- બધા જ શ્ર્વાન વરૂના વંશજ છે , દુનિયામાં હાલ તેની 800 થી વધુ પ્રજાતિ જોવા મળે છે
- શ્ર્વાનનું સૌથી જૂનું અશ્મિ બેલ્જિયમમાં 31,700 વર્ષ પહેલાનુ સંશોધનકારોને મળેલ હતું
- માણસ કુતરા ને ત્રીસ હજાર વર્ષોથી પાળી રહ્યા છે, જ્યારે પણ વફાદાર પ્રાણીનું નામ લેવાય ત્યારે કુતરા પ્રથમ સ્થાને હોય છે : કુતરા વિશેની ઘણી લોકવાયકાઓ આપણા સમાજમાં પ્રચલિત છે
માનવી આદિકાળથી કુતરાઓને પાળી રહ્યો છે. હિન્દુ ધર્મ અને જ્યોતિષશાસ્ત્ર કે લોકવાયકા મુજબ તેને રાત્રે આત્મા દેખાતી હોવાથી તે રડે છે, પણ વૈજ્ઞાનિક તારણો તેના અલગ જવાબો આપે છે. રાત્રે કુતરા રડવાનું શરૂ કરે એટલે લોકોના મનમાં ભયની લાગણી જન્મે છે, કારણ કે તેના રડવાને આપણે અશુભ ગણીએ છીએ. કૂતરાને હંમેશા મનુષ્યનું સૌથી નજીકનું પાલતુ પ્રાણી મનાય છે. કુતરા અને માણસ વચ્ચેની વફાદારી આદિકાળથી ચાલી આવી છે, કુતરા આપણી ઘરની કે શેરીની રખેવાળી પણ કરતા આવ્યા છે. કુતરાઓ વિશેની ઘણી માન્યતાઓ પ્રાચીન કાળથી આપણા સમાજમાં ચાલી આવી છે, કુતરાઓ રોતા નથી પણ રોવા જેવો અવાજ કરે છે જેને હાઉલ, હોલ કે લારી કહેવાય છે.
કુતરા પણ એક જીવ છે, તેમને પણ બીજાની જેમ દર્દ, શારીરિક પરેશાની થાય ત્યારે કુતરા આ પ્રકારનો અવાજ કરે છે, ઘણીવાર પોતાના સાથીથી એટલું પડી ગયું હોય તો, પણ આવો અવાજ કરીને પોતાના સાથીને જાણ કરે છે. એકલા ન રહેવા ટેવાયેલા કુતરા તેના સાથીને સંદેશ પહોંચાડવા કે ભૂખ, પીડાને કારણે પણ રડતા જોવા મળે છે. આપણે તેને મારવા કે ભગાડવાની જરૂર નથી, છતાં પણ આજના યુગમાં ભણેલ ગણેલ લોકો પણ રાત્રે તેમને ઘર પાસેથી માર મારી અને તગેડી મૂકે છે. આજના લેખમાં રાત્રે કુતરાના રડવા અંગે વૈજ્ઞાનિક આધારો સાથેની માહિતી લેખમાં પ્રસ્તુત કરી છે
આપણી સંસ્કૃતિ-સંસારયાત્રા જીવનયાત્રામાં ઘણી વાતો- વાયકા કે અંધશ્રધ્ધા હોય છે.જેમાંથી આપણે બહાર નીકળી શકતા નથી, આપણે નાના હોય ત્યારે આપણા મા-બાપને આપણે મોટા થાય ત્યારે આપણાં સંતાનોને આજ વાત કહીએ છીએ છત પર કાગડો બોલ્યો તો મહેમાન આવશે.કાચનું વાસણ ફુટયું તો લાભ થશે.છીંક આવે તો રોકાઈ જવું, બિલાડી આડી ઉતરવી વિગેરેને અશુભ ઘટના માનવામાં આવે છે. જો કે આ તમામ વાતોમાં કોઈ વૈજ્ઞાનિક તથ્ય નથી.જવા વાળાને પાછળથી ટોકવું? હાથમાં ખંજવાળ આવવી, ડાબી આંખ ફરકવી વિગેરે બાબતો માત્ર અંધશ્રધ્ધા છે. આજના યુગમાં શિક્ષિત લોકો પણ આવી અંધશ્રદ્ધામાં કે લોકવાયકામાં ખૂબ જ શ્રદ્ધા ધરાવે છે.
