ઘેર-ઘેર કોવિડ-19 ના ખાટલાં, શહેરના રસ્તાઓ ઉપર દોડતી એમ્બ્યુલન્સોની સાયરનોઐ માનવજાતને માનસિક તાણમાં લાવીને મુકી દીધી છે. આ મહામારીના કારણે આર્થિક, શારિરીક તથા માનસિક પાયમાલી થઇ રહી છે. સુરક્ષા શોધી રહેલા સૌ હવે ઇન્શ્યોરન્સ માટે દોડી રહ્યા છે તો અચાનક કેસોના ફાટેલા રાફડાના કારણે ઇન્શ્યોરન્સ કંપનીઓનું તંત્ર ખોરવાઇ ગયું છે. એક તરફ મહામારીનાં ડરે લોકો ઇન્શ્યોરન્સ તરફ દોડી રહ્યા છે તો બીજીતરફ સરકારી ઇન્શ્યોરન્સ કંપનીઓએ તેમના પ્રિમીયમમાં 30 થી માંડીને 70 ટકા સુધીનાં વધારા કર્યા છે, આમછતાં પણ કોવિડ-19 નાં દર્દીઓના ક્લેમના સેટલમેન્ટ અટકી ગયાં છે. આ ઉપરાંત કોવિડ-19 ના દર્દીઓને વિમા કવચ હોવા છતાં સુવિધાઓથી વંચિત રહેવું પડે છે. આ તમામ એવા વિરોધાભાસ છે જેના અંત વિમા કંપનીઓને નુકસાનીની ખાઇ તરફ લઇ જાય છે.
ઇન્શ્યોરન્સ કંપનીઓના નવા પિમીયમમાં 45 ટકાનો વધારો
મહામારીનાં વધતા પ્રકોપ વચ્ચે અપ્રિલ-21 માં દેશમાં ઇન્શ્યોરન્સ કંપનીઓને જીવન વિમાનાં નવા મળતા પ્રિમીયમમાં 45 ટકા જેટલો મોટો વધારો જોવા મળ્યો છે. જેની કિમંત 9700 કરોડ રૂપિયાથી વધારે મુકાય છે. ખાસ કરીને આ વધારામાં મોટો હિસ્સો સરકારી કંપની ઐલ.આઈ.સી. નો છે. કારણ કે એલ.આઇ.સી. નો હિસ્સો 4856 કરોડ રૂપિયા સાથે 35 ટકાથી વધારે રહ્યો છે. આઇ.આર.ડી.એ. આઇ. સાથે રજીસ્ટર્ડ થઇ હોય એવી દેશમાં કુલ 24 કંપનીઓ છે. આંકડા બોલે છે કે એકતરફ એલ.આઇ.સી છૈ. જ્યારે બાકીની બધી જ કંપનીઓનો સાથે મળીને હિસ્સો બને છે.
એકંદરે હાલમાં બજારમાં મંદી છે, લોકો પાસે નાણાની વ્યવસ્થા નથી એવી ધારણા છે. સામા પક્ષે એપ્રિલ-21 માં તમામ 24 કંપનીઓએ 996933 પોલીસીનાં વેચાણ સાથે કંપનીઓની પોલીસીનાં વેચાણમાં 140 ટકા જેટલો મોટો ઉછાળો હાંસલ કર્યો છે. માત્ર એલ.આઈ.સીના પોલીસીનાં વેચાણ માં 692195 પોલીસીનાં વેચાણ સાથે 275 ટકાનો ઉછાળો જોવા મળ્યો છે. જ્યારે અન્ય કંપનીઓનાં વેચાણાં કુલ મળીને 32 ટકાનો વધારો થયો છે. લોકો પાસે નાણાની ખેંચ હોવાછતાં પોલીસી લેવા દોડતા નવા ગ્રાહકો લોકોની આ સેક્ટર પ્રત્યેની જાગૄતિ અને બદલાયેલી માનસિકતા દશાર્વે છે.
