હોદેદારોની અણઆવડતને કારણે વર્ષો જુની સંસ્થાની પ્રતિષ્ઠાને દાગ લાગ્યોનો આક્ષેપ કરતા સમીર શાહ

રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સની આગામી ચુંટણીને અનુલક્ષીને નવા સભ્યો બનાવવાની અને તેમને મતાધિકાર આપવાની જે હુંસાતુંસી થઇ તેમાં ગંભીર ક્ષતિ થઇ છે. ગત તા. ૨૮-૧૧-૧૮ ની કારોબારી મીટીંગનો ઠરાવ કે જે ગત તા. ૧૪-૧૨-૧૮ ના રોજ કારોબારી સભ્યોને મોકલાયો તેમાં બંધારણ મુજબ નવા સભ્યોની અરજી આવે તે કારોબારી સમીતી મંજુર કરે ત્યારબાદ માન્ય ગણાય છે. પરંતુ અસાધારણ સંજોગોમાં ઠરાવ પસાર કરી આમા ફેરફાર કરી શકાય તે વાત વ્યાજબી છે. આ ઠરાવ મુજબ ચેમ્બર શીપ કમીટીના ચેરમેનને આ એપ્લિકેશન સ્કીનીંગ કરી તેની યોગ્યતા ચકાસી માન્યતા આપવાની સત્તા સર્વાનું મને અપાઇછે. આ ચેરમેન કિશોરભાઇ રુપાપરાએ પોતાની ફરજ સમજી દિવસ રાત જોયા વગર કલાકો સુધી ચેમ્બરની ઓફીસમાં બેસી આ ફોર્મની યથાર્થતા તપાસ કરી મંજુર કરેલ આ કાર્યમાં તેમને ટ્રેઝરર પ્રણયભાઇ શાહે પણ મદદ કરી છતાં આ સભ્યોને કેમ મસ્ટર પર ન લેવાયા? તદ ઉપરાંત મોટી સંખ્યામાં એકત્રિત થયેલ રોકડ રકમ ટ્રેઝરરને પોતાને ઘરે રાખવા કેમ મજબુર કર્યા? જયારે સંસ્થાના ઉપપ્રમુખ જેવા મહત્વના હોદેદારો પણ સુચન કર્યુ છે આ સભ્યોને મસ્ટર પર ચડાવવાનં શરુ કરો નહીંતર ૨૦-૧૨-૧૮ સુધીની ડેડલાઇન  પુરુ થયા બાદ પણ આ કામ પુર્ણ નહીં થાય છતાં પણ આ સુચનનો અમલ ન થયો. છતાં પણ આ સુચનનો અમલ ન થયો. જયારે ચેરમેને મેમ્બર શીપ કમીટીને ત્રણ કારોબારીમાં ઠરાવી કરી સત્તા આપી જ હતી તો ઠરાવીની કેમ અવગણના કરી? ગત તા. ૧૯-૧૨-૧૮ ના રોજ મળેલ કારોબારી સમીતીની મીટીંગ બાદ ૧ દિવસમાં આટલા બધા મેમ્બર્સને મસ્ટર પર લઇ ન શકાય તે ત્રણ ત્રણ હોદેદારો ઉપપ્રમુખ, સહમંત્રી અને ખજાનચી કહેતા હતા તો તે વાત બાકીના બે હોદેદારોને કેમ ન સુઝી?

આ બન્ને મુખ્ય હોદેદારોની અણઆવડત અને અનિશ્વીતતાને કારણે આપણે ૬૪ વર્ષ જુની સંસ્થાની પ્રતિષ્ઠા જોખમમાં મુકાઇ ગઇ છે. ગમે તે બાજુ નિર્ણય લો પણ સંસ્થાને પ્રતિષ્ઠા તો ખરડાવવાનો જ છે. આ નવા સભ્યોના નામો તા. ૨૦-૧૨-૨૦૧૮ ની ડેડલાઇનના સયમમાં રજીસ્ટર પર નોંધાઇ શકયા નથી.

આ કારણ સર તેમને જો મતાધિકાર આપવામાં આવે તો તા.ર૧ થી ૨૮-૧૧-૧૮ ના રોજ મળેલ છે. કારોબારી સમીતીના ઠરાવનો ભંગ થાય છે.તેમજ જો તે સભ્યોને મતાધિકાર ન  આપવામાં આવે તો તેમની સામે સંસ્થાએ વિશ્વાસધાત કર્યો ગણાશે. કારણ કે તેમને મતાધિકાર મળશે તેવી માન્યતા સાથે તેઓ સભ્ય બન્યા છે. આમ બન્ને તરફ સંસ્થાની પ્રતિષ્ઠા અને વિશ્વસનીયતા પર પ્રશ્ચાર્થ પેદા થશે.

આ સંજોગોમાં આપ લોકોએ લીધેલ નિર્ણય જ માન્ય રહેશે તે વાત નિર્વિવાહિત છે.

પરંતુ સંસ્થાને આવી પરિસ્થિતિમાં ધકેલવા બદલ જે બે હોેદેદારોઓ જવાબદાર છે તેના પર કડક કાર્યવાહી કરવામાં આવે અને જરુર જણાય તો આગામી ચુંટણી પ્રક્રિયામાં તેઓ પાર્ટીસીપેટ ન કરી શકે તેવો નિર્ણય લેવામાં આવે તો આ એક સંસ્થાના હિતમાં ઐતહાસિક લેન્ડ માર્ક નિર્ણય કહેવાશે. તેવું મારું માનવું છે તેમ સમીરભાઇ એમ. શાહની એક યાદીમાં જણાવાયું છે. 

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.