આવી જ વાત છે, રાત્રે કુતરા રોવાની આને આપણે અશુભ કહીએ છીએ. આપણે તેને આપણા ઘર પાસેથી તગેડી મુકીયે છીએ.આપણા ઘર આસપાસ જયારે કુતરા રડવાનો અવાજ આવે તો ત્યાંથી ભગાવી દઈએ છીએ જેથી તે અવાજ આપણે ન સંભળાઈ, કારણકે કુતરાનો રોવાનો અવાજ અશુભ સમાચારના આવવાનો સંકેત અને કોઈ અપ્રિય ઘટના બનશે એવી આપણી માન્યતા કે માનવું છે.આ બધી વાતો પરથી આપણે સવાલ ઉઠે કે કુતરાને કેમ ખબર પડે કે આ જગ્યાએ જઈને રડીએ?
એક માન્યતા મુજબ કુતરાએ પોતાની આસપાસ કોઈ પણ પ્રકારની ખરાબ આત્માકે શકિતનું હોવાની ખબર પડેને તેને દેખાવા લાગે ત્યારે તે રોવાનું શરૂ કરે છે, જયોતિષ શાસ્ત્રોમાં પણ વિવિધ માન્યતાઓ દર્શાવાય છે , પરંતુ વૈજ્ઞાનિક માહિતી જરા જુદી છે.
ખરેખરતો કુતરાઓ તે સમયે રોવે છે.જયારે તે પોતાના સાથીઓને સંકેત આપે છે. કે તેનું લોકેશન જણાવવા માગે છે.જે કારણે તે રડે કે લાંબી લારી કરે છે. વેટરનરી ડોકટર ના મતે તેને પેટમાં દુ:ખાવો કે જીવાત હોય ત્યારે તેના કણસવા અવાજને લારી કે લાંબુ રડે છે.
કુતરો માનવજીવીનું વફાદાર પ્રાણી છે તે હમેંશા લોકોની વચ્ચે રહેવા ટેવાયેલો છે. તેથી તે જયારે એકલો પડે દર્દ થતુ હોય, ભુખ્યું હોય ત્યારે તે રોઈને અથવા લારી કરીને તેની વ્યથા જણાવે છે. વૈજ્ઞાનિકોએ પણ સંશોધન બાદ નકકી કર્યુ કે તે પોતાની વ્યથા રજુ કરવાની આ એક રીત છે.
શોધ સંશોધનમાં એક વાત એવી પણ છે કે મેઈલ ડોગ એકલું હોય ત્યારે ફિમેલ ડોગને આકર્ષવા માટે પણ લાંબી લારી કે રડવા જેવો અવાજ કરે છે.જે એક ડોગની સાંંકેતિક ભાષા છે, જે ફિમેઈલ ડોગ સમજી જાય છે.આ બધી વાતોમાં વિજ્ઞાનના આધારવાળી વાતોમાંજ તથ્ય રહેલું છે. બાકી બધી અંધશ્રધ્ધા છે.ઘરમાં રહેલા શ્ર્વાન કદી આવી રીતે રડતા નથી , કેમકે તે સદા માલિક કે પરિવાર સાથે રહે છે.શેરી નાંકે રખડતા કુતરા આવો લાંબો રડવાનો અવાજ કરે છે જયારે તે એકલા પડે કે દુ:ખાવો હોય.
આપણાં શાસ્ત્રોમાં પણ ગાય-કુતરાને રોટલીનો મહિમા આદી કાળથી ચાલ્યો આવ્યો છે.હિમાલયે હાડ ગાળવા ગયેલા સાથે શ્ર્વાન ગયો હતો તેવો તેવો ઉલ્લેખ છે .અમુક ભગવાનનાં ચિત્રોમાં પણ બાજુમાં શ્ર્વાન બેઠા હોય તેવા ફોટા આપણે જોયા છે. અંતે કુતરો આપણા ઘર પાસે લાંબા અવાજે રડતું હોય ત્યારે કશુજ ખરાબ નથી થવાનું કે કોઈનું મૃત્યુનથી થવાનું કે અપ્રિય સમાચાર આવવાના નથી.આ બધી અંધશ્રધ્ધા છે, માટે આપણે આપણાં સંતાનોને સાચી જાણકારી આપવી આજે આપણે 21મી સદીમાં જ્ઞાન-ટેકનોલોજી નોલેજ વિજ્ઞાનની યાદીમાં જીવીએ છીએ.અંધશ્રધ્ધાથી દુર રહેવું.