ભૃગુ શ્રેષ્ઠ ભગવાન પરશુરામ અક્ષય તૃતિયાના રોજ પ્રગટ થયા
વિષ્ણુના છઠ્ઠા અવતાર ધારણ કરી પૃથ્વીને નિ:ક્ષત્રિય કરી
ભૃગુશ્રેષ્ઠ ભગવાનનાં જીવનમાં બનતી વિવિધ ઘટનાઓને કારણે ક્રોધિત થઇને પૃથ્વીની ક્ષત્રિય કરી હતી તે માતા-પિતાના આજ્ઞાકારીને વચન પાલક હતા. માતાએ ર1 વખત પતિના વિયોગમાં છાતી કુટી તેને કારણે પણ ભગવાન પરશુરામે ર1 વખત પૃથ્વી નિ:ક્ષત્રિય કરી હતી. આશ્રમની કામધેનું, પિતાનો શિરચેદ જેવી બનેલ વિવિધ ઘટનાને કારણે ક્રોધિત થયેલા પરશુરામ શિવજીના પરમ ભકત હતા. તેના ક્રોધનો ભગવાન ગણેશ, કર્ણ જેવા અનેક પરચો મળ્યો હતો. શિવજીએ પરશુ આપતા ‘રામ’માંથી પરશુરામ બન્યા હતા. શાસ્ત્રોમાં વિષ્ણુ અવતાર ભગવાન પરશુરામની ઉપાસના શ્રેષ્ઠ માનવામાં આવે છે. પરશુરામનું ચરિત્ર, તપ, સંયમ, શકિત, પરાક્રમ, કર્તવ્ય, સેવા અને પરોપકારનું આદર્શ પ્રતિક છે. તે મનની ગતિથી વિચરણ કરી શકતા હતા. તેમના જીવન સાથે ઘણી બધી દંતકથાઓ જોડાયેલી છે. શિવજીએ પ્રસન્ન થઇને પરશુરામને ઇચ્છા મૃત્યુનુ વરદાન આપ્યું હતું.
વૈશાખસુદ ત્રીજનો દિવસ અક્ષય તૃતિયા એટલે કે અખાત્રીજ કહેવાય છે. ભૃગુશ્રેષ્ઠ ભગવાન પરશુરામ આ દિવસે પ્રગટ થયા હોવાથી આપણાં કેલેન્ડરમાં આ દિવસ અતિ મહત્વનો છે. ભગવાન પરશુરામ વિષ્ણુ ભગવાનનો છઠ્ઠો અવતાર છે. કલિયુગમાં 8 ચિરંજીવી છે તે પૈકી પરશુરામ પણ છે. આજે સમગ્ર દેશમાં પરશુરામ ભગવાનના જન્મોત્સવની ઉજવણી કરાય રહી છે. વિપ્ર પરિવારો પોતાના ઘરે હોમહવન સાથે પૂજાપાઠ કરીને આ કોરોના કાળમાં પણ પવિત્ર સભર વાતાવરણમાં ઉજવણી કરી રહ્યા છે. ભગવાન શિવના ભકત પરશુરામ ન્યાયના દેવ છે, સત્યયુગની શરૂઆત પણ અક્ષય તૃતિયાથી થાય છે.
પૌરાણિક કથા, અનુસાર ભવાન પરશુરામનો જન્મ મહર્ષિ જમદજ્ઞીથી થયો હતો. રેણુકાના ગર્ભાશયની માતા દેવી ઇન્દ્રના વરદાન રૂપે ભગવાન પરશુરામનો જન્મ થયો હતો. તેમને વિષ્ણુના અવતાર માનવામાં આવે છે. પરશુરામનો ઉલ્લેખ રામાયણ, મહાભારત, ભાગવત પુરણા અને કલ્કી પુરાણ જેવા ઘણા ગ્રંથોમાં જોવા મળે છે. તેઓ પૃથ્વીને ર1 વખત ઘમંડી અને અવિશ્ર્વસનીય ક્ષત્રિયોને હણવા માટે તેમનું નામ શાસ્ત્રોમાં અંકિત છે. એવું પણ કહેવાય છે કે ભારતના મોટાભાગના ગામો તેના દ્વારા સ્થાયી થયા હતા. જેમાં કોંકણ, ગોવા અને કેરળ જેવાનો સમાવેશ થાય છે.
એક દંતકથા મુજબ ભગવાન પરશુરામે નીરને ગુજરાતથી કેરાલા તરફ દબાવીને સમુદ્રને પાછો ખેંચીને એક તીર બનાવ્યું હતું. આજ કારણોસર ભગવાન પરશુરામની કોંકણ, ગોવા અને કેરળમાં પૂજા થાય છે. ભૃગુશ્રેષ્ઠ અને વિષ્ણુના છઠ્ઠા અવતાર પરશુરામએ જમદગ્નિ ઋષિ અને રેણુકાના પુત્ર રૂપે વૈશાખ ત્રીજે અવતર્યા હતા. તેમનું નામ રામ રખાયું હતું, તેમણે મહાદેવની ઉપાસના કરી તેથી શિવજીએ પ્રસન્ન થઇ વરદાનમાં તેમને પરશુ (કુહાડી) આપી તેથી તેનું નામ પરશુરામ પડયું હતું.