કોવિડ-19 નાં દર્દીઓનાં 57 ટકા જેટલા કેસનો નિકાલ હજુ થયો નથી
સામાન્ય રીતે એવું કહેવાય છે કે જીવન વિમા કે અન્ય હેલ્થ ઇન્શ્યોરન્સ વળતર માટે નોધાયેલા કેસો માંથી 90 ટકાથી માંડીને 98 ટકા સુધીના ક્લેમ પાસ થઇ અને તેનું ચુકવણું થતું હોય છે. કોવિડ-19 કેસનાં ધણા છ મહિના જુના કેસ પણ હજુ અટવાયેલા પડ્યા છે. આંકડા બોલે છે કે 6700 કરોડ રુપિયાનાં ક્લેમ હજુ પેન્ડિંગ છે. જે કુલ નોંધાયેલા ક્લેમનાં 43 ટકા જેટલા થાય છે. આ ઉપરાત એવા પણ સંખ્યાબંધ કેસો છે જેમના બિલ આઠ લાખ રૂપિાના હોવા છતાં અને તેમના કલેમ પણ હોવા છતાં તેમને તેમના બિલની રકમનાં અડધા એટલેકે 4 ચાર લાખ રૂપિયા સુધીનાં જ વળતર મળ્યા છે. જુના કેસનો નિકાલ હજુ થયો નથી ત્યાં એપ્રિલ-21 માં નવા કેસની મોટી સંખ્યામાં ફાઇલો જમા થઇ છે. માર્ચ-21 માં 917000 કેસ આવ્યા હતા જેની સામે એપ્રિલ-21 માં 11,18,500 નવા કેસ આવ્યા છે જે એક મહિનામાં 22 ટકાનો ઉછાળો દેખાડે છે. કેસના નિકાલ ની સમસ્યા સાથે ઘણા કેસમાં કેશલેસની સુવિધા પણ મળતી નથી. ઉલ્ટાનાં કેશલેસ ક્લેમ વાળા દર્દીઓે શરૂઆતમાં હોસ્પિટલો જગ્યા જ નહોવાના બહાના સાથે રવાના કરી દેવાય છે. પછી થોડીવાર બાદ આજ દર્દીના સબંધીઓને પહેલા કેશ ડિપોઝીટ કરો તો બેડની વ્યવસ્થા થઇ જશે એવું કહીને પાછળના દરવાજેથી દાખલ કરી દેવામાં આવે છે.
કેસમાં વિલંબ તથા દદીઓ વધેલી કનડગત માટે ઇન્શયોરન્સ કંપનીઓ
એક તો દર્દીના પરિવારજનો બિમારથી પરેશાન હોય છે તો બીજીતરફ વિમો હોવા છતાં ઘણા સ્થળે રેમડેસીવી્ર ના ઇન્જેક્શનની સમસ્યા નડે છે. કંપનીઓનો દાવોછે કે તેમને બિલ સેટલ તો કરવા છૈ પરંતુ તેમને પણ સ્ટાફની સમસ્યા નડે છે. સ્ટાફની પાંખી હાજરી કામ અટકાવે છે. હાલમાં અટકેલા કેસોમાં અડધો અડધ કેસ એવા હશે જેમાં હોસ્પિટલે લગાવેલા ચાર્જ દર્દી ક્લેમની જોગવાઇ તથા સરકારે નક્કી કરેલા નિયમો કરતાં ઘણા મોટા હોવાથી ક્લેમ પાછા પડ્યા રહે છે. એકતરફ હોસ્પિટલોમાં જગ્યા નથી તેથી કેસ વધવાના કારણે લોકોને હોમ ક્વોરન્ટાઇન કરવા પડે છે જેમાં ડોક્ટરની ઓનલાઇન સેવા લીધીહોય તેના રોકડાં ચુક્વવા પડે છે છતાંયે તેમને તેનું વળતર મળતું નથી. પરંતુ આ સાથે અમુક હકિકતો એ પણ જાણવા જેવી છે કે અગાઉ સરકારે નફાનું સ્તર જળવાઇ રહે તે પ્રમાણે સરકારી વિમા કંપનીઓના માળખાં બદલવાના પ્રયાસકયાર્યા હતા. પરંતુ તેમાં સફળતા ન મળી ત્યારબાદ સરકારે આઇ.પી. ઓ. દ્વારા આ કંપનીઓની બ્રાન્ડના ના નામે નાણા ઉપાડી લેવાના પ્રયાસ કર્યા છે પણ હજુ ધારી સફળતા મળી નથી.