ખંભાળીયાની સરકારી હોસ્પિટલમાં કોરોના વોર્ડમાં દર્દીઓ દાખલ થાય ત્યારે તેમનું નામ લખાવતા વેઇટીંગમાં પ0 થી લઇને 125 જેટલો નંબર આવતા દર્દીના સગાઓ ભાગવા લાગતા હતા કે એમાં કયારે વારો આવે ??
ખુદ ભાજપ જીલ્લા પ્રમુખને એક વખત તેમના ગામના વ્યકિતનો 1ર0મો વારો હોવાનું જણાવ્યું હતું ગઇકાલે પણ પાલિકાના સફાઇ કર્મીને કોરોના થતા તેઓ ત્યાં જતા વેઇટીંગમાં 80મો વારો જણાવ્યો હતો. સફાઇ કર્મી ના સગાએ આ બાબતે પાલિકા કારોબારી ચેરમેન હિનાબેન આચાર્યને જાણ કરતા તેમણે આ અંગે જાત તપાસ કરાવતાં ત્યાં પાંચ છ દર્દી જ હતા અને વેઇટીંગ 80નુ હતું !
આ બાબતે ગંભીરતાપૂર્વક જીલ્લા કલેકટર ડો. નરેન્દ્રકુમાર મીનાને રજુઆત કરતા તેમણે ચોંકી જઇને આ ફરીયાદ અંગે તાકીદે પગલા લઇને વેઇટીંગમાં નામ લખાવી અન્ય હોસ્પિટલમાં ચાલ્યા જતા દર્દીઓને લીધે ખોટું વેઇટીંગ રહેતા નવા દર્દી પરેશાન થાય કે મોટા અાંકથી ડરી જાય તેવું હોય જે હોસ્પિટલ કંપાઉન્ડમાં ઉપસ્થિત હોય તેમના જ નામ વેઇટીંગમાં ગણવા હુકમ કરતા આજે સવારે સરકારી હોસ્પિટલના કોરોના વોર્ડમાં વેઇટીંગ શુન્ય થઇ ગયું છે!!જીલ્લા કલેકટરની તાકીદે કાર્ય કરવાથી પઘ્ધતિ ભારે પ્રસંશાપત્ર બની છે.