રાજકોટમાં જામનગર રોડ પરસાણાનગરમાં રહેતી કાજલબેન મયુર પરમાર (ઉ.વ.27) નામની યુવતિએ ગાંધીગ્રામ અક્ષરનગરમાં રહેતા આર્મીમેન પતિ મયુર ઉમેશભાઇ પરમાર અને સાસુ કૈલાશબેન સાથે નાની નાની બાબતે ઝઘડા કરી મેણાટોળા મારી ગાળો દઇ મારકુટ કરતા હોવાની તેમજ પરણીતાએ પુત્રને જન્મ આપ્યા બાદ ચાર દિવસ પછી પતિએ ફોન કરી સીઝેરીયન કેમ આવ્યું તે નોર્મલ ડીલેવરી કેમ ન કરી તેમ કહી ઝડઘો કર્યો હતો અને છઠ્ઠીના દિવસે બાળકનું નામ રાખવા બાબતે સાસુએ ઝડઘો કર્યાની મહીલા પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવી છે.
ફૌજીએ પત્નીને ત્રાસ આપ્યો: ભોમેશ્ર્વર પ્લોટમાં રહેતી યુવતિને પણ મોરબીના પતિ, સાસુનો ત્રાસ
બીજી ઘટના વાંચવા અહી ક્લિક કરો
રાજકોટ: ઉઘોગપતિએ પત્નીને બે બાળકો સાથે પહેરેલ કપડે કાઢી મુકી: સાસરિયાં પક્ષ સામે ફરીયાદ
જામનગર રોડ ભોમેશ્ર્વર પ્લોટમાં દ્વારકેશ ફલેટમાં રહેતી ચાંદનીબા અજયસિંહ ઝાલા (ઉ.વ.35) એ નોંધાવેલી ફરીયાદમાં આરોપી તરીકે મોરબી સનાળા રોડ પર રહેતા પતિ અજયસિંહ બળવંતસિંહ ઝાલા અને સાસુ કનકબા બળવંતસિંહ ઝાલાનું નામ આપ્યું છે.
પોલીસ ફરીયાદમાં જણાવ્યા પ્રમાણે પોલીસ જમાદારની પુત્રી ચાંદનીના બાર વર્ષ પહેલા મોરબી રહેતા ફોજદારના પુત્ર અજયસિંહ સાથે લગ્ન થયા હતા લગ્ન બાદ સાસુની ચડામણીથી પતિ ત્રાસ આપતો હોવાનું જણાવ્યું છે.
આ ત્રણેય ઘટના અંગે મહીલા પોલીસે ગુના નોંધી વિશેષ તપાસ પી.આઇ. એસ.આર. પટેલના માર્ગદર્શન હેઠળ પોલીસ સ્ટાફ ચલાવી રહ્યો છે.