હૈહવકુળનો નાશ કરનાર સાથે પૃથ્વીને ર1 વખત નિ:ક્ષત્રિય કરનાર પરશુરામ જન્મસ્થળ મઘ્યપ્રદેશમાં ઓમકારેશ્ર્વર પાસે આવેલું મનાય છે. એક વાયકા મુજબ પરશુરામ અમર છે અને તે આજેય પૃથ્વી પર છે. માતા રણુકાએ પતિના મૃત્યુના શોકમાં એકવીસ વાર છાતી કુટી હોવાથી પરશુરામે ર1 વાર નિ:ક્ષત્રિય કરી. પિતાની આજ્ઞાનુસાર માતાનો વધ કરીને ઋષિ વરદાનમાં ફરી માતા-પુત્રોને જીવીતનું વરદાન માંગનાર પરશુરામ પિતા જમદગ્નિ ઋષિ જેમ બહુ જ ક્રોધિત હતા. તેમના શસ્ત્રો વિજય ધનુષ અને ભાર્ગવાસ્ત્ર હતા.
સહસ્ત્રાર્જુન સાથે યુઘ્ધમાં જયારે રાજા અર્જુન ગુરુ દત્તાત્રેયના વરદાનથી હજાર બાહુઓ અને કોઇનાથી નાશ ન થઇ શકનાર જેવી આઠ સિઘ્ધિઓ મેળવી હતી. જમદગ્નિ આશ્રમની કામધેનુ ગાયને હરી ગયા બાદ પરશુરામે તેની દુષ્ટતા બદલ ફરશી-ભાલો- ઢાલ અને ધનુષ લઇને રાજા પાછળ દોડીને તેની ભૂજા કાપી નાખ્યા બાદ તેના મસ્તકને પણ અલગ કરી નાંખ્યું હતું.
સહસ્ત્રાર્જુન મરાયો તેથી તેના 10 હજાર પુત્રો ભયથી નાસી ગયા બાદ પરશુરામે કામધેનુંને આશ્રમમાં લાવીને પિતાને સોંપતા તે ખુબ જ દુ:ખી થઇને પરશુરામને કહ્યું કે રાજાનો વધ બ્રહ્મહત્યા સમાન છે, માટે તું હવે ભગવાનમાં મન લગાવને તીર્થયાત્રાકર માટે પરશુરામે એક વર્ષ સમગ્ર દેશમાં યાત્રા કરી હતી. પાછળથી રાજાના પુત્રો આવીને જમદગ્નિ ઋષિનું મસ્તક કાપીને લઇ ગયા માતાનો કલ્પાંત જોઇ પરશુરામે ફરીથી ફરશી ઉપાડીને ક્ષત્રિયોનો સંહાર કરી 10 હજાર પુત્રોના મસ્તકો ઘડથી અલગ કરીને બદલો વાળ્યો હતો.
ભગવાન પરશુરામે કર્ણને શ્રાપ આપ્યો હતો કે મારી શીખવેલી શસ્ત્ર વિદ્યાની તારે જયારે અત્યંત આવશ્યકતા હશે તે સમયે તું તે વિદ્યા ભૂલી જઇશ, આથી જ ભગવાન પરશુરામના શ્રાપને કારણે કર્ણનું મૃત્યુ થયું હતું. ધર્મ ગ્રંથોમાં ઘણા મહાપુરુષોનું વર્ણન છે જેને આજે પણ અમર ગણવામાં આવે છે તે પૈકી એક પરશુરામ પણ છે જે આજે પણ કયાંય તપસ્યામાં લીન છે.
ઋષિ પરશુરામનો જન્મ ભગવાન રામ પહેલા થયો હતો
ઋષિ પરશુરામનો જન્મ ભગવાન શ્રીરામના જન્મથી પહેલા થયો હતો. એનો જન્મ વૈશાખ શુકલ તૃતીયાના દિવસે રાતે થયો હતો. એવું પણ માનવામાં આવે છે કે પરશુરામના જન્મના સમયે સતયુગ અને ત્રેતા યુગનો સંઘિકાળ હતો ભગવાન પરશુરામના ગુસ્સાથી ભગવાન ગણેશ પણ બચી શકયા ન હતા. બ્રહ્મવૈવર્ત પુરાણી કથા અનુસાર જયારે પરશુરામ ભગવાન શિવના દર્શન કરવા માટે કૈલાસ પર્વત ગયા તો ભગવાન ગણેશજીએ એને શિવને મળતા રોકયા હતા જે કારણે ગુસ્સામાં આવીને પરશુરામે ભગવાન ગણેશનો એક દાંત તોડી નાખ્યો હતો. ભોળાનાથે ના પરશુરામ પરમ ભકત હતા.