હિરોશીમા-નાગાસાકી પરમાણુ હુમલાને આજે ૭૫ વર્ષ થયા.
હિરોશીમા-નાગાસાકી પરમાણુ હુમલાની યાદથી વિશ્ર્વ આજે પણ થરથરે છે
માથા ફરેલા માનવીની એક ભૂલે ઈતિહાસ બદલી નાખ્યો
આજે છે છઠી ઓગસ્ટ , આજના દિવસે 1945માં જાપાનનાં હિરોશીમાં પર પરમાણુ હુમલો થયો હતો. એ ઘટનાને આજે ૭૫ વર્ષ પુરા થઈ ચૂકયા છે. મિત્રો આ એક એવી ઘટના છે જેનાથી આજે પણ વિશ્વ આખું થરથરે છે. ઓગસ્ટ 1945માં હિરોશીમાં અને નાગાસાકીમાં એવું તો શું બન્યું હતું?
1945માં 6 ઑગસ્ટની સવારે, બી -29 બોમ્બર એનોલા ગેની મદદથી હિરોશિમા શહેર પર “લિટલ બોય” નામનો અણુ બોમ્બ ફેંકવામાં આવ્યો. આ ગોઝારી ઘટનામાં આસરે 80,000 લોકો માર્યા ગયા. ઘટના અહી પૂરી નથી થતી પરંતુ ત્રણ દિવસ પછી નાગાસાકી ઉપર “ફેટ મેન” નામનો બીજો અણુ બોમ્બ ફેંકવામાં આવ્યો જેમાં 40,000થી વધુ લોકો માર્યા ગયા. અને જે હજારો લોકો બચી ગયા તે રેડીએશનની અસરના કારણે જીવન અને મરણ વચ્ચે તડફવા લાગ્યા. આ ઘટનાને કાળો વરસાદ પણ કહેવામા આવે છે.
યુ.એસ.એ હિરોશિમા અને નાગાસાકી પર કેમ બોમ્બ મૂક્યો?
1945 માં બીજા વિશ્વયુદ્ધની સમાપ્તિ પછી જાપાન અને યુએસ વચ્ચેના સંબંધો વધુ વણસી ગયા, ખાસ કરીને જાપાન આર્મી પૂર્વ ઈન્ડિઝના તેલ-સમૃદ્ધ વિસ્તારોને કબજે કરવાના ઉદ્દેશ્યથી ઇન્ડોચિના પર કબ્જો કરવાનું નક્કી કર્યું. તેથી યુ.એસ.ના પ્રમુખ હેરી ટ્રુમેને બીજા વિશ્વયુદ્ધમાં જાપાન આત્મસમર્પણ કરે તે માટે પરમાણુ બોમ્બનો ઉપયોગ કરવાની સત્તા આપી. અને તેને પરમાણુ બોમ્બનો ઉપયોગ કર્યો પણ ખરો. તે સમયના અમેરિકી રાષ્ટ્રપતિ હેરી એસ. ટ્રુમેને ચેતવણી આપી હતી કે “હવે અમે વધુ ઝડપથી અને સંપૂર્ણપણે જાપાનીઓનાં કોઈપણ ઉત્પાદનનન સાહસોને જમીન ઉપરઠી કાઢી નાખવા તૈયાર છીએ. જાપાની જનતાને સંપૂર્ણ વિનાશથી બચાવવા માટે પોટ્સડેમમાં 26 જુલાઈએ છેલ્લું અલ્ટિમેટમ આપવામાં આવ્યું હતું. જો તેઓ હવે અમારી શરતોને સ્વીકારશે નહીં તો તેઓ હવામાંથી વિનાશના વરસાદની અપેક્ષા રાખી શકે છે. ”
આવી બીજી પણ કેટલીક થીયરી છે. એક ઇતિહાસકાર ગાર અલ્પેરોવીટ્ઝએ તેમની બુક 1965માં દલીલ કરી હતી કે જાપાની શહેરો પર પરમાણુ શસ્ત્રોનો ઉપયોગ “સોવિયત યુનિયન સાથે યુદ્ધ પછીની ડિપ્લોમેટિક બારગેનિંગમાં મજબૂત સ્થાન મેળવવા માટે કર્યો હતો. કેમ કે જાપાનને શરણાગતિનું દબાણ કરવા માટે શસ્ત્રોની જરૂર નહોતી.” આનો ઉલ્લેખ અમેરિકાની વેબસાઇટમાં છે.
