ગાયિકા કિંજલ દવેને કોમર્શિયલ કોર્ટે ચાર ચાર બંગડીવાળી ગાડી ગીત ન ગાવા પર 22મી જાન્યુઆરી સુધી આદેશ કર્યો છે. સાથે જ ઈન્ટરનેટ પ્લેટફોર્મ પરથી ગીત હટાવી લેવા જણાવ્યું છે. ગીતને અન્ય કોઈને વેચવામાં ન આવે તેવો આદેશ પણ કરાયો છે.
ઓસ્ટ્રેલિયામાં રહેતા કાઠિયાવાડી કિંગ નામના યુવકે દાવો કર્યો છે કે ગીત તેણે લખ્યું છે અને ગાયું છે. કિંજલ દવેએ તેની નકલ કરી છે.તેની કંપનીએ કોપીરાઈટ એક્ટ અંતર્ગત કહ્યું હતું કે, તેણે ગીત બનાવી તેનો વીડિયો 2016માં યુટ્યુબ પર અપલોડ કર્યો હતો.તેના એક મહિના પછી થોડા ફેરફાર કરીને કિંજલે ગીત ગાયું અને ઓક્ટોબર-16માં યુટ્યુબ પર વીડિયો અપલોડ કર્યો.નકલથી તેને ઘણાં લાભો થયા અને ચાહના મળી.