કેન્દ્ર સરકારે કોરોના વેક્સિન Covishield અંગે એક મહત્વપૂર્ણ જાહેરાત કરી છે. કેન્દ્રએ રાજ્યોને સૂચનાઓ જારી કરી કહ્યું કે, હવે Covishield ની પ્રથમ અને બીજા ડોઝની વચ્ચે 6થી 8 અઠવાડિયાનું અંતર હોવું જોઈએ. હજી સુધી આ અંતર 4 અઠવાડિયા (28 દિવસ) હતો. કેન્દ્રનું કહેવું છે કે,આવુ નેશનલ એડવાઈઝરી ગ્રુપ ઓન ઈમ્યૂનાઈજેશન અને વેક્સિન પર નેશનલ એક્સપર્ટ ગ્રુપની સલાહ બાદ આ પગલા લેવામાં આવ્યા છે.
દેશમાં હાલમાં કોરોના વેક્સિનેશનનો બીજો તબક્કો ચાલી રહ્યો છે. વેક્સિનેશન ડ્રાઇવમાં, સીરમ ઈન્સ્ટ્રીટ્યૂટની Covishield અને ભારત બાયોટેકની Covaxin આપવામાં આવી રહી છે. પરંતુ કેન્દ્રએ Covishieldના પ્રથમ અને બીજા ડોઝ વચ્ચેના સમયનો અંતર વધારવા માટે સૂચના આપી છે.
આવું કેમ કરવામાં આવ્યું?
કેન્દ્રએ કહ્યું કે,સાઈન્ટિફિક પુરાવા બતાવે છે કે, જો Covishieldની બીજો ડોઝ 6-8 અઠવાડિયા બાદ આપવામાં આવે તો કોરોનાથી રક્ષણ વધી જાય છે. કેન્દ્રએ કહ્યું કે, પ્રથમ અને બીજા ડોઝ વચ્ચેનું અંતર 8 અઠવાડિયાથી વધુ ન હોવો જોઈએ.
કેન્દ્રીય સ્વાસ્થ્ય સચિવએ બધા રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોને આદેશ આપ્યો છે કે, પોતાના અધિકારીઓને આ સંબંધમાં જરૂરી નિર્ણય લેવા માટે કહ્યું છે. કેન્દ્રએ બે ડોઝની વચ્ચે અંતર વધારવા માટેની વાત વેક્સિન લેવા માટે લોકો,વેક્સિનેટર અને પ્રોગ્રામ મેનેજર સુધી પહોંચવાના નિર્દેશ આપ્યા છે.
વધુ વેક્સિનનો આર્ડર આપવામાં આવ્યો.
21 માર્ચે કેન્દ્ર સરકારે સીરમ ઇન્સ્ટિટ્યૂટ અને ભારત બાયોટેકને 12 કરોડની કોરોના વેક્સિનનો આર્ડર આપ્યો છે. તેમાં આ 100 કરોડ વેક્સિન Covishield છે અને બાકીની રકમની Covaxin.
ભારતમાં કોરોના વેક્સિન ડ્રાઈવ 16 જાન્યુઆરીથી શરૂ થયું હતું. અત્યાર સુધીમાં 4 કરોડથી વધુ લોકોને વેક્સિન આપવામાં આવી છે.75 લાખથી વધુ લોકોને 4-6 અઠવાડિયાના અંતર બાદ બીજો ડોઝ પણ લઈ રહ્યા છે.