ગ્રામ્યવિસ્તારો કે ખુલ્લા વિસ્તારોમાં રાત્રે વૃક્ષ નજીક તમે આગીયાને ચમકતા જોયા હશે. જો કે શહેરમાં ખુબ જ ઓછા જોવા મળે છે. જો કે ગ્લોબલ વોર્મિગે ઘણી બધી પ્રજાતીને લુપ્ત થવા આરે મુકેલ છેત્યારે ગામડામાં પણ ઓછા જોવા મળે છે. આગીયા રાત્રે કેમ ચમકે છે? આ પ્રશ્ન બધાને થતો હશે.
તો આ રહસ્ય છે
આગીયા ચમકવા પાછળ તો હેતું તે તેની માદા આકર્ષિત કરવા અને પોતાનું ભોજન શોધવા માટે ચમકતા હોય છે. આગીયાઓમાં ત્રણ પ્રકારની ચમક વાળા હોય છે. લાલ પીળો અને લીલો, માદા આગીયો જંગલના વૃક્ષોની છાલ ઉપર જ તેનાં ઇંડામૂકે છે. તમને નવાઇ લાગશે કે તેમનાં ઇંડા પણ રાત્રીના ચમકતા જોવા મળે છે.
સૌથી વધારે આગિયા જોવા મળતા હોઈ તેવો દેશ
આગીયાની દુનિયા વિશે ઘણી નિરાલી વાતો છે જેમાં માદા આગીયાને પાંખો હોતી જ નથી. માટે તે એક જ જગ્યાએ ચમકતી રહે છે. નર આગીયાને પાંખો હોવાથી તે ઉડે ત્યારે ચમકતા જોવા મળે છે. ભારતમાં ઘણી જગ્યાએ જોવા મળે છે. પરંતુ વધારે ચમકતા આગીયા જોવા મળે છે એ દેશ છે, વેસ્ટઇન્ડિઝ અને દક્ષિણ અમેરીકામાં સૌથી વધારે જોવા મળે છે. ૧૯૬૭માં રોબર્ટ બાયલનામના વૈજ્ઞાન્કિે આગીયાની શોધ કરી હતી.
શરૂઆતમાં એવુ મનાતુ કે તેનાં શરીરમાં ફોસ્ફરસ હોય છે. એટલે ચમકે છે. પરંતું વૈજ્ઞાનિકોએ આ વાત નકારતા જણાવેલ કે આગીયા લ્યુસિફેરસ નામના પ્રોટીનને કારણે સતત ચમકતા રહે છે. વિશ્વભરમાં કે આફ્કિાના વિશાળ જંગલોમાં એવા કેટલાક જીવ-જંતુઓ છે. જેને આપણે હજી ઓળખી નથી શકતા.