અમરેલી વિધાનસભા બેઠકની તાસીર જ એવી છે કોઇ ત્રણ વખતથી વધુ અહી ધારાસભ્ય નથી બની શકયું

વિપક્ષ નેતા પદેથી રાજીનામુ આપી અને છેલ્લા દોઢ વર્ષથી પોતાના મત વિસ્તારમાં સતત સંપર્કમાં રહી કામ કરવા અને કોવિડમાં અભુતપુર્વ સેવાયજ્ઞ કરવા છતાયે કોંગ્રેસના ધુરંધર આગેવાન પરેશ ધાનાણી આ ચોથી ચૂંટણી હારી ગયા અને તે પણ 46 હજાર મતે તેનું કારણ શું ? તેના અનેક પોસ્ટમોર્ટમ થઇ રહયા છે પણ તેનું સૌથી મોટુ કારણ અમરેલીની બેઠકની તાસીર કહી શકાય તેમ છે તેના માટે આપણે અમરેલી વિધાનસભા બેઠકનો એક ભુતકાળ જોઇ લઇએ.

અમરેલી બેઠકની તાસીર એવી રહીછે કે અહી ગમે તેવા દિગ્ગજ હોય પણ કોઇ ત્રણ વખતથી વધુ જિત્યા નથી. ગુજરાત રાજયની રચના બાદ 1960માં એક વખત ડો.જીવરાજ મહેતા અમરેલી બેઠકમાં લડી જિત્યા હતા ત્યાર બાદ આ બેઠક ઉપર પ્રખર ગાંધીવાદી એવા સ્વ. નરસીદાસ ગોંધીયા 1967, 1972 અને 1975 એમ ત્રણ વખત જિત્યા હતા ત્યાર બાદ દિલીપ સંઘાણી 1985 અને 1990 તથા 2007માં જિત્યા હતા અને 2012માં ચોથી વખત નહોતા જિતી શકયા, પરેશ ધાનાણી પણ 2002માં જિત્યા અને 2007માં હાર્યા હતા પછી બીજી વખત 2012માં જિત્યા અને 2017માં જિત્યા હતા. આમ તેમની ત્રણ ત્રણ જિત પછી ચોથી લડતમાં જીતી નથી શકયા આ અમરેલી બેઠકની તાસીર ગણો કે યોગાનુયોગ ગણો પણ હકીકત છે કે અહી આજ સુધી ત્રણથી વધારે વખત કોઇ ચૂંટણી જિત્યું નથી.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.