જસદણમાં નશામા ધૂત પતિએ લાકડી વડે માર મારતા હોસ્પિટલમાં ખસેડાઈ
જસદણમાં નશામા ધૂત પતિએ પત્ની પર ‘ તું દારૂ પીને કેમ સુઈ ગઇ?’ આક્ષેપ કરી લાકડી વડે બેફામ માર મારતા પરિણીતાને સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે.
આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ જસદણમાં વિછીયા રોડ પર રહેતી કાજલબેન દીપકભાઈ સાઢનીયા નામની ૨૮ વર્ષીય પરિણીતાને તેના પતિ દીપકે લાકડી વડે માર મારતા તેણીને સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે.
જ્યાં ઘટનાની જાણ થતા પોલીસ કાફલો હોસ્પિટલ દોડી ગયો હતો. પોલીસની પ્રાથમિક તપાસમાં પરિણીતા કાજલબેનએ જણાવ્યું હતું કે પોતે બપોરે સૂતી હતી ત્યારે નશામા ધૂત તેના પતિ દિપક આવીને લાકડી વડે તૂટી પડ્યો હતો. એટલું જ નહીં પરંતુ તેના પતિ દીપકે પત્ની કાજલબેન પર દારૂ પીને સુઈ ગયાનો પણ આક્ષેપ કર્યો હતો. પોલીસે ઘટનાની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.