અબતક, નવી દિલ્હી
સોશિયલ મીડિયાના વાયરલ વાયરસને નાવા માટે દેશભરમાં આ વર્ષે ૨૬ મેી અમલમાં આવેલા નવા ઈન્ફર્મેશન ટેક્નોલોજી (આઇટી) નિયમો હેઠળ કાર્યવાહી કરવાનું ઇન્ટરનેટ તેમજ સોશિયલ મીડિયા જાયન્ટસ કંપનીઓએ શરૂ કરી દીધું છે. ત્યારે પોતાના પ્લેટફોર્મનો ગેરઉપયોગ કરનારા યુઝર્સ પર વોટ્સએપે તવાઈ બોલાવી છે. કંપનીએ હરકતમાં આવી માત્ર ૪૬ દિવસની અંદરમાં ૩૦ લાખ જેટલા ભારતીયોના એકાઉન્ટ બંધ કર્યા છે.
નવા આઈટી નિયમો હેઠળ વોટ્સએપે શું કાર્યવાહી કરી ? ખોટા મેસેજ, અસ્લીલ સામગ્રી રોકવા કંપનીએ શું એકશન લીધા ..?? જેવી માહિતી આપવા મંગળવારે વોટ્સએપે તેનો બીજો રિપોર્ટ સરકારને સોંપ્યો છે. બહાર પાડવામાં આવેલા આ અહેવાલમાં વોટ્સએપે કહ્યું છે કે તેણે ૧૬ જૂની ૩૧ જુલાઈ સુધીના ૪૬ દિવસમાં ૩ મિલિયની વધુ ભારતીય ખાતાઓને બ્લોક કર્યા છે.
વોટ્સએપે તેના રિપોર્ટમાં જણાવ્યું કે તેને આ સમયગાળા દરમિયાન ૫૯૪ ફરિયાદ રિપોર્ટ મળ્યા છે. અગાઉ, વોટ્સએપે અહેવાલ આપ્યો હતો કે ઓટોમેટિક અવા બલ્ક મેસેજિંગના અનધિકૃત ઉપયોગને કારણે એકાઉન્ટ્સ પર ૯૫ ટકાી વધુ પ્રતિબંધો લાદવામાં આવ્યા હતા. વોટ્સએપ દ્વારા તેના પ્લેટફોર્મનો દુરુપયોગ રોકવા માટે વૈશ્વિક રીતે અત્યાર સુધીમાં સરેરાશ દર મહિને ૮ મિલિયન ખાતાઓ બંધ કરાયા છે. નોંધનીય છે કે વોટ્સએપ પર એન્ડ ટુ એન્ડ એન્ક્રીપશન છે. પરંતુ કંપનીએ આર્ટીફીશીયલ ઈન્ટેલીજન્સ અને નવીનતમ ટેકનોલોજી મારફતે
મોબાઇલ નંબર, પ્રોફાઈલ ફોટો તેમજ અન્ય વિગતોને આધારે ગેરકાયદે તેમજ અશ્લીલ માહિતી અને ફેક મેસેજ ફોરવર્ડ કરતા ખાતાઓને શોધીને તેના પર રોક લગાવી છે.