નાના બાળકોને ભગવાનનું સ્વરૂપ માનવામાં આવે છે પરંતુ ઘણી એવી ઘટના સામે આવતી હોય છે જેમાં નવજાત બાળકોને ત્યજી દેવામાં આવતા હોય છે ત્યારે અરવલ્લીમાં પણ આવી ઘટના સામે આવી છે જેમાં સીમના ખેતરમાંથી નવજાત બાળકી મળી આવી હતી.
પ્રાપ્ત વિગતો અનુસાર આ ઘટના અરવલ્લી જીલ્લાની છે જ્યાં નવજાત શિશુને તરછોડવાની ઘટના સામે આવી છે. જીલ્લાના માલપુરના મુખીના મુવાડા ગામની સીમના ખેતરમાંથી નવજાત બાળકી મળી આવતા ખળભળાટ મચી જવા પામ્યો છે.
પોતાનું પાપ છુપાવવા માતાએ નવજાતને માતા બાળકીને છોડીને ફરાર થઈ ગઈ હતી ત્યારે ઘટની જાણ થતા તેમજ 108ની ટીમે તુરંત પહોંચીને નવજાત બાળકીને સારવાર અર્થે માલપુર CHC હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી જ્યાં તબીબ દ્વારા તપાસ બાદ બાળકી સ્વસ્થ હાલતમાં હોવાનું જણાવ્યું હતું.