બીજાવિશ્વ યુદ્ધ વખતે જામ દિગ્વિજયસિંહજીએ પોલેન્ડના બાળકોને આશ્રય આપ્યો તેનું ઋણ હમણા પોલેન્ડે યુક્રેનથી આવતા ભારતીય વિદ્યાર્થીઓ માટે પોતાની સરહદ ખોલીને ચૂકવ્યું
નરેન્દ્ર મોદી તાજેતરમાં જામનગર આવ્યા ત્યારે રાજવી પરિવારના શત્રુશૈલ્યસિંહજીને મળ્યા હતા. તેનું કારણ શું ? મોદીની મુલાકાતના તાર છેક બીજાવિશ્વ યુધ્ધ સુધી લંબાય છે. બીજાવિશ્વ યુધ્ધ વખતે જામનગરના રાજવી દિગ્વિજયસિંહજી ઈંગ્લેન્ડ વતી જર્મન સામે લડતા હતા.
જર્મનનું ટેકેદાર પોલેન્ડ એ વખતે ભારે મુશ્કેલીમાં હતું ત્યારે એક હજાર બાળકોને પોલેન્ડ સરકારે વહાણમાં બેસાડી જ્યાં આશ્રય મળે ત્યાં સ્થાયી થઈ જવા સુચવ્યું પણ અંગ્રેજો સામે કોણ પડે ? એટલે આ બાળકોને કોઈએ આશ્રય આપ્યો નહીં. અંતે ઈંગ્લેન્ડ વતી લડતા દિગ્વિજયસિંહજીએ પોલેન્ડના બાળકોને જામનગરમાં આશ્રય આપ્યો, એટલું જ નહીં બાલાચડી ખાતેના પોતાના મહેલમાં રાખ્યા અને જ્યાં સુધી સ્થિતિ સુધરી નહીં ત્યાં સુધી શિક્ષણ સહિતની વ્યવસ્થા કરી.
સમય જતાં આ બાળકોમાંથી એક પોલેન્ડના પ્રમુખ બન્યા અને તેમણે ત્યાંની સંસદમાં જામ દિગ્વિજયસિંહજીની પ્રતિમા મુકાવી, મેમોરીયલ બનાવ્યું અને આજે પણ પોલેન્ડમાં સાંસદો જામદિગ્જિયસિંહજીના શપથ લઈને મંત્રીપદ ગ્રહણ કરે છે ! આ પોલેન્ડે હમણા યુક્રેન યુદ્ધ વખતે ભારતના વિદ્યાર્થીઓને પાછા ભારત જવા પોતાની સીમાઓ ખોલી નાખી હતી અને પોલેન્ડના માર્ગે જ ભારતીય વિદ્યાર્થીઓ પરત ફર્યા. એ પોલેન્ડે જામનગરનું ઋણ ચુક્વ્યું એ ઘટનાના અનુસંધાને નરેન્દ્ર મોદી જામ સાહેબને મળવા ગયા હતા.