હવે પ્રશ્ન એ થાય કે હિરોશિમા અને નાગાસાકીને કેમ પસંદ કરવામાં આવ્યા?
ટ્રુમેને નક્કી કર્યું છે કે ફક્ત શહેર પર બોમ્બમારો કરવામાં આવશે તો દેશ પર તેની મોટી ઇંપ્રેશન પડશે અને તેથી ટાર્ગેટ શહેરને લશ્કરી ઉત્પાદનને ધ્યાનમાં રાખીને પસંદ કરવામાં આવ્યા હતા. આ શહેર ક્યોટોની જેમ જાપાન માટે સાંસ્કૃતિક મહત્વ ધરાવતા ન હોવાની પણ ખાતરી કરવામાં આવી હતી. આ તમામ વસ્તુઓનું લક્ષ્ય માત્ર જાપાનની યુદ્ધો લડવાની ક્ષમતાનો નાશ કરવાનું હતું.
હિરોશિમા મિલેટરીનો પહેલો ટાર્ગેટ હતો જેની વસ્તી આશરે 318,000 લોકોની હતી. હિરોશિમા તે સમયે જાપાનનું સાતમા ક્રમનું સૌથી મોટું શહેર પણ હતું. હિરોશીમાં જાપાનના સૌથી મહત્વપૂર્ણ લશ્કરી કમાન્ડનું સ્ટેશન હતું અને ચૂગોકુ પ્રાદેશિક સૈન્યના વડામથક તરીકે પણ કાર્યરત હતું. તે સૈન્ય પુરવઠાના સૌથી મોટા ડેપોમાંનું એક સ્થળ અને પુરવઠા માટેના અગ્રણી લશ્કરી શિપિંગ પોઇન્ટનું સ્થળ પણ હતું.
અણુ બોમ્બ બ્રિટીશ અને અમેરિકાના વૈજ્ઞાનિક જ્ઞાનનું પરિણામ હતું અને આ બોમ્બ યુ.એસ. માં બે પ્લાન્ટ્સ પર બનાવવામાં આવ્યો હતો. આ બોમ્બ કોડનેમ મેનહટન પ્રોજેક્ટના નામે બનાવવામાં આવ્યો હતો.
ટ્રુમેન પહેલાં રાષ્ટ્રપતિ ફ્રેન્કલિન રૂઝવેલ્ટે 1939માં આલ્બર્ટ આઈન્સ્ટાઇન તરફથી પત્ર મેળવ્યા બાદ પરમાણુ હથિયારના વિકાસની તપાસ માટે એક સમિતિની રચના કરી હતી જેમણે તેમને નાઝી જર્મની પરમાણુ શસ્ત્ર વિકસિત કરવાની સંભાવના વિશે ચેતવણી આપી હતી.
પણ મિત્રો આ તમામ ઘટના પછી પણ જાપાન રાખમાંથી બેઠુ થયું.
બે-બે પરમાણુ હુમલાનો ભોગ બનેલા જાપાને ભલે અમેરિકાની શરણાગતિ સ્વીકારી પરંતુ ત્યારબાદ જાપાનના લોકો અને સરકારે જે રીતે વિકાસ માટેના પારાવાર પ્રયત્નો કર્યા તેને આખા વિશ્ર્વની આંખ ઉઘાડી નાખી. પરમાણુ હુમલાના માત્ર ગણતરીના વર્ષોમાં જ જાપાન આર્થિક સામ્રાજ્ય ઉભુ કરવા લાગ્યું. જાપાની લોકોની કર્મનિષ્ઠા વિશ્ર્વમાં કોઈ પણ ખુણે જોવા ન મળે તેવી છે. એન્જીનીયરીંગ, વિજ્ઞાન, ગણીત અને ટેકનોલોજી સહિતના સેકટરમાં જાપાને લાવેલી ક્રાંતિ કોઈ ભુલી શકે તેમ નથી. માત્ર નાનકડા દેશનું અર્થતંત્ર ભારત કરતા પણ વિશાળ છે. અમેરિકાને પણ હંફાવે છે. પરમાણુ હુમલાની રાખમાંથી બેઠુ થયેલુ જાપાન આજે શાંતિ ઈચ્છે છે. જાપાનના નાગરિકોની સરેરાશ ઉંમર ૧૦૦ વર્ષ જેટલી છે અને જીવન ધોરણ પણ અન્ય દેશોની સરખામણીએ ઘણું ઉંચુ છે.