હાર્દિક પટેલ આજ રોજ ભાજપમાં જોડાયા છે. સી.આર પાટીલ અને નીતિન પટેલ દ્વારા ખેસ અને ટોપી પહેરાવી સ્વાગત કરવામાં આવ્યું હતું.અમદાવાદના વિવિધ વિસ્તારોમાં પણ હાર્દિકના ભાજપ પ્રવેશ પહેલાં પોસ્ટરો લગાવી દેવાયા હતાં. હાર્દિક ભાજપમાં જોડાયા તે મુદે કોંગ્રેસ પ્રદેશ પ્રમુખે પોતાની પ્રતિક્રિયા આપી રાજકારણમાં ખળભળાટ મચાવ્યો છે.
જગદીશ ઠાકોર હાર્દિક પટેલ વિશે નિવેદન આપતા જણાવ્યું છે કે હાર્દિક પટેલને ભાજપમાં પ્રવેશ કરાવવોએ કેવી મજબૂરી ? કાનના કીડા સરી પડે એવું બોલનારને ભાજપમાં કેમ લેવો પડ્યો ? તમારે કેમ આવવા લોકોને લેવા પડે છે ? આવા આકરા સવાલ જગદીશ ઠાકોરે ભાજપને કર્યા હતા.
અત્રે ઉલ્લેખનીય છે કે 28 વર્ષીય પટેલે 2015માં તેમના પાટીદાર સમુદાય માટે અનામતની માંગણી સાથે હિંસક આંદોલનનું નેતૃત્વ કર્યું હતું. ભૂતકાળમાં હાર્દિક પટેલે પોતાની જાતને બીજેપીના ટીકાકાર તરીકે સ્થાન આપ્યું હતું.તેઓ ભાજપના સખત ટીકાકાર હતા. તે સમયે થયેલી હિંસામાં એક પોલીસકર્મી સહિત 10 લોકો માર્યા ગયા હતા અને જાહેર મિલકતો અને વાહનોને નુકસાન થયું હતું. ગુજરાતની તત્કાલિન ભાજપ સરકારે ફાયરબ્રાન્ડ નેતા સામે રાજદ્રોહના આરોપો સહિત અનેક કેસમાં કેસ નોંધ્યો હતો.