વડાપ્રધાન નરેન્દ્ર મોદી ત્રણ દિવસના આફ્રિકાના પ્રવાસ અંતર્ગત રવાન્ડા પહોંચી ગયા છે. આ કોઈ ભારતીય વડાપ્રધાનની પ્રથમ મુલાકાત છે. પીએમ મોદી તેમની આ યાત્રામાં રવાન્ડાને 200 ગાયો ભેટમાં આપી. ભારત સરકારના આ નિર્ણયની ખૂબ ચર્ચા થઈ રહી છે. હકીકતમાં આ નિર્ણયની પાછળ રવાન્ડા સરકાર તરફથી ચલાવવામાં આવતી એક યોજનાને કારણ માનવામાં આવે છે જેનું નામ ‘ગિરિંકા’ છે.
આ યોજના અંતર્ગત ત્યાંની સરકાર કૂપોષણ દૂર કરવા માટે 3.50 લાખ ગાય આપશે અને તેનાથી જન્મ લેતા વાછરડાને તેઓ પડોશી દેશને આપશે. આ યોજનાનો હેતુ આ ગાયોનું દૂધ પીવડાવીને બાળકોનું કુપોષણ દૂર કરવાનો અને સાથે દૂધ ઉદ્યોગને પ્રોત્સાહન આપવાનો પણ છે.
Rwanda: PM Narendra Modi gifts cows to 200 households in Rweru model village in Bugesera, under Rwandan Government’s Girinka Programme. Girinka describes a centuries-old cultural practice in Rwanda whereby a cow was given by one person to another, as a sign of respect & gratitude pic.twitter.com/btuerdO7CA
— ANI (@ANI) July 24, 2018
ભારતની જેમ રવાન્ડામાં પણ ગાયને સમૃદ્ધીનું પ્રતીક માનવામાં આવે છે. રવાન્ડાના પ્રાચીન ઈતિહાસમાં ગાયનો મુદ્રાની જેમ ઉપયોગ કરવામાં આવે છે. તમને જણાવી દઈએ કે ભારતની જેમ રવાન્ડા પણ કૃષિ પ્રધાન દેશ છે. અહીંના 80 ટકા લોકો ખેતી સાથે જોડાયેલા છે. રવાન્ડાની વસ્તી 1.12 કરોડ છે. અહીંની સંસદમાં 2/3 મહિલા સાંસદ છે.