રાજકોટ શહેરમાં ગુનાખોરિનો ગ્રાફ સતત ઉપર જઇ રહ્યો હોઇ તેમ મારામારી સહિત અને બનાવો બનવા પામ્યા છે.ત્યારે વધુ એક મારામારીનો બનાવ પોલીસ ચોપડે નોંધાયો છે.જેમાં અક્ષર માર્ગ પર આવેલ ઉત્કર્ષ સ્કૂલ ઓફ એક્સલન્સ માં અભ્યાસ કરતા વકીલ પુત્રને તેના સહ વિદ્યાર્થીએ પોતાની જગ્યા પર બેસવા બાબતે માર મારી બેંચમાં માથા પછાડી લોહી લુહાણ કરતા તેને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો બનાવની જાણ માલવિયા પોલીસને થતા પોલીસ સાથે વિદ્યાર્થીના પિતાની ફરિયાદ પરથી માર માર વિદ્યાર્થી વિરુદ્ધ ગુનો નોંધી કાર્યવાહી હાથ હોય છે.
વિગત મુજબ ભક્તિનગર સર્કલપરા આવેલ ધર્મજીવન સોસાયટીમાં રહેતા ધારાશાસ્ત્રી કુમારભાઈ રસિકલાલ પંડ્યાએ પોતાના પુત્ર આકાશ સાથે અભ્યાસ કરતા જિંનકી અલ્કેશભાઇ ધડુક સામે માલવિયા નગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યું હતું કે તેનો પુત્ર અક્ષર માર્ગ પર આવેલ ઉત્કર્ષ સ્કૂલ ઓફ એક્સલન્સમાં ધો.11 સાયન્સમાં અભ્યાસ કરે છે. તા.6 ના તે સ્કૂલ પર ગયો હતો ત્યારે તેના સાથે અભ્યાસ કરતા સહ વિદ્યાર્થી જિંનકી અક્લેશભાઈ ધડુકએ ” મારી જગ્યાએ કેમ બેસી ગયો ” તેમ કહી માર માર્યો હતો અને આકાશનું માથું બેંચ પર પછાડી લોહી લુહાણ કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ બનાવની જાણ સ્કૂલના પ્રિન્સિપાલે આ કામ ના પિતા કુમાર ભાઈ ને કરતા તેઓ તાત્કાલિક સ્કૂલ પર દોડી ગયા હતા અને તેના પુત્ર આકાશને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડ્યો હતો. જ્યાં હોસ્પિટલે તપાસ કરાવતા તબીબે આકાંશના હાથનો હાડકું ખસી ગયા હોવાનું અને તેનો ઓપરેશન કરવું પડશે તેવું જણાવ્યું હતું.
જેથી નજીક બાબતે આકાશને તેના સહ વિદ્યાર્થી જિંનકી ધડુકે માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપતા તેને માલવયા નગરમાં જીનકી વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે તેની સામે ગુનો નોંધી તેની શોધખોળ શરૂ કરી છે.