Loksabha election 2024 : પુષ્ય નક્ષત્ર દરમિયાન કરવામાં આવેલ કોઈપણ કાર્યને શુભ માનવામાં આવે છે અને તેમાં સફળતાની સંભાવના છે. આ શુભ સંયોગમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઉમેદવારી નોંધાવી છે .
પીએમ મોદી 14 મે એટલે કે આજે સવારે 11.40 વાગ્યે નોમિનેશન ફાઈલ કર્યું છે . જ્યોતિષ શાસ્ત્ર અનુસાર આજનો દિવસ ખૂબ જ ખાસ હતો કારણ કે આજે ગંગા સપ્તમી છે અને આ સિવાય ભૌમ પુષ્ય નક્ષત્રનો અભિજીત મુહૂર્ત, આનંદ યોગ, સર્વાર્થ સિદ્ધિ યોગ સાથે સંયોગ થયો છે . પીએમ નોમિનેશન માટે 50 મિનિટ સુધી કલેક્ટર ઓફિસમાં રોકાયા હતા. પીએમ સમર્થકો સાથે ઓફિસમાં ઉભા રહ્યા. ચૂંટણી અધિકારીએ તેમને ખુરશી પર બેસવાનું કહ્યું, ત્યારે તેઓ બેઠા હતા.
અમિત શાહ, નડ્ડા, રાજનાથ સિંહ સહીત એનડીએમાં સામેલ તમામ પક્ષોના નેતાઓ વારાણસીમાં હાજર રહ્યા હતા. જેમાં 11 રાજ્યોના મુખ્યમંત્રીઓ 20 કેન્દ્રીય મંત્રીઓ, યુપી સરકારના મંત્રીઓ અને ઘણા સાંસદો-ધારાસભ્યો પણ વારાણસી પહોંચી ગયા હતા. સવારે પીએમ મોદી દશાશ્વમેધ ઘાટ પહોંચ્યા હતા. અહીં વેંકટરામન ઘનપાઠીએ અંગવસ્ત્ર પહેરાવીને તેમનું સ્વાગત કર્યું હતું. PMએ ગંગાની પૂજા – આરતી કરી હતી. 1 કલાક સુધી તેઓ ઘાટ પર રહ્યા હતા.