શ્રી કૃષ્ણ- સુદામાએ મિત્રતાની વ્યાખ્યા આપવામાં બધા માપ અને પરિમાણને વામણા બનાવી દીધા
માધવે તમામ પટરાણીઓ, રાજ-પાટ કરતાં પણ વ્હાલા સુદામાના પગ ધોઇ ચરણામૃત લીધું
સુદામાના સંબંધમાં એક શંકા થાય તેવું તેમનું ચરિત્ર લખાયેલું કથાકારો દ્વારા વાંચવા, સાંભળવા મળે છે કે, સુદામા એક વિદ્વાન બ્રાહ્મણ હતા, પોતાના બાળસખાં, કૃષ્ણથી છુપાવીને ચણા કેવી રીતે ખાઇ શકે…? પરંતુ ભાગવત પર ચર્ચા કરતાં એક વ્યાખ્યાનકારે આ શંકાનું નિવારણ કર્યુ, જે સમજવું જરુરી હોય તેવું લાગ્યા વિના રહે નહી જેથી સુદામાની દ્રરિદ્રયતાની સાચી સમજ આવે અને ફેલાયેલી ભ્રાંતિ દુર થાય, સુદામાની દ્રરિદ્રતા પાછળ એક બહુ જ મોટી અને રોચક કથા છે.
એક અત્યંત ગરીબ નિર્ધન વૃઘ્ધ માજી ભિક્ષા માંગી જીવન નિર્વાહ કરતા હતા. એક સમય એવો આવ્યો કે તેને સતત પાંચ દિવસ સુધી ભિક્ષા મળી નહી તે દરરોજ પાણી પી ભગવાનનું નામ લઇ સુઇ જતાં, છઠ્ઠા દિવસે તેને ભિક્ષામાં બે મુઠ્ઠી ચણા મળ્યા અને પોતાની ઝુંપડીએ પહોચતા પહોચતા રાત પડી ગઇ હતી. વૃઘ્ધ માજીએ વિચાર કર્યો કે આ ચણા અત્યારે નહીં પરંતુ સવારે ઠાકોરજીને ભોગ ધરાવી ખાઇશ… આવો વિચાર કરી ચણા કપડામાં બાધી રાખી દીધા અને વાસુદેવનું નામ જપતા જપતા સુઇ ગયા. માજીના સુઇ ગયા બાદ એક ચોર ચોરી કરવા માટે ઝુંપડીએ આવ્યો, ચોરે પોટલી જોઇ લાગ્યું કે આ પોટલીમાં સોનાના સિકકા બાઁઘ્યા હશે જેથી તેણે ઉપાડી લીધી.
ચોરનો પગરવ સાંભળી માજી જાગી ગયા અને બુમો પાડવા લાગ્યા. બુમો સાંભળી આજુબાજુના લોકો એકઠા થયા અને બધા ચોરને પકડવા દોડયા, ચણાની પોટલી લઇ ભાગેલા ચોરે પકડાઇ જવાના ભયથી તે સંદીપની મુનિના આશ્રમમાં છુપાઇ ગયો.
સંદિપની મુનિના આશ્રમમાં કૃષ્ણ અને સુદામા શિક્ષણ લઇ રહ્યા હતા. ચોરનો પગરવ સાંભળી ગુરુમાતાને લાગ્યું કે કોઇ આશ્રમમાં આવ્યું છે ગુરુમાતાએ પોકાર કર્યો કોણ છે? ગુરુમાતાને પોતાના તરફ આવતા જોઇ ચોર ચણાની પોટલી ત્યાં જ મુકી નાશી છુટયો.
આ બાજુ ભુખથી વ્યાકુળ બનેલા માજીએ જાણ્યું કે ચણાની પોટલી ઉપાડી ચોર નાશી છુટયો છે જેથી માજીએ શ્રાપ આપ્યો કે મુજ દીનહીન અસહાયના ચણા જે કોઇ ખાશે તે દરિદ્ર થઇ જશે. આ બાજુ આશ્રમમાં ઝાડુ લગાવતા સમયે ગુરુમાતાને તે ચણાની પોટલી મળી ગુરુમાતાએ તેને ખોલીને જોયું તો તેમાં ચણા હતા.
તે સમયે સુદામા અને શ્રીકૃષ્ણ લાકડા વિણવા જઇ રહ્યા હતા. ગુરુમાતાએ ચણાની પોટલી સુદામાને આપતા કહ્યું બેટા જયારે ભુખ લાગે ત્યારે બન્ને ચણા ખાજો…. સુદામાતો બ્રહ્મજ્ઞાનિ હતા. તેમણે જેવી ચણાની પોટલી હાથમાં લીધી અને બધુ રહસ્ય જાણી ગયા અને સુદામાએ વિચાર કર્યો કે, આ ચણા બન્ને વેચીને ખાજો તેમે ગુરુમાતાએ કહ્યું કે, પરંતુ આ ચણા તો શ્રાપિત છે.
જો હું આ ચણા ત્રિભુવન પતિ શ્રી કૃષ્ણને ખાવા આપીશ તો મારા પ્રભુની સાથે સાથે ત્રણે લોક દરિદ્ર થઇ જશે અને મારા જીવતા પ્રભુ દરિદ્ર થાય તે હું કદાપી નહી થવા દઉ હું આ ચણા ખાઇ જઇશ પણ મારા પ્રભુને નહીં આપું.
અભિશ્રાપિત ચણા ખાઇન સુદામાએ દરિદ્રતા વ્હોરી લીધી પણ પોતાના સખા, શ્રી કૃષ્ણને બચાવી લીધા.
અદ્વિતીય ત્યાગનું ઉદાહરણ પ્રસ્તુત કરવા સુદામાએ ચોરી છુપી ચણા ખાવાનો અપયશ પણ સહન કર્યો જેથી શ્રીકૃષ્ણને પટરાણીઓ, રાજપાટ કરતા પણ સુદામો વ્હાલા હતા. સુદામાનો ત્યાગ, ઉપકાર, પ્રેમનો બદલો ચૂકવવા એ ત્રણ ભુવન નો નાથ પણ અસમર્થ હતો.
પરમજ્ઞાનિ વિદ્વાન વિપ્ર મિત્રના પ્રેમ માટે તરસતો રહ્યો તે કરુણી રહી, ધીરજધરી મિત્ર વિરહને આજીવન રહેતો રહ્યો ઉઘાડા પગે દોટ મુકી એ દ્વારકાના ધણીએ એને છાતી સરસો ચાંપવા માટે તો પટરાણીઓ સામે એ મેલાઘેલા કપડામાં દરિદ્ર થયેલ સુદામાના પગ ધોયા, લુછવા અને ચરણામૃત ગ્રહણ કર્યુ એ જગતનાનાથ એ વિરાટ સ્વરુપે તાંદુલ ચાવીને દરિદ્રતા ટાળવા સંકલ્પ બઘ્ધ થયા એ સખા કેશવ, એ મિત્ર માધવ મિત્રતાની વ્યાખ્યા આપવામાં સુદામા-કૃષ્ણએ બધા માપને પરિણામને પણ વામણા બનાવી દીધા.