વિશ્વની મલ્ટીનેશનલ કંપનીઓ વચ્ચે ધંધા રોજગાર વિકસાવવા માટે સરહદ વગરની લડાઈ હવે ચરમસીમાએ પહોચી ચુકી છે. દિલ્હી હાઈકોર્ટે એમેઝોનની અરજીને સમર્થન આપી રીલાયન્સ સાથે ફયુચરનો સોદો અટકાવી દીધો છે. એમેઝોન અને ફયુચરગ્રુપની ગડાગાંઠમાં દિલ્હી હાઈકોર્ટે કિશોરબીયાનીને 24 હજાર કરોડ રૂપીયાના આરઆઈએલ સોદાને આગળ વધતા અટકાવી દીધા છે.
દિલ્હી હાઈકોર્ટેની એક ન્યાયમૂર્તિની ખંડપીઠે એવો પણ સવાલ ઉઠાવ્યો હતો. કે ફયુચર ગ્રુપના સ્થાપક કિશોરબીયાની અને અન્યને સીવીલ જેલમાં કેમ ન મોકલવા જોઈએ ફયુચર ગ્રુપ પર રૂ. 20 લાખનું કરજ લીધું હતુ અને બાદમાં તમામ અધિકારીઓને અપાયેલી મંજૂરીઓને રદ કરવામાંઆવી હતી.
હાઈકોર્ટે એવી પણ પૂછતા કરી હતી કે ફયુચર ગ્રુપના સ્થાનક કિશોર બીયાની અને અન્યને જેલ વાસ આપવો જોઈએ એ ફયુચર રીટેલ લીમીટેડ ફયુચર કુપશ પ્રા. લી. કિશોર બિયાની અને અન્ય લોકોને આ મામલો પૂર્ણ ન થઈ જાય ત્યાં સુધી ફયુચર રીલાયન્સ ટ્રાન્જેકશનને રોકી રહેલા ચૂકાદાનું ઉલ્લંઘન થાય છે એમેઝોનની અરજી હાથ ઉપર લઈને હાઈકોર્ટે એમેઝોનને સમર્થન આપ્યું છે.
ફયુચર ગ્રુપે ગયા વર્ષે ઓગષ્ટમાં જાહેરાત કરી હતી રીલાયન્સ વેન્ચર લી. તેની સંપતીની 25 હજાર કરોડ રૂપીયાની રકમ વેચાણ કરીને હસ્તગત કરશે. ફયુચર ગ્રુપની હોલ્ડીંગ કંપની ફયુચરકુપસ્નમાં 49 ટકા હિસ્સો ધરાવનારી એમેઝોન આ સોદા સામે વાંધો ઉઠાવ્યો હતો
એપ્રીલમાં આગળની સુનાવણીમાં એમેઝોને જણાવ્યું હતુકે ફયુચર ગ્રુપે કરારનો ભંગ કયો હતો. જેનાથી એમેઝોનને વાંધો ઉઠાવવાનો અધિકાર મળ્યો હતો;. રીલાયન્સ સહિતની કંપનીને ફયુચરની કંપની સહિતની વેચાણ ઉપર પ્રતિબંધ મૂકયો હતો. ફયુચર ગ્રુપ અને રીલાયન્સ વકીલોએ દલીલ કરી હતી કે વચગાળાનો ચૂકાદોભારતમાં માન્ય નથી ઈન્ટરનેશનલ ટયુબ્યુનલનો આ ચુકાદો અહી ન ચાલે પરંતુ અદાલતે આદલીલ નકારી કાઢી હતી.
વચગાળાના હુકમ રદ કરવાની દલીલ રદ થઈ હતી કાયદા મુજબ કોર્ટે અરજી ગ્રાહ્ય રાખવાનો ઈનકાર કર્યો હતો. કોર્ટે બીયાની અને અન્ય લોકોને સોકોર્ટ નોટીસ આપી પૂછયું હતુકે તેમની સામે કાયદેસરનીકાર્યવાહી કેમ ન કરવી ગયા મહિને જ એગેઝોને ફયુચર સાથે ચાલી રહેલા વિવાદમાં સોદાને અટકાવી દેવાના પ્રયાસો કર્યા હતા.