમજ બની શકે કે ઓછી ઉંમરના પુરુષો હજુ સુધી પોતાની જાતને શોધવાનો પ્રયત્ન કરી રહ્યા હોય. જ્યારે એક યુવાન વ્યક્તિની જીવનશૈલી બદલવું મુશ્કેલ હોય તો મોટી ઉંમરના લોકોમાં તો આ ફેરફાર કરવો અશક્ય છે. જ્યારે તમે તેમના જીવનમાં પ્રવેશશો ત્યાં સુધી તેઓ પોતાના જીવનમાં સંપૂર્ણપણે ઢળી ચૂક્યા હશે તેથી જ તેઓ તેઓ પોતાના જીવનમાં કોઈપણ પ્રકારનો પરિવર્તન લાવવાની વાતનો વિરોધ પણ કરશે. પાર્ટનર વચ્ચે પાંચ વર્ષ કરતા વધારે અંતર હોય તો તેવા કપલ્સમાં ડિવોર્સની સંભાવના 18 ટકા સુધી વધી જાય છે.

જો ઉંમરનો આ તફાવત 10 વર્ષ કે તેથી વધુ હોય તો ડિવોર્સની સંભાવના 39 ટકા જેટલી વધી જાય છે. જો આ અંતર 20 વર્ષ કરતા વધુ હોય તો ડિવોર્સની સંભાવના 95 ટકા સુધી વધી જાય છે. ત્યાં જ જો ઉંમરનો તફાવત 1 વર્ષનો હોય તો ડિવોર્સની સંભાવના 3 ટકા સુધી વધી જાય છે. ઉંમરમાં ખૂબ જ વધારે અંતરવાળા રિલેશન્સ ઘણા બધા કારણોસર તણાવપૂર્ણ હોઈ શકે છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.