મિત્ર હોવાથી ઘરે આવતા યુવકે પત્ની પર નજર બગાડતા ટપારતા બે શખ્સોએ ધારીયા વડે માર માર્યો
ગાંધીધામના ઇન્દિરા નગરમાં હનુમાનજી મંદિર પાસે આડા સંબંધના કારણે થયેલી બોલાચાલીમાં પરિણીતા ઘરેથી ભાગી જતા ઠપકો આપતા યુવક પર ખુની હુમલો કર્યાની બે શખ્સો સામે ફરીયાદ નોંધાવી છે.
વધુ વિગત મુજબ મોરબી તાલુકાના વજેપર ગામનો વતની અને હાલ ગાંધીધામના ઇન્દિરાનગરમાં રહેતા વિશાલ ઉર્ફે લાલો બાબુ થરેસા નામના યુવાને પાડોશમાં રહેતો ઇશ્ર્વર ઉર્ફે ભીખુ પુના મકવાણા અને તેનો મિત્ર લવકુમાર શામજી સહીત બન્ને શખ્સોએ ધારીયા વડે ખુની હુકલો કર્યાની ફરીયાદ નોંધાવી છે.
પોલીસ ફરીયાદમાં જણાવ્યા પ્રમાણે વિશાલ ઉર્ફે લાલો થરેસા અને ઇશ્ર્વર ઉર્ફે ભીખુ મકવાણા બન્ને મિત્ર હોવાથી અવાર નવાર ઘરે આવતો હોવાથી પત્ની સાથે આંખ મળી જતા અને આડાસંબંધ હોય તે બાબતે વિશાળ ઉર્ફે લાલો થરેસાએ મિત્ર ઇશ્ર્વર ઉર્ફે ભીખુ મકવાણા સાથે બે ત્રણ વખત ઝઘડો થતા પત્ની સામાન લઇને જતી રહેલી તે વખતે ઈશ્વર ઉર્ફે ભીખુ ત્યાં હાજર હતો.
જેથી વિશાળ ઉર્ફે લાલએ ઇશ્ર્વર ઉર્ફે ભીખુને તુ મારી પત્ની સાથે કેમ ગયેલ છે તેમ કહેતા તુ તારુ કામ કર તેમ કહી મિત્રની મદદથી ધારીયા વડે હુમલો કર્યાની ફરીયાદ નોંધાવી છે.પોલીસે બે શખ્સો સામે હત્યાની કોશિષનો ગુનો નોંધી ધરપકડ કરવા તજવીજ હાથ ધરી છે.