રાજકોટ મહાનગરપાલિકાના કમિશનર તરીકેનો ચાર્જ છોડતા પૂર્વે ગઈકાલે મ્યુનિ.કમિશનર ઉદિત અગ્રવાલે નવ એન્જિનીયર અને બે વર્ક આસી.ની અરસ-પરસ બદલીનો હુકમ કર્યો હતો. ફરજના અંતિમ દિવસે શા માટે એક સાથે 11 કર્મચારીની બદલી કરવામાં આવી તેનું કારણ હજુ અકળ છે.
અંતિમ દિવસે કરી કર્મચારીઓની બદલી કરવા પાછળનું કારણ અકળ
આ અંગે પ્રાપ્ત થતી વધુ વિગત મુજબ ગઈકાલે ઉદિત અગ્રવાલે મ્યુનિ.કમિશનરનો ચાર્જ છોડતા પહેલા આવાસ યોજના વિભાગના નાયબ કાર્યપાલક ઈજનેર જીતેન્દ્ર લોલારીયાની બાંધકામ શાખામાં વોર્ડ નં.2માં વોર્ડ એન્જિનીયર તરીકે બદલી કરવામાં આવી હતી. જ્યારે વોર્ડ નં.2ના એન્જિનીયર મહેશ જોષીની ટ્રાફિક એન્ડ ટ્રાન્સપોર્ટ શાખામાં બદલી કરવામાં આવી છે.
ટ્રાફિક એન્ડ ટ્રાન્સપોર્ટ શાખામાં નાયબ કાર્યપાલક તરીકે ફરજ બજાવી રહેલા વિપુલ રાજદેવની વોર્ડ નં.14ના વોર્ડ એન્જિનીયર તરીકે બદલી કરવામાં આવી છે તો ટ્રાફિક એન્ડ ટ્રાન્સપોર્ટ શાખામાં નાયબ કાર્યપાલક ઈજનેર તરીકે ફરજ બજાવતા ભાવેશ ધામેચાની આવાસ યોજના વિભાગના નાયબ કાર્યપાલક ઈજનેર તરીકે બદલી કરાઈ છે. ડ્રેનેજ શાખાના આસી. એન્જિનીયર આકાશ પરમારની બ્રિજ સેલ ખાતે બદલી કરવામાં આવી છે તો વોર્ડ નં.3માં એડી. આસી. એન્જીનીયર તરીકે ફરજ બજાવતા અભેસિંહ રાઠવાની પણ બ્રિજ સેલમાં આસી. એન્જિનીયર તરીકે બદલી કરવામાં આવી છે. વોટર વર્કસ શાખામાં ફિલ્ટર પ્લાન્ટના મિકેનીકલ આસી. એન્જિનીયર રાજેશ રાઠોડની ડ્રેનેજ શાખામાં બદલી કરવામાં આવી છે
જ્યારે ડ્રેનેજ શાખાના એડી. આસી. એન્જિનીયર મિકેનીકલ પ્રવિણ પ્રજાપતિની વોટર વર્કસ શાખામાં ફિલ્ટર પ્લાન્ટના આસી. એન્જિનીયર તરીકે બદલી કરવામાં આવી છે.
આ ઉપરાંત ડ્રેનેજ પ્રોજેકટમાં વર્ક આસી. (સિવિલ)ના મયુર વેગડની બ્રિજ સેલમાં વર્ક આસી. તરીકે બદલી કરવામાં આવી છે જો આવાસ યોજના વિભાગના વર્ક આસી. (સિવિલ) કેવલ સરધારાની બ્રિજ સેલમાં વર્ક આસી. તરીકે નિમણૂંક કરવામાં આવી